Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : સમૂહલગ્નના નામે ફરી એકવાર છેતરપિંડી! સોનાની વસ્તુઓને બદલે ડુપ્લીકેટ વસ્તુ આપ્યાનો આરોપ

સોનાની વસ્તુઓને બદલે ડુપ્લીકેટ વસ્તુ આપ્યાનો આરોપ છે. એક પરિવાર દ્વારા આ ખુલાસો કરવામાં આવ્યો
rajkot   સમૂહલગ્નના નામે ફરી એકવાર છેતરપિંડી  સોનાની વસ્તુઓને બદલે ડુપ્લીકેટ વસ્તુ આપ્યાનો આરોપ
Advertisement
  • એક પરિવાર દ્વારા કરવામાં આવ્યો ખુલાસો
  • મહિલાએ સોનાની ચકાસણી કરતા ખોટી હોવાનું આવ્યું સામે
  • 555 દીકરીઓના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું

Rajkot : રાજકોટમાં સમૂહલગ્નના નામે ફરી એકવાર છેતરપિંડી કરવામાં આવી છે. જેમાં સોનાની વસ્તુઓને બદલે ડુપ્લીકેટ વસ્તુ આપ્યાનો આરોપ છે. એક પરિવાર દ્વારા આ ખુલાસો કરવામાં આવ્યો છે. મહિલાએ સોનાની ચકાસણી કરતા ખોટી હોવાનું સામે આવ્યું છે. તેમાં પોલીસ કમિશનર કચેરીમાં 7 આયોજક સામે કરી છે. તેમાં દીકરીઓને સોનાની વસ્તુ આપવાની જગ્યા નકલી આપી હતી. 555 દીકરીઓના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.

જાો કોની-કોની સામે કરાઈ અરજી

કોળી સમાજના આગેવાન વિક્રમ સોરાણી તથા કુવાડવાના કારખાનેદાર પીન્ટુ પટેલ, અક્ષય ધાડવી તથા રાહુલ સિસા સામે અરજી કરવામાં આવી છે. ત્યારે અગાઉ પણ રાજકોટમાં ઋષિવંશી ગ્રુપ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં 28 નવદંપત્તિ લગ્નના તાંતણે બંધાવાના હતા. જોકે જ્યારે લગ્ન સ્થળે પહોંચ્યા ત્યારે ત્યા કોઈ વ્યવસ્થા જોવા મળી ન હતી. કન્યા પક્ષ અને વર પક્ષે આરોપ લગાવ્યો છે કે, અમારી પાસેથી 15-15 હજાર રૂપિયા ઉઘરાવવામા આવ્યા હતાં અને એન.વી ઈવેન્ટ ગ્રુપ નામથી રસીદ પણ આપવામાં આવી હતી.

Advertisement

ડિસેમ્બર-2024માં સમૂહ લગ્ન માટેનું બુકિંગ કરવામાં આવ્યું હતું

ડિસેમ્બર-2024માં સમૂહ લગ્ન માટેનું બુકિંગ કરવામાં આવ્યું હતું. હવે રુપિયા લઈને આયોજકો ફરાર થઈ ગયા હતા. તેમણે ફોન પણ બંધ કરી દીધો હતો. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. આયોજક ચંદ્રેશ છત્રોલા, દિલીપ ગોહેલ, દિપક હિરાણી રફૂચક્કર થઈ ગયા હતા. સવારે 4થી 6ના ગાળામાં 28 જાન લગ્ન સ્થળે પહોંચી ચૂકી હતી. ત્યારે રાજકોટ સમુહલગ્નમાં આયોજકો ફરાર થયા બાદ સામાજિક સંસ્થાઓ આગળ આવી હતી.

Advertisement

બોલબાલા ટ્રસ્ટ દ્વારા તાત્કાલિક જાનૈયાઓ માટે જમણવારની વ્યવસ્થા કરવામાં આવી

રાજકોટના બોલબાલા ટ્રસ્ટ દ્વારા તાત્કાલિક જાનૈયાઓ માટે જમણવારની વ્યવસ્થા કરવામાં આવી હતી. તાત્કાલિક અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા જાનૈયાઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. બીજી તરફ યુગલોની વહારે રાજકોટવાસીઓ પણ આવ્યા હતા. રાજકોટના કૃણાલ ચોલેરાએ કરિયાવરની વ્યવસ્થા કરી હતી. ચુલો, કુકર, મિક્ષર, બ્લેન્ડરની વ્યવસ્થા રાજકોટના યુવાને કરી આપી હતી.

આ પણ વાંચો: Cyber Attacks : જમીન બાદ ડિજિટલ જંગમાં પણ પાકિસ્તાનને પછડાટ, 'ઓપરેશન સિંદૂર' દરમિયાન ભારત પર સાયબર હુમલો

Tags :
Advertisement

.

×