Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rajkot માં ભાજપની સભા બાદ બબાલ,બે મહિલાઓએ એકબીજાના વાળ ખેંચી કરી મારામારી

Rajkot Women Fight: રાજકોટ (Rajkot) ના નવાગામ આણંદપર (Navagam Anandpar) વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીની એક ચૂંટણી સભા પૂર્ણ થયા બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કેબિનેટ મંત્રીની (Cabinet Minister) ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સભાના અંતે બે મહિલાઓ વચ્ચે કોઈ અકળ કારણોસર વિવાદ થયો હતો. આ વિવાદ એટલી હદે વણસ્યો હતો કે બંને મહિલાઓ જાહેરમાં એકબીજા સાથે બાખડી પડી હતી.
rajkot માં ભાજપની સભા બાદ બબાલ બે મહિલાઓએ એકબીજાના વાળ ખેંચી કરી મારામારી
Advertisement
  • રાજકોટ (Rajkot) ભાજપની સભા પૂર્ણ થયા બાદ મહિલાઓ બાખડી
  • રાજકોટના નવાગામ આણંદપરમાં ભાજપની હતી સભા
  • સભા પૂર્ણ થયા બાદ કોઈ કારણોસર મારામારી
  • બે મહિલાઓએ એકબીજાના વાળ ખેંચી મારામારી કરી
  • સમગ્ર ઘટનાનો વીડિયો થયો વાયરલ
  • સભામાં ઉપસ્થિત લોકોએ મહિલાઓને માંડ છૂટી પાડી

Rajkot Women Fight: રાજકોટ (Rajkot) ના નવાગામ આણંદપર (Navagam Anandpar) વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીની એક ચૂંટણી સભા પૂર્ણ થયા બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કેબિનેટ મંત્રીની (Cabinet Minister) ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સભાના અંતે બે મહિલાઓ વચ્ચે કોઈ અકળ કારણોસર વિવાદ થયો હતો. આ વિવાદ એટલી હદે વણસ્યો હતો કે બંને મહિલાઓ જાહેરમાં એકબીજા સાથે બાખડી પડી હતી, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં તેજ ગતિએ ફેલાઈ રહ્યો છે.

Rajkot BJP Meeting Women Fight-Gujarat first2

Advertisement

રાજકોટ (Rajkot) ભાજપની સભા પૂર્ણ થયા બાદ મહિલાઓ બાખડી

રાજકોટના નવાગામ આણંદપર (Navagam Anandpar) વિસ્તારમાં ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર અર્થે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં રાજ્યના કેબિનેટ મંત્રી પણ હાજર રહ્યા હતા. ત્યારે મંત્રીની સભા પૂર્ણ થયા બાદ અને તેઓના ગયા પછી તરત જ ત્યાં હાજર બે મહિલાઓ વચ્ચે શાબ્દિક ટપાટપી શરૂ થઈ હતી. જોતજોતામાં આ બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું અને બંને મહિલાઓએ જાહેરમાં એકબીજાના વાળ ખેંચીને મારામારી શરૂ કરી દીધી હતી.

Advertisement

લોકોએ માંડ-માંડ મહિલાઓને છૂટી પાડી

સભાના સ્થળે હાજર અન્ય કાર્યકરો અને સ્થાનિક લોકોઆ દ્રશ્ય જોઈને દોડી આવ્યા હતા. ઉશ્કેરાયેલી બંને મહિલાઓને હાજર લોકોએ મહામહેનતે અને માંડ-માંડ છૂટી પાડી હતી. આ ઘટનાને કારણે સભાના સ્થળે થોડો સમય અફરાતફરીનો માહોલ રહ્યો હતો.

Rajkot BJP Meeting Women Fight-Gujarat first2

વીડિયો થયો વાયરલ

આ સમગ્ર મારામારીની ઘટના ત્યાં હાજર કોઈ વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી. હાલમાં આ વાયરલ વીડિયો (Viral Video) રાજકીય વર્તુળો અને લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. સભામાં શિસ્તના દાવાઓ વચ્ચે થયેલી આ મારામારીએ અનેક સવાલો ઉભા કર્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના (Local Body Elections) પ્રચારમાં અત્યારે ગરમાવો જોવા મળી રહ્યો છે, ત્યારે રાજકોટમાં બનેલી આ ઘટનાએ સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચ્યું છે. જોકે, આ મારામારી પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

આ પણ વાંચો: Gujarat News Today: આજે 17 એપ્રિલ 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Tags :
Advertisement

.

×