Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot: શહેરમાં નકલી પોલીસનો રાફડો ફાટ્યો, વધુ એકની ધરપકડ

અત્યાર સુધી અસલી પોલીસના તોડ સાંભળ્યા હતા પરંતુ હવે નકલી પોલીસના તોડના કિસ્સાઓ રાજકોટમાં વધ્યા
rajkot  શહેરમાં નકલી પોલીસનો રાફડો ફાટ્યો  વધુ એકની ધરપકડ
Advertisement
  • થોડા દિવસ પહેલા હોટલમાંથી બહાર નીકળતા યુગલનો કર્યો તોડ
  • ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી કરી હતી રૂ.50 હજારની માંગણી
  • યુવકે બદનામીના ડરે કુલ રૂ.31 હજાર નકલી પોલીસ (Police) ને આપ્યા હતા

Rajkot: શહેરમાં નકલી પોલીસનો રાફડો ફાટ્યો છે. જેમાં બે દિવસમાં વધુ એક નકલી પોલીસની ધરપકડ કરવામાં આવી છે. તેમાં થોડા દિવસ પહેલા હોટલમાંથી બહાર નીકળતા યુગલનો તોડ કર્યો હતો. જેમાં ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી રૂપિયા 50 હજારની માંગણી કરી હતી. તેમાં યુવકે બદનામીના ડરે કુલ રૂ.31 હજાર નકલી પોલીસ (Police) ને આપ્યા હતા. તેમાં સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા. જેમાં ફરિયાદના આધારે પોપટ પરામાંથી મહિર કુગશિયાની ધરપકડ કરવામાં આવી છે. ગઈકાલે તોડ અને અપહરણના ગુનામાં 4 આરોપીને ઝડપ્યા હતા.

બે દિવસમાં રાજકોટ (Rajkot) શહેર પોલીસે કુલ 5 નકલી પોલીસની ધરપકડ કરી

બે દિવસમાં રાજકોટ (Rajkot) શહેર પોલીસે કુલ 5 નકલી પોલીસની ધરપકડ કરી છે. અત્યાર સુધી અસલી પોલીસના તોડ સાંભળ્યા હતા પરંતુ હવે નકલી પોલીસના તોડના કિસ્સાઓ રાજકોટમાં વધ્યા છે. તેમાં બે દિવસમાં વધુ એક નકલી પોલીસ (Police) ની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે બે દિવસમાં વધુ એક નકલી પોલીસની ઓળખ આપી તોડ કરતા શખ્સની ધરપકડ કરી છે. તેમાં પોપટ પરામાં રહેતા મહિર ભાનું કુગશિયાને ઝડપી પાડવામાં આવ્યો છે. ગત 30 તારીખે યુગલ હોટલમાંથી બહાર નીકળતા જ "તમે અહીંયા શું કરવા આવ્યા છો "કહી તોડ કર્યો હતો. તેમાં ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી રૂ.50 હજારની માંગણી કરી હતી. યુવકે બદનામીના ડરે રૂપિયા 12 હજાર રોકડ અને 19 હજાર ATMમાંથી ઉપાડી કુલ રૂ.31 હજાર નકલી પોલીસને આપ્યા હતા. સમગ્ર ઘટનાના cctv ફૂટેજ પણ સામે આવ્યા છે.

Advertisement

આ પણ વાંચો: Surat: 80 વર્ષીય વૃદ્ધાને અડફેટે લેનાર આરોપીની પોલીસે કરી ધરપકડ, સામે આવી હકીકત

Advertisement

ઘટનાની ફરિયાદ કરતા એ ડિવિઝન પોલીસે આરોપીની ધરપકડ કરી

ઘટનાની ફરિયાદ કરતા એ ડિવિઝન પોલીસે આરોપીની ધરપકડ કરી છે. ગઈકાલે જ પોલીસે અન્ય ચાર શખ્સોની નકલી પોલીસ બની તોડ અને અપહરણના ગુન્હામાં ધરપકડ કરી છે, બે દિવસમાં રાજકોટ શહેર પોલીસે કુલ 5 નકલી પોલીસ (Police)ની ધરપકડ કરી છે. અગાઉ રાજકોટ શહેરની ભાગોળે આવેલા અવધ રોડ પાસે સગાઈ કરી ચૂકેલા યુવક અને યુવતીને પોલીસના નામે ખોટી ઓળખાણ આપી તેમનું અપહરણ કરી, માર મારી, લૂંટ ચલાવી તેમજ છેડતી સહિતનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું હતુ. ત્યારે સમગ્ર મામલે 25 વર્ષીય યુવક દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા યુનિવર્સિટી પોલીસ દ્વારા ગણતરીની જ કલાકોમાં ચારેય કુખ્યાત આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમજ ધરપકડ કર્યા બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા તેમને જેલ હવાલે કરવાનો હુકમ સંભળાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Surat: સીંગદાણાની લારી પર માથાકૂટ થતા યુવકની કરપીણ હત્યા કરાઇ

Tags :
Advertisement

.

×