Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Rajkot: પોલીસના નામે તોડબાજી કરતાં સંદીપ રામાવતને પોલીસે દબોચ્યો, આ રીતે પડાવતો રુપિયા

રાજકોટના એસ્ટ્રોન ચોક પાસે જનાર્દન સહાની નામના વ્યક્તિને બે નકલી પોલીસે અટકાવી, પોલીસ સ્ટેશન લઈ જવાની ધમકી આપી 30 હજાર રૂપિયા પડાવી લીધા હતા. એ ડિવિઝન પોલીસે સીસીટીવીના આધારે રીઢા ગુનેગાર સંદીપ રામાવતની ધરપકડ કરી છે, જ્યારે તેના સાથીદાર અલ્તાફ મેમણની શોધખોળ અને વધુ તપાસ શરૂ છે.
rajkot  પોલીસના નામે તોડબાજી કરતાં સંદીપ રામાવતને પોલીસે દબોચ્યો  આ રીતે પડાવતો રુપિયા
Advertisement
  • Rajkot Duplicate Police Arrest: ડુપ્લિકેટ પોલીસ બની ફરતો યુવક ઝડપાયો
  • આરોપી પાસેથી 30 હજાર રોકડા અને બાઈક કબ્જે કરાઈ
  • પોલીસની ઓળખ આપી લોકો પાસેથી નાણાં પડાવતો

Rajkot Duplicate Police Arrest: રાજકોટ શહેરમાં પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી જનાર્દન સહાની નામના વ્યક્તિને ડરાવી-ધમકાવી 30 હજાર રૂપિયા રોકડ બળજબરીપૂર્વક પડાવી લેવાની ગંભીર ઘટના સામે આવી છે. સમગ્ર મામલે શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા તાત્કાલિક કાર્યવાહી કરીને અગાઉ પણ પોલીસ તરીકેની ખોટી ઓળખ આપનારા સંદીપ રામાવત ની ધરપકડ કરવામાં આવી છે.

Rajkot Duplicate Police Arrest: 30 હજાર રૂપિયા રોકડ પડાવ્યા

કલર કામના વ્યવસાય સાથે સંકળાયેલા અને રાજકોટ–જામનગર રોડની એકતા સોસાયટીમાં રહેતા 47 વર્ષીય જનાર્દન સહાની ને 25 ફેબ્રુઆરી બપોરે લગભગ 2:30 વાગ્યાના અરસામાં તેઓ વિરાણી ચોક પાસેથી પોતાના ઘરે જમવા જઈ રહ્યા હતા. ત્યારે એસ્ટ્રોન ચોક નજીક બે વ્યક્તિઓએ પોલીસ હોવાનું કહી અટકાવ્યા હતા અને તેમનું મોટરસાયકલ રોક્યું હતું. તેમજ પોલીસ સ્ટેશન લઈ જવાની ધમકી આપીને આરોપીઓએ જનાર્દન સહાનીને પોતાના મોટરસાયકલ પર બેસાડી ભક્તિનગર સ્ટેશન પ્લોટ વિસ્તારમાં લઈ ગયા હતા. ત્યાં તેમને ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવા માટે દબાણ કરવામાં આવ્યું. અંતે સહાનીએ પોતાના પરિચિતને ફોન કરીને 30 હજાર રૂપિયા રોકડ મંગાવ્યા, જે રકમ બંને આરોપીઓ લઈને ફરાર થયા.

Advertisement

Rajkot Duplicate Police Arrest: 26 વર્ષીય સંદીપ રામાવતની ધરપકડ

ફરિયાદ નોંધાતાં જ એ ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસીને તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી ઝડપી કાર્યવાહી કરી દૂધ સાગર રોડ વિસ્તારમાં રહેતા 26 વર્ષીય સંદીપ રામાવતની ધરપકડ કરી છે. સંદીપ સામે અગાઉ પણ પોલીસની ખોટી ઓળખ આપી નાણા વસૂલવાના ગુનાઓ નોંધાયેલા છે. ઘટનામાં સામેલ બીજા વ્યક્તિની ઓળખ અલ્તાફ મેમણ તરીકે થઈ છે. જેની શોધખોળ ચાલી રહી છે.

Advertisement

 80 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે

પોલીસે ગુનામાં વપરાયેલ ટુ-વ્હીલર અને બળજબરીપૂર્વક પડાવેલા 30 હજાર રૂપિયા સહિત કુલ 80 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(2), 204 અને 3(5) સહિતની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે મામલાની વિસ્તૃત તપાસ ચાલી રહી છે અને શહેરમાં ખોટી ઓળખ આપી ગુનાઓ આચરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Rajkot: જેતપુરના સામાંકાંઠા વિસ્તારમાંથી 2 બાળક ગુમ, પરિવાર ચિંતિત

Tags :
Advertisement

.

×