Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

રાજકોટમાં ફરી એકવાર અગ્નિકાંડનો ભય: 'Fun Blast' ગેમ ઝોનમાં ભીષણ આગ

Fun Blast Game Zone: રાજકોટના 'ફન બ્લાસ્ટ' ગેમ ઝોનમાં શોર્ટ સર્કિટને કારણે ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ઘટના સમયે હાજર લોકોએ જીવ બચાવવા દોડધામ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ ઘટનાએ ફરી એકવાર ગેમ ઝોનની સુરક્ષા વ્યવસ્થા અને ફાયર સેફ્ટીના નિયમોના અમલીકરણ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
રાજકોટમાં ફરી એકવાર અગ્નિકાંડનો ભય   fun blast  ગેમ ઝોનમાં ભીષણ આગ
Advertisement
  • રાજકોટમાં વધુ એક ગેમ ઝોન Fun Blast માં આગ લાગી
  • રાજકોટના ફન બ્લાસ્ટમાં આગ લાગી
  • આગ લાગતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો
  • લોકો જીવ બચાવીને બહાર નીકળ્યા
  • શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું સામે આવ્યું
  • ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી

Rajkot Fun Blast Game Zone Fire: રાજકોટ (Rajkot) શહેરમાં ફરી એકવાર ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના જાણીતા ગેમ ઝોન 'ફન બ્લાસ્ટ' (Fun Blast) માં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટના સમયે મોટી સંખ્યામાં લોકો ગેમ ઝોનમાં હાજર હતા, જેઓ પોતાનો જીવ બચાવવા માટે તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા.

ગેમ ઝોનમાં ભીષણ આગ, શોર્ટ સર્કિટ બની કારણ!

પ્રાથમિક તપાસમાં આ ભીષણ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ (Short Circuit) હોવાનું સામે આવ્યું છે. આગ એટલી ઝડપથી ફેલાઈ કે જોતજોતામાં ગેમ ઝોનનો મોટો ભાગ તેની લપેટમાં આવી ગયો હતો. ગેમ ઝોનમાં રહેલા જ્વલનશીલ મટીરિયલને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેનાથી આસપાસના વિસ્તારમાં પણ ભયનું વાતાવરણ છવાઈ ગયું હતું.

Advertisement

આગથી મચી દોડધામ, સદનસીબે જાનહાનિ ટળી

ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ (Fire Brigade) ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જોકે, આગ એટલી તીવ્ર હતી કે તેને ઓલવવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિના સમાચાર નથી, પરંતુ ગેમ ઝોનને ભારે નુકસાન થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે.

Advertisement

સુરક્ષા સામે ઉઠ્યા સવાલો

આ ઘટના બાદ ફરી એકવાર શહેરમાં આવેલા ગેમ ઝોન અને અન્ય જાહેર સ્થળોની સુરક્ષા વ્યવસ્થા પર મોટા સવાલો ઉભા થયા છે. તંત્ર દ્વારા ફાયર સેફ્ટી (Fire Safety) ના નિયમોના પાલન અંગે કડક સૂચનાઓ હોવા છતાં, આવી ઘટનાઓનું પુનરાવર્તન થવું તે ગંભીર બાબત છે. સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને આ પ્રકારના વ્યવસાયિક સ્થળો પર વધુ કડક તપાસની માંગ ઉઠી છે. હાલ પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આગળની તપાસ કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેથી જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે.

આ પણ વાંચો: Banaskantha: પાલનપુરમાં લાગી એકાએક ભીષણ આગ, 3 વાહનો ભસ્મીભૂત

Tags :
Advertisement

.

×