Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rajkot: વડાલીયા ફૂડ્સના માલિક સાથેની ઠગાઈ તો માત્ર 'ટ્રેલર', 200 કરોડનું આખું 'પિક્ચર' હજુ બાકી!

રાજકોટમાં વડાલીયા ફૂડના માલિક દર્શન વડાલીયા સાથે થયેલી કરોડોની છેતરપિંડીના કેસમાં દરરોજ નવા ફણગા ફૂટી રહ્યા છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં અમિત ભાણવડીયા અને માકડિયા બંધુઓના કાળા કરતૂતોનો પર્દાફાશ થયો છે. આ કૌભાંડનો વ્યાપ એટલો મોટો છે કે તેની કુલ રકમ 200 કરોડ રૂપિયા સુધી પહોંચવાની શક્યતા છે. ઠગ ટોળકીએ વળતરની લાલચ આપીને અનેક લોકોને પોતાની જાળમાં ફસાવ્યા હોવાનું બહાર આવ્યું છે.
rajkot  વડાલીયા ફૂડ્સના માલિક સાથેની ઠગાઈ તો માત્ર  ટ્રેલર   200 કરોડનું આખું  પિક્ચર  હજુ બાકી
Advertisement
  • Rajkot: વડાલીયા ફૂડ્સના માલિક સાથે કરોડોની ઠગાઈનો કેસ
  • ઠગ ભાણવડીયાનું સામ્રાજ્ય ધ્વસ્ત, 15 મિલકતો ટાંચમાં!
  • ઠગાઈનો આંકડો સાંભળી હોશ ઉડી જશે!
  • રાજકોટ પોલીસનો 'કોડ ક્રાઈમ' એક્શન પ્લાન!
  • 200 કરોડના મહાકૌભાંડનો પર્દાફાશ થવાની ભીતિ

Rajkot: રાજકોટ શહેરમાં રોકાણના નામે ચાલતા એક મોટા આર્થિક કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેમાં વડાલીયા ફૂડ્સના માલિક સાથે થયેલી છેતરપિંડી (Fraud) માત્ર એક શરૂઆત હોવાનું બહાર આવ્યું છે. ઊંચા વળતર (Returns) ની લાલચ આપીને કરોડો રૂપિયાનું રોકાણ કરાવી લોકોની પરસેવાની મૂડી હડપ કરી લેતી આ ઠગ ટોળકીના કાળા કરતૂતો હવે એક પછી એક ખુલાસો થઈ રહ્યો છે. આરોપીઓ અમિત ભાણવડીયા અને માકડિયા બંધુઓએ બિછાવેલી આ માયાજાળમાં અનેક લોકો ફસાયા છે, જેના કારણે આ છેતરપિંડીનો કુલ આંકડો આશરે 200 કરોડ રૂપિયા (200 Crores) સુધી પહોંચવાની શક્યતા સેવાઈ રહી છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch) એ આ મામલે અત્યંત ગંભીરતાથી તપાસ હાથ ધરી છે. અને આરોપીઓની મિલકતો જપ્ત કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી તેજ કરી દીધી છે.

Rajkot: 70 થી 80 લોકો સાથે છેતરપિંડી અને રોકાણની લાલચ

તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું છે કે, આ ટોળકીનો શિકાર માત્ર એક ઉદ્યોગપતિ જ નહીં, પરંતુ અંદાજે 70 થી 80 જેટલા લોકો બન્યા છે. મુખ્ય સૂત્રધાર અમિત ભાણવડીયા ઊંચું વળતર (Returns)ની લાલચ આપીને લોકો પાસે કરોડો રૂપિયાનું રોકાણ (Investment) કરાવતો હતો. શરૂઆતમાં વિશ્વાસ જીત્યા બાદ આ નાણાં હડપ કરી લેવામાં આવતા હતા. માકડિયા બંધુઓ અને ભાણવડીયાએ ભેગા મળીને આ આખું નેટવર્ક ઊભું કર્યું હતું, જેમાં રોકાણકારોની જીવનભરની મૂડી જોખમમાં મૂકાઈ છે.

