Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rajkot : ફન બ્લાસ્ટ ગેમઝોનમાં લાગેલી આગની ઘટનાને પગલે તંત્ર એકશનમાં, ફાયર NOC નહી હોય તો થશે કડક કાર્યવાહી

Rajkot માં ફન બ્લાસ્ટ ગેમઝોનમાં લાગેલી આગ બાદ તંત્ર જાગ્યું છે અને તપાસનો ધમધમાટ કરશે, ફાયર બ્રિગેડ દ્વારા શહેરના તમામ ગેમઝોનમાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને તમામ ગેમઝોન પાસે ફાયર NOC અંગે તપાસ કરાશે અને ફાયર સેફ્ટી અને મોકડ્રિલ કરવા તંત્રએ સૂચના આપી છે. ગેમઝોનમાં સુરક્ષાના સાધનો છે કે નહી તેને લઈ પણ તપાસ કરવામાં આવશે અને જો સુરક્ષાના સાધનો નહી હોય તો તોને લઈ નોટિસ પણ આપવામાં આવશે
rajkot   ફન બ્લાસ્ટ ગેમઝોનમાં લાગેલી આગની ઘટનાને પગલે તંત્ર એકશનમાં  ફાયર noc નહી હોય તો થશે કડક કાર્યવાહી
Advertisement
  • Rajkot માં ગેમઝોનમાં લાગેલી આગને લઈ તંત્રની કામગીરી
  • ગેમઝોનના પતરાના શેડની મંજૂરી અંગે પણ તપાસ થશે
  • TP વિભાગે શેડ માટે મંજૂરી આપી કે નહીં?
  • નિયમોના ભંગ બદલ કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે
  • ગેમઝોનમાં સુરક્ષાના સાધનોની પણ સઘન તપાસ હાથ ધરાઈ

Rajkot : રાજકોટના કાલાવડ (kalavad) રોડ પર આવેલ ગેમઝોનમાં (gamezone) 26 એપ્રિલ 2026ના રોજ શોર્ટ સર્કિટથી (shortcircuit) આગ લાગી હતી. તો આગ (fire) લાગતાની સાથે લોકોમાં દોડધામ મચી હતી અને ગેમઝોનની અંદર રહેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ ગેમઝોનમાં કોઈ મોટી હોનારત સર્જાઈ ન હતી અને આગ સમયથી કાબુમાં આવી ગઈ છે. સ્મોક ડિટેક્ટરની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ઘટના સમયે ગેમ ઝોનમાં હાજર પરિવારો બાળકો સાથે બહાર દોડી આવ્યા હતા. આગ અંદાજે સાંજે 7 વાગ્યે લાગી હોવાનું અનુમાન છે. ઘટનાની જાણ થતાની સાથે પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

ગણતરીની મિનિટોમાં આખો ગેમ ઝોન ખાલી કરાવી દેવામાં આવ્યો હતો

રાજકોટના ફન બ્લાસ્ટ ગેમઝોનમાં રવિવાર 26 એપ્રિલના રોજ આગ લાગી હતી. બાળકો વિવિધ રાઈડ્રસ અને ગેમ્સની મજા માણી રહ્યા હતા. ત્યારે અચાનક એક ખૂણેથી ધુમાડા નીકળવાનું શરૂ થયું હતું.જોતજોતામાં આગની જવાળાઓ દેખાતા આગની બૂમો પડતા ગેમ ઝોનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.લોકો પોતાના બાળકોને તેડીને સલામત સ્થળે દોડવા લાગ્યા હતા. આ ઘટનાની ગંભીરતાને જોતા ફાયર ફાયટરોની બે ટીમ તેમજ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પોલીસ કાફલો અને પીજીવીસીએલની ટીમ સહિતનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો.

Advertisement

rajkot gujarat first

Advertisement

ઘટના બાદ ગેમઝોન અચોક્કસ સમય માટે બંધ કરાયો

તો આગ લાગ્યા બાદ ગેમઝોનને અચોક્કસ સમય સુધી બંધ કરવામાં આવ્યો છે. હાલમાં ઉનાળુ વેકેશનનો માહોલ હોવાથી શહેરોના તમામ ગેમઝોનમાં ભારે ભીડ જોવા મળી રહી છે. ફાયર વિભાગ દ્વારા આ ગેમઝોનની સુરક્ષા વ્યવસ્થાની સઘન તપાસ ચાલી રહી છે.આ ઘટનાને પગલે હવે શહેરના અન્ય ગેમઝોનનાં સંચાલકોને પણ તેમની ફાયર સેફ્ટી સિસ્ટમ અને સુરક્ષાના સાધનો તાત્કાલિક રી-ચેક કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો : કચ્છમાં હાહાકાર: Nirona Power Plant માં લાગી વિકરાળ આગ!

Tags :
Advertisement

.

×