Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

"મેં કંટાળીને આ ડગલું ભર્યું છે..." Rajkot માં બસ ડ્રાઈવરે કર્યો આપઘાતનો પ્રયાસ,ભાજપના કાર્યકર અને બસ કોન્ટ્રાક્ટર પર આક્ષેપ

Rajkot: રાજકોટ શહેરમાં સિટી બસ સેવાના કોન્ટ્રાક્ટર (contractor ) અને ભાજપના કાર્યકર (BJP worker ) વિક્રમ ડાંગર (Vikram Dangar) સામે ગંભીર આક્ષેપો સાથે એક બસ ડ્રાઈવરે ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. ડ્રાઈવરે આ પગલું ભરતા પહેલા એક વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો, જેમાં તેણે પોતાની વ્યથા ઠાલવી છે.
 મેં કંટાળીને આ ડગલું ભર્યું છે     rajkot માં બસ ડ્રાઈવરે કર્યો આપઘાતનો પ્રયાસ ભાજપના કાર્યકર અને બસ કોન્ટ્રાક્ટર પર આક્ષેપ
Advertisement
  • Rajkot:  ભાજપનો કાર્યકર્તા (BJP worker ) અને સીટી બસનો કોન્ટ્રાકટર (contractor ) આવ્યો ફરી ચર્ચામાં
  • રાજકોટ સીટી બસના ડ્રાઈવરે ઝેરી દવા પી કર્યો આપઘાત નો પ્રયાસ
  • આપઘાત કરતા પહેલા એક વિડ્યો બનાવી સોશિયલ મીડિયામાં મૂક્યો
  • સીટી બસ કોન્ટ્રાકટર વિક્રમ ડાંગર (Vikram Dangar) ના કારણે આપઘાત કરવાનો કર્યો પ્રયાસ

Rajkot: રાજકોટ શહેરમાં સિટી બસ સેવાના કોન્ટ્રાક્ટર (contractor ) અને ભાજપના કાર્યકર (BJP worker ) વિક્રમ ડાંગર (Vikram Dangar) સામે ગંભીર આક્ષેપો સાથે એક બસ ડ્રાઈવરે ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. ડ્રાઈવરે આ પગલું ભરતા પહેલા એક વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો, જેમાં તેણે પોતાની વ્યથા ઠાલવી છે.

રાજકોટ (Rajkot) સીટી બસના ડ્રાઈવરે ઝેરી દવા પી કર્યો આપઘાત નો પ્રયાસ

છેલ્લા ત્રણ વર્ષથી સિટી બસમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા શાહદીક સુલતાન નામના યુવકે ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. આપઘાત પૂર્વે વાયરલ કરેલા વીડિયોમાં શાહદીકે આરોપ લગાવ્યો છે કે, બસ કોન્ટ્રાક્ટર વિક્રમ ડાંગર તેને છેલ્લા 6 મહિનાથી માનસિક રીતે હેરાન કરી રહ્યો હતો. આટલું જ નહીં, તેને કોઈપણ કારણ વગર નોકરીમાંથી છૂટો કરી દેવામાં આવ્યો હતો અને નિયમ મુજબ મળવાપાત્ર બોનસની રકમ પણ ચૂકવવામાં આવી નહોતી. આ આર્થિક અને માનસિક દબાણ હેઠળ આવીને ડ્રાઈવરે આ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે.

Advertisement

કોન્ટ્રાક્ટર વિક્રમ ડાંગરનો વિવાદિત ઇતિહાસ

આ પહેલીવાર નથી જ્યારે વિક્રમ ડાંગર ચર્ચામાં આવ્યા હોય. અગાઉ 16 એપ્રિલ 2025 ના રોજ ઇન્દિરા સર્કલ પાસે સિટી બસ દ્વારા થયેલા ભયાનક અકસ્માતમાં ૩ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. તે સમયે પણ આક્ષેપો થયા હતા કે વિક્રમ ડાંગર શાસક પક્ષ ભાજપના કાર્યકર હોવાથી તેમને રાજકીય રક્ષણ મળી રહ્યું છે અને કડક કાર્યવાહી ટાળવામાં આવી રહી છે.

Advertisement

શું છે આરોપો?

ડ્રાઈવરને છેલ્લા 6 મહિનાથી સતત હેરાનગતિ કરવામાં આવતી હતી.નોકરીમાંથી છૂટા કર્યા બાદ કાયદેસરનું બોનસ ચૂકવવામાં આવ્યું નથી.હકની રકમની ઉચાપત કરવાનો અને રાજકીય વગના આરોપ લાગ્યા છે. આરોપ છે કે, ભાજપના કાર્યકર હોવાના નાતે નિયમોનું ઉલ્લંઘન કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી.

ડ્રાઈવર શાહદીક સુલતાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો

હાલમાં ડ્રાઈવર શાહદીક સુલતાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસ આ વાયરલ વીડિયો અને ડ્રાઈવરના આક્ષેપોના આધારે વધુ તપાસ હાથ ધરી રહી છે. આ ઘટનાને પગલે રાજકોટમાં શ્રમિકોના હિત અને કોન્ટ્રાક્ટરોની જોહુકમી સામે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો:  Gujarat News: આજે 17 ફેબ્રુઆરી 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Tags :
Advertisement

.

×