Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Rajkot : મોરબી હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 3 વર્ષીય ભાઈ અને 9 વર્ષીય બહેનનું મોત

રાજકોટમાં હચમચાવી દે એવી ઘટના બની છે. મોરબી હાઇવે પર કાગદડી પાસે મોડી રાતે ગંભીર અકસ્માતનો બનાવ બન્યો છે. બે કાર વચ્ચે જબરદસ્ત ટક્કર થતા બે માસૂમનાં મોત નીપજ્યા છે. માત્ર 3 વર્ષીય ભાઈ અને 9 વર્ષીય બહેનનું મોત નીપજ્યું છે. એક સાથે બે વ્હાલસોયાને ગુમાવતા પરિવાર ભારે શોકમાં ગરકાવ થઇ ગયો છે.
rajkot   મોરબી હાઈવે પર ગમખ્વાર અકસ્માત  3 વર્ષીય ભાઈ અને 9 વર્ષીય બહેનનું મોત
Advertisement
  1. મોડી રાતે Rajkot-મોરબી હાઈવે બન્યો ગોઝારો
  2. કાગદડી ગામ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો
  3. બે કાર વચ્ચે ગંભીર અકસ્માતમાં માસૂમ ભાઈ-બેનનાં મોત
  4. 3 વર્ષનાં મોક્ષ બાબરીયા અને 9 માસની શ્રેયા મદરેસણીયાનું મોત

Rajkot : રાજકોટમાંથી હચમચાવી દે એવી ઘટનાનાં સમાચાર સામે આવ્યા છે. મોરબી હાઇવે (Morbi Highway) પર કાગદડી પાસે ગંભીર અકસ્માતનો બનાવ બન્યો છે. બે કાર વચ્ચે જબરદસ્ત ટક્કર થતા બે માસૂમનાં મોત નીપજ્યા છે. માત્ર 3 વર્ષીય ભાઈ અને 9 વર્ષીય બહેનનું મોત નીપજ્યું છે. મોડી રાતે કાગદડી પાસે આ ગંભીર દુર્ઘટના ઘટી હતી. એક સાથે બે વ્હાલસોયાને ગુમાવતા પરિવાર ભારે શોકમાં ગરકાવ થઇ ગયો છે. અક્સમાતમાં બંને કારનાં ફુરચેફુરચા ઊડી ગયા હતા. આ મામલે પોલીસે પણ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Rajkot : આટકોટ દુષ્કર્મ કેસમાં સ્પેશિયલ કોર્ટ આરોપીને સજા સંભળાવે તેવી સંભાવના, 33 દિવસમાં ટ્રાયલ પૂર્ણ

Advertisement

Rajkot-મોરબી હાઈવે પર કાગદડી ગામ પાસે ગંભીર અકસ્માત

પ્રાપ્ત માહિતી અનુસાર, મોડી રાતે રાજકોટનો (Rajkot) મોરબી હાઇવે ગોઝારો બન્યો હતો. કાગદડી ગામ (Kagdari) પાસે ગંભીર અકસ્માતની ઘટના બની હતી. બે કાર વચ્ચે જબરદસ્ત અકસ્માત થતાં ભયંકર અવાજ આવ્યો હતો. અકસ્માતમાં બંને કારનાં ફુરચેફુરચા ઊડ્યા હતા. અકસ્માતને પગલે સ્થાનિક લોકો ત્યાં આવી પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવા મદદે લાગ્યા હતા. ઇમરજન્સી સેવા 108 અને સ્થાનિક પોલીસને જાણ કરાતા ટીમો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

Advertisement

અકસ્માતમાં 3 વર્ષીય ભાઈ અને 9 વર્ષીય બહેનનું મોત

માહિતી અનુસાર, Rajkot-મોરબી હાઈવે પર સર્જાયેલા આ ગમખ્વાર અક્સમાતમાં ભાઈ-બહેન 3 વર્ષનાં મોક્ષ બાબરીયા અને 9 માસની શ્રેયા મદરેસણીયાનું કરૂણ મોત નીપજ્યું છે. બંને મૃતદેહોને પીએમ અર્થે મોકલી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. એક સાથે બે વ્હાલસોયાને ગુમાવતા પરિવારમાં ભારે ગમગીની છવાઈ છે.

આ પણ વાંચો - Surat : પતંગની દોરીએ પિતા-પુત્રીનો જીવ લીધો, માતાની હાલત ગંભીર

Tags :
Advertisement

.

×