Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rajkot: વર-કન્યાના પરિવારો વચ્ચે ક્રિકેટ મેદાનમાં મુકાબલો, લગ્ન પહેલા ક્રિકેટ મેચ કેમ?

રાજકોટના કાલરીયા અને ડેડકીયા પરિવારે લગ્ન પ્રસંગની અનોખી શરૂઆત ગોંડલમાં ક્રિકેટ મેચ રમીને કરી હતી. 'IPL' જેવી થીમ પર રમાયેલી આ 12 ઓવરની મેચમાં કાલરીયા નાઈટ રાઈડર્સનો વિજય થયો હતો. પ્રોફેશનલ અમ્પાયરિંગ, લાઈવ કોમેન્ટ્રી અને ડ્રેસ કોડ સાથે યોજાયેલ આ કાર્યક્રમ બંને પરિવારો વચ્ચે સ્નેહ વધારવાનું માધ્યમ બન્યો હતો.
rajkot  વર કન્યાના પરિવારો વચ્ચે ક્રિકેટ મેદાનમાં મુકાબલો  લગ્ન પહેલા ક્રિકેટ મેચ કેમ
Advertisement
  • Rajkot: બે પરિવારો વચ્ચે લગ્ન પૂર્વે ક્રિકેટ મેચ રમાઈ
  • ગોંડલમાં IPL જેવી થીમ પર અનોખું આયોજન થયું
  • વર-કન્યાના પક્ષોએ પ્રોફેશનલ ડ્રેસ (Dress) સાથે મેદાન ગજવ્યું
  • મેદાનમાં લાઈવ કોમેન્ટ્રી અને મેડલ્સ સાથે જશ્ન મનાવ્યો

Rajkot: સામાન્ય રીતે ભારતીય લગ્નોમાં શરણાઈના સૂર અને ગણેશ સ્થાપન (Ganesh Sthapan) થી મંગલ શરૂઆત થતી હોય છે, પરંતુ રાજકોટ (Rajkot) ના કાલરીયા (Kalariya) અને ડેડકીયા (Dedakiya) પરિવારે પરંપરાથી હટીને એક નવો ચીલો ચાતર્યો છે. ગોંડલ (Gondal) ના સ્વસ્તિક પાર્ટી પ્લોટ (Swastik Party Plot) ખાતે આ બંને પરિવારો વચ્ચે એક હાઈ-વોલ્ટેજ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેણે સ્થાનિકોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે.

GujaratFirst-Rajkot Wedding_in Cricket Match 2

Advertisement

Rajkot: પ્રોફેશનલ ક્રિકેટ જેવો માહોલ

આ મેચમાં માત્ર રમત જ નહીં, પરંતુ પ્રોફેશનલ ક્રિકેટ જેવો માહોલ ઊભો કરવામાં આવ્યો હતો. વર પક્ષ એટલે કે કાલરીયા પરિવાર 'કાલરીયા નાઈટ રાઈડર્સ' (Kalariya Knight Riders) તરીકે લાલ ટી-શર્ટમાં સજ્જ હતો, જ્યારે કન્યા પક્ષ એટલે કે ડેડકીયા પરિવાર 'ડેડકીયા ડેરડેવિલ્સ' (Dedakiya Daredevils) તરીકે પીળી ટી-શર્ટમાં મેદાનમાં ઉતર્યો હતો. વરરાજા શ્રેયભાઈ કાલરીયા (Shreybhai Kalariya) અને દુલ્હન ભક્તિબેન ડેડકીયા (Bhaktiben Dedakiya) એ મેચનો ટોસ ઉછાળ્યો હતો. કાલરીયા પરિવારે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

Advertisement

Rajkot: ઉમંગભાઈની તોફાની ઇનિંગ

કાલરીયા નાઈટ રાઈડર્સ વતી ઓપનિંગ જોડીમાં શુભ ગામી (Shubh Gami) અને ઉમંગ ડેડકીયા (Umang Dedakiya) એ શાનદાર શરૂઆત કરી હતી. ઉમંગભાઈએ મેદાનની ચારેબાજુ ફટકાબાજી કરી 59 રન બનાવ્યા હતા. ટીમે 12 ઓવરના અંતે 151 રનનો જંગી સ્કોર ઉભો કર્યો હતો. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ડેડકીયા ડેરડેવિલ્સની ટીમ તરફથી ધવલભાઈ (Dhavalbhai) અને હર્ષભાઈ (Harshbhai) એ લડત આપી હતી. મિડલ ઓર્ડરમાં બંસીભાઈ (Bansibhai) એ 46 રનની આક્રમક ઇનિંગ રમી હતી, પરંતુ અંતે ટીમ 131 રન જ બનાવી શકી હતી. પરિણામે, કાલરીયા નાઈટ રાઈડર્સનો 20 રને વિજય થયો હતો.

ઇન્ટરનેશનલ લેવલની સુવિધાઓ અને ઉત્સાહ

આ આયોજનમાં થર્ડ અમ્પાયર (Third Umpire), નો-બોલ પર ફ્રી હિટ (Free Hit) અને પ્રોપર ડ્રેસ કોડ જેવા નિયમો રખાયા હતા. જીગ્નેશ પોપટ (Jignesh Popat) ની લાઈવ કોમેન્ટ્રી અને જૂનાગઢ (Junagadh) ના ચાર્મી જીંજુવાડિયા (Charmi Jinjuvadiya) ના એન્કરિંગે સ્ટેડિયમ જેવો અનુભવ કરાવ્યો હતો. પ્રેક્ષકો માટે પોપકોર્ન (Popcorn), સમોસા (Samosa), અને શેરડીના રસ (Sugarcane Juice) ની પણ વ્યવસ્થા હતી. આ પ્રસંગે ઇન્ટરનેશનલ ક્રિકેટર કિંજલબેન (Kinjalben) એ પણ હાજરી આપી આયોજનના વખાણ કર્યા હતા.

GujaratFirst-Rajkot Wedding_in Cricket Match 23

પરિવારના સભ્યોના પ્રતિભાવ

શ્રેય કાલરીયા (વરરાજા) એ જણાવ્યું હતું કે અમે છેલ્લા 13 વર્ષથી લગ્ન પ્રસંગે આવી ફન ઇવેન્ટ યોજીએ છીએ. આ વખતે પણ પૂરા નિયમો સાથે ક્રિકેટ રમાઈ અને બંને પરિવારના સભ્યો-મિત્રોએ ખૂબ આનંદ લીધો." ભક્તિ ડેડકિયા (દુલ્હન) જણાવ્યું હતું કે "મારા લગ્ન 22 તારીખે છે અને સેલિબ્રેશનની શરૂઆત આટલી સરસ રીતે થઈ તે જોઈને બહુ મજા આવી. બધું આયોજન એકદમ પ્રોપર અને IPL જેવું હતું.

અહેવાલ: વિશ્વાસ ભોજાણી

આ પણ વાંચોઃ Rajkot: 'તારક મહેતા'ના કલાકારોએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન, જુઓ શું કહ્યું?

Tags :
Advertisement

.

×