રાજકોટમાં બે ઇન્ફ્લુએન્સરોએ ફિનાઇલ ગટગટાવ્યું, વીડિયોમાં મોટો ધડાકો કર્યો
- મહિલાઓએ વીડિયો બનાવતા ફિનાઇલ ગટગટાવ્યું
- વીડિયોમાં ત્રણ સામે લગાવ્યા ગંભીર આરોપ
- ફિનાઇલ ગટગટાવનાર બંનેને સારવાર અર્થે ખસેડાયા
Rajkot : રંગીલા રાજકોટમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. આજે સાંજના સમયે શહેરના રેસકોર્ષ રિંગ રોડ પર પિહુ રાજપૂતક અને અનિશા કાસમાણી એ ફિનાઇલ ગટગટાવીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. જેને પગલે ચકચાર મચી જવા પામી છે. ત્રણ મહિલાઓ દ્વારા તેમને ત્રાસ અપાતો હોવાનો વીડિયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાની જાણ થતા બંનેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. જ્યાં એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે આ મામલે આગળ શું સત્ય સામે આવે છે, તેના પર સૌ કોઇની નજર રહેશે.
હેરાન કરવામાં આવતા હોવાનો આરોપ
રાજકોટમાં પિહુ રાજપૂત અને અનિશા કાસમાણી સોશિયલ મીડિયાના જાણીતા ચહેરાઓ છે. તેઓ વિવિધ જગ્યાના વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં મુકે છે, જેને સારૂ એવું લોકોનું એન્ગેજમેન્ટ મળતું હોય છે. આજે સાંજના સમયે પિહુ રાજપૂત અને અનિશા કાસમાણીએ સોશિય મીડિયામાં એક વીડિયો બનાવ્યો છે. જેમાં તેમના હાથમાં સફેદ કલરના પ્રવાહીની બોટલ જોવા મળી રહી છે. જે ફિનાઇલની હોવાનો પ્રાથમિક અંદાજ છે. બંનેને હેરાન કરવામાં આવતા હોવાનો આરોપ વીડિયોમાં લગાવવામાં આવ્યા છે.
પોતાનો કોઇ પણ વાંક નહીં
વીડિયોમાં બંને મહિલા ઇન્ફ્લુએન્સર મળીને અંકિતા પટેલ, સોનુ અને રિદ્ધિ વિરૂદ્ધ ત્રાસ આપવાનો આરોપ મુકી રહ્યા છે. અને વીડિયોના અંતે એક પછી એક બંને ફિનાઇલ ગટગટાવતા નજરે પડી રહ્યા છે. વીડિયોમાં ફિનાઇલ ગટગટાવનાર પોતાનો કોઇ પણ વાંક નહીં હોવાનું પણ જણાવી રહ્યા છે. પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, યુવતિઓ વચ્ચે લાંબા સમયથી કોલ્ડવોર ચાલતી હતી. જેનું આ પરિણામ હોઇ શકે છે.
એકની તબિયત નાજુક
પિહુ રાજપૂત અને અનિશા કાસમાણીએ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યા બાદ બંનેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. જ્યાં બંને હાલ સારવાર હેઠળ છે. બંને પૈકી એકની તબિયત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે આ મામલે પોલીસની તપાસમાં શું સત્ય સામે આવે છે, તેના પર સૌ કોઇની નજર રહેલી છે.
આ પણ વાંચો ------ Gujarat: પ્રલોભનો આપી ધર્મ પરિવર્તન કરાવતાં પિતા-પુત્રની ધરપકડ, જાણો મોરારીબાપુએ શું કહ્યું?