Advertisement

Rajkot: 15 જેટલી મિલકતો ટાંચમાં લેવાની તૈયારી

ક્રાઈમ બ્રાન્ચ આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે આકરી કાર્યવાહી (Legal Action) કરી રહી છે. અમિત ભાણવડીયા અને તેના સાગરીતોની અંદાજે 15 જેટલી મિલકતો (Properties) ટાંચમાં લેવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ માટે ક્રાઈમ બ્રાન્ચ કોડ ક્રાઈમ (Code Crime) મારફતે મિલકતો જપ્ત કરવા માટે ગૃહ વિભાગ (Home Department) ને વિસ્તૃત રિપોર્ટ મોકલશે. ગુનાહિત પ્રવૃત્તિ દ્વારા વસાવેલી આ મિલકતો સીલ કરીને ભોગ બનનારાઓને ન્યાય અપાવવાની દિશામાં આ મહત્ત્વનું કદમ માનવામાં આવે છે.

Advertisement

આ પણ વાંચો---- Valsad tragedy: વલસાડ પાલિકાના જર્જરિત શોપિંગ સેન્ટરમાં સ્લેબ ધરાશાયી, વાહનોનો કચરણઘાણ થતા વેપારીઓમાં ફફડાટ

Rajkot: CA અને સબ રજીસ્ટ્રારની મદદથી નાણાકીય તપાસ

આટલા મોટા પાયે થયેલા આર્થિક કૌભાંડ (Financial Scam) ના હિસાબો મેળવવા માટે પોલીસ હવે પ્રોફેશનલ નિષ્ણાતોની મદદ લઈ રહી છે. આરોપીઓના બેંક એકાઉન્ટ (Bank Account) અને નાણાકીય વ્યવહારોની ઊંડી તપાસ માટે સનદી હિસાબનીશ એટલે કે CA અને સબ રજીસ્ટ્રાર (Sub Registrar) નો સંપર્ક કરવામાં આવ્યો છે. મિલકતોના દસ્તાવેજો અને બેંક સ્ટેટમેન્ટ્સની ચકાસણી કરીને કયા નાણાં ક્યાં ડાયવર્ટ થયા છે, તેની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. આગામી દિવસોમાં આ મામલે હજુ વધુ આરોપીઓ પકડાય, અને વધુ ખુલાસા થવાની પૂરેપૂરી શક્યતા છે.

Rajkot: શું છે સમગ્ર કેસ?

રાજકોટના જાણીતા 'વડાલીયા ફૂડ્સ' (Vadalia Foods) ના માલિક દર્શન વડાલીયા સાથે અંદાજે 11 કરોડથી વધુની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ હતી. આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અમિત ભાણવડીયા અને તેના સાથી માકડિયા બંધુઓએ છેતરપિંડી કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો. આરોપીઓએ દર્શન વડાલીયાને વિશ્વાસમાં લઈ તેમના વ્યવસાયમાં મૂડી રોકાણ કરવાના બદલામાં વાર્ષિક 12 ટકા જેટલું માતબર વળતર (Returns) આપવાની આકર્ષક લાલચ આપી હતી. આ પ્રલોભનમાં આવીને ઉદ્યોગપતિએ વર્ષ 2019 થી 2024 દરમિયાન અંદાજે 7 કરોડ રૂપિયા જેટલી રકમનું રોકાણ (Investment) કર્યું હતું. શરૂઆતમાં આરોપીઓએ વિશ્વાસ કેળવવા વ્યાજ ચૂકવ્યું હતું, પરંતુ જ્યારે મુદ્દલ રકમ પરત આપવાનો સમય આવ્યો ત્યારે તેઓ વાયદાઓ કરીને છેવટે ફરાર થઈ ગયા હતા.

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch)ની ઊંડી તપાસમાં આ ઘટનાને લઈને અત્યંત ચોંકાવનારા ખુલાસા થયા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ઠગ ટોળકીનો શિકાર માત્ર દર્શન વડાલીયા જ નહીં, પરંતુ શહેરના અન્ય 70 થી 80 લોકો પણ બન્યા છે. આરોપીઓએ આ તમામ રોકાણકારો પાસેથી પણ ઊંચા વળતરની લાલચ આપીને નાણાં પડાવ્યા છે, જેના કારણે આ આખું કૌભાંડ (Scam) 200 કરોડ રૂપિયાના આંકડાને આંબી જાય તેવી પ્રબળ શક્યતા છે. ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની અંદાજે 15 જેટલી મિલકતો (Properties) ટાંચમાં લેવાની અને તેમના બેંક એકાઉન્ટ્સની સઘન તપાસ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે, જેથી ભોગ બનનારાઓને ન્યાય અપાવી શકાય.

આ પણ વાંચો---- Surendranagar: લખતરમાં ભ્રષ્ટ નાયબ મામલતદાર અને પટ્ટાવાળાનો ખેલ ખતમ, 20 હજારની લાંચ લેતા ધરપકડ


Tags :
Advertisement

.

×