Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : ઉપલેટામાં ST ડેપો મેનેજરના ત્રાસથી ડ્રાઈવરનો આપઘાતનો પ્રયાસ!

આ મામલે ઉપલેટાનાં એસટી ડેપો મેનેજર રાજેશ ઠુમ્મર વિરુદ્ધ કાર્યવાહી થાય તેવી માહિતી છે.
rajkot   ઉપલેટામાં st ડેપો મેનેજરના ત્રાસથી ડ્રાઈવરનો આપઘાતનો પ્રયાસ
Advertisement
  1. ઉપલેટામાં ST ડેપો મેનેજરનાં ત્રાસથી ડ્રાઈવરનો આપઘાતનો પ્રયાસ! (Rajkot)
  2. ડ્રાઇવરને વારંવાર પરેશાન કરતા હોવાથી કંટાળી આપઘાતનું પગલું ભર્યું!
  3. ડેપો મેનેજર રાજેશ ઠુંમર પર કર્મીઓને પરેશાન કરવાનો આક્ષેપ
  4. અગાઉ પણ બેદરકારીને લઈ સસ્પેન્ડ કરાયા હોવાની માહિતી
  5. ત્રાસ ગુજારી નેતાઓના સહયોગથી બચી જતો હોવાની પણ ચર્ચા

રાજકોટ જિલ્લાનાં (Rajkot) ઉપલેટામાં એસટી ડ્રાઇવર દ્વારા ડેપો મેનેજરનાં ત્રાસથી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. આરોપ છે કે ડેપો મેનેજર (Upleta ST Depo) દ્વારા કોઈ ન કોઈ બાબતે વારંવાર હેરાન-પરેશાન કરવામાં આવતો હોવાથી આખરે કંટાળીને ડ્રાઇવરે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. આ મામલે ઉપલેટાનાં એસટી ડેપો મેનેજર રાજેશ ઠુમ્મર (Rajesh Thumar) વિરુદ્ધ કાર્યવાહી થાય તેવી માહિતી છે.

આ પણ વાંચો - Rajkot : હીરાસર એરપોર્ટમાં ખાનગી કંપની અને ટેક્સી એસો. વચ્ચે બબાલ, ટેક્સી એસો.-નાણા આપવાનું બંધ કરતા હેરાનગતિ

Advertisement

ડ્રાઇવરને વારંવાર પરેશાન કરતા હોવાથી કંટાળી આપઘાતનું પગલું ભર્યું!

વારંવાર વિવાદોમાં આવતા ઉપલેટાનાં એસટી ડેપો (Upleta ST Depo) મેનેજર રાજેશ ઠુંમર વધુ એક વિવાદ સપડાયા છે. ડેપો મેનેજર રાજેશ વિરુદ્ધ ડ્રાઇવર અને અન્ય કર્મચારીઓને માનસિક રીતે હેરાન કરતા હોવાના આક્ષેપ થયા છે. મેનેજરનાં ત્રાસથી કંટાળીને એસટી બસના ડ્રાઇવર સુભાષભાઈ કળસા દ્વારા આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ઉપલેટાનાં એસટી ડેપો મેનેજર રાજેશ ઠુમ્મરને અગાઉ પણ બેદરકારીની બાબતમાં સસ્પેન્ડ કરાયા હોવાની પણ માહિતીઓ મળી છે.

Advertisement

આ પણ વાંચો - Rajkot : ન્યૂડ વીડિયો કોલમાં વાત કરતા ઝડપાયા મારવાડી યુનિ.નાં પ્રોફેસર, ઓળખ છતી થઈ!

રાજકીય નેતાઓનાં હાથ અને સાથથી બચી જવાનો કારસો!

કર્મચારીઓ પર દમન ગુજારવું અને બાદમાં રાજકીય નેતાઓનાં હાથ અને સાથથી બચી જવાનો કારસો ચાલતો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. યુનિયનનાં (ST Bus Driver Union) આગેવાને ડ્રાઇવર પોતાનું કામ યોગ્ય ન કરતા હોવાનાં બાબતે હેરાનગતિ કરાતી હોવાનું જણાવ્યું છે. આ મામલે પોલીસે ભોગ બનનારા વ્યક્તિનું નિવેદન નોંધ્યું હોવાનું પણ માહિતી પ્રાપ્ત થઈ છે. આગામી સમયમાં ડેપો મેનેજર રાજેશ ઠુમ્મર વિરુદ્ધ કાર્યવાહી થશે (Rajkot) એવી પણ માહિતી છે.

આ પણ વાંચો - Gandhinagar : APP બનાવી લોકોને દુષ્પ્રેરણા દર્શાવતું પાકિસ્તાની કન્ટેન્ટ બતાવનાર યુવકની ધરપકડ

Tags :
Advertisement

.

×