Rajkot : પ્રથમ વખત કડવા પાટીદાર સમાજના સમૂહ લગ્ન, દીકરીઓને 111 ભેટ આપવામાં આવશે
- દીકરીઓના નામ પર ફિક્સ્ડ ડિપોઝિટ પણ મૂકવામાં આવશે
- ઉમિયાસારથી ફાઉન્ડેશન દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન
- ખોટા ખર્ચ અટકાવી જરૂરિયાતમંદ લોકોને મદદ કરવામાં આવશે
રાજકોટમાં પ્રથમ વખત કડવા પાટીદાર સમાજના સમૂહ લગ્ન યોજાવા જઇ રહ્યો છે. જેમાં સમૂહ લગ્નોત્સવમાં દીકરીઓને 111 ભેટ આપવામાં આવશે. તેમજ દીકરીઓના નામ પર ફિક્સ્ડ ડિપોઝિટ પણ મૂકવામાં આવશે. ઉમિયાસારથી ફાઉન્ડેશન દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ખોટા ખર્ચ અટકાવી જરૂરિયાતમંદ લોકોને મદદ કરવામાં આવશે. તથા જે રકમ બચશે તેનો ઉપયોગ દર્દીઓ અને વિદ્યાર્થીઓ માટે થશે. ત્યારે પાટીદાર સમાજનો ખુબ આવકારદાયક નિર્ણય છે.
તાજેતરના આ સમાચાર પણ ખાસ વાંચો
રાજકોટમાં સર્વ જ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં કુલ 28 યુગલોના લગ્ન કરવા માટે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આપેલા સમય પ્રમાણે જાન લઈને વરપક્ષ વાળા અને કન્યા પક્ષાના લોકો આવી પણ ગયાં હતા. પરંતુ આયોજકો ફરાર થઈ ગયાં હોવાની વિગતો સામે આવી હતી. જેમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને ત્રણ લોકોની ધરપકડ કરી લેવામાં આવી હતી. નોંધનીય છે કે, આ છેતરપિંડી મુદ્દે ત્રણ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપી દિલીપ ગોહિલ, દિપક હીરાણી અને મનીષ વિઠ્ઠલાપરાની અટકાયત કરવામાં આવી હતી. જો કે, મુખ્ય આરોપી જેના બીજેપીનો કાર્યકર્તા હોવાનું ચર્ચાઈ રહ્યું હતુ તે હજી પણ પોલીસની પકડમાં આવ્યો ન હતો. આ ઘટનાએ રાજ્યભરમાં દરેકને ચોંકાવી દીધા હતા.
સમૂહ લગ્નમાં આવેલા વરઘોડિયાઓની આંખમાં આંસુ જોવા મળ્યા
સમૂહ લગ્નમાં આવેલા વરઘોડિયાઓની આંખમાં આંસુ જોવા મળ્યાં હતા. તેમની વેદનના આંખોથી છલકાઈ રહીં હતી. જો કે, બાદમાં રાજકોટ પોલીસે આવીને સમૂહ લગ્ન કરાવ્યાં પણ ખરા પરંતુ ફરાર આરોપીઓનું શું? આ અંગે મહત્વના સમાચાર સામે આવ્યાં હતા. જેમાં સમૂહ લગ્નના મુખ્ય આયોજકનું ભાજપ કનેક્શન સામે આવ્યું હતુ. જેમાં લોકોથી બચવા ચંદ્રેશ છત્રોલા હોસ્પિટલમાં દાખલ થયો હોવાનું પણ સામે આવ્યું હતુ.
આ પણ વાંચો: Weather Report : 6 રાજ્યોમાં ભારે વાવાઝોડા અને વરસાદ, ગુજરાત માટે હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી