Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rajkot News : સોની બજારમાં લાગેલી આગમાં મોટો ખુલાસો, NOC વગર ધમધમતી હતી દુકાન,જુઓ Video

Sony Market Fire News : રાજકોટના ગીચ ગણાતા સોની બજાર વિસ્તારમાં ગુરુવારના રોજ આવેલી ‘દિયા ગોલ્ડ’નામની પેઢીમાં લાગેલી ભીષણ આગે સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચાવી દીધી હતી. આ ઘટનામાં સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ ફાયર વિભાગની પ્રાથમિક તપાસમાં જે વિગતો સામે આવી છે, તે સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત ગંભીર છે.
rajkot news   સોની બજારમાં લાગેલી આગમાં મોટો ખુલાસો  noc વગર ધમધમતી હતી દુકાન જુઓ video
Advertisement

Rajkot News : રાજકોટના ગીચ ગણાતા સોની બજાર વિસ્તારમાં ગુરુવારના રોજ આવેલી ‘દિયા ગોલ્ડ’નામની પેઢીમાં લાગેલી ભીષણ આગે સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચાવી દીધી હતી. આ ઘટનામાં સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ ફાયર વિભાગની પ્રાથમિક તપાસમાં જે વિગતો સામે આવી છે, તે સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત ગંભીર છે.

Rajkot News : ACમાં શોર્ટ સર્કિટ થયા બાદ લાગી હતી આગ

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, દિયા ગોલ્ડની પેઢી પાસે જરૂરી ‘ફાયર NOC’ જ નહોતી. ફાયર વિભાગના નિયમ મુજબ કોઈપણ કોમર્શિયલ મિલકતમાં અગ્નિશમનના સાધનો હોવા અનિવાર્ય છે, જે દિયા ગોલ્ડ નામની દુકાનમાં ન હતા. દુકાનમાં આગ લાગવાની ઘટનાની વાત કરીએ તો શરુઆતમાં ACમાં શોર્ટ સર્કિટથી થઈ હતી. આગે જોત જોતામાં વિકરાળ સ્વરુપ ધારણ કર્યું હતું અને ત્યાં રાખેલા ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.

Advertisement

દિયા ગોલ્ડ દુકાન  NOC વગર ચાલતી હોવાનો ખુલાસો

રાજકોટમાં TRP અગ્નિકાંડથી થયો હોવા છતા પણ સોની બજારની દિયા ગોલ્ડ સહિતની અનેક દુકાનો પાસે ફાયર NOC ન હોવાનો પર્દાફાશ થયો છે. સોની બજારમાં લાગેલી આગે સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે. અહીં અનેક મિલકત ધારકો પાસે ફાયર સેફ્ટીના સાધનો તો દૂર, ફાયર NOC પણ ઉપલબ્ધ નથી. સોની બજાર જેવી જગ્યાએ રહેણાંક અને કોમર્શિયલ બાંધકામ એકબીજાની બાજુમાં હોવાથી જોખમ અનેકગણું વધી જાય છે. અનેક લોકોએ રહેણાંક મકાનોને ગેરકાયદેસર રીતે કોમર્શિયલ શોરૂમમાં ફેરવી નાખ્યા છે, જેમાં વેન્ટિલેશન કે ઈમરજન્સી એક્ઝિટની કોઈ સુવિધા નથી.

Advertisement

ઉલ્લેખનીય છે કે દિયા ગોલ્ડની ઘટના એ માત્ર એક કિસ્સો નથી, પરંતુ એક ચેતવણી છે. જો સમયસર આ કોમર્શિયલ બાંધકામોમાં તપાસ કરવામાં નહીં આવે, તો ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. સ્થાનિક લોકો હવે વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે, જેથી કરીને નિર્દોષ લોકોના જીવ બચાવી શકાય. તંત્ર હવે આ મામલે કેટલી ગંભીરતા દાખવે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો : Rajkot News : સોની બજારના કોમ્પલેક્સમાં લાગી ભીષણ આગ,આસપાસના વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ

Tags :
Advertisement

.

×