RAJKOT માં જબરો લાલચુ PI, મીડિયાના નામે 63 લાખ રૂપિયાનો તોડ કર્યો
- Rajkot કમ્ફર્ટ હોટલ તોડ કાંડ મામલે નવો ખુલાસો
- પીઆઇએ મીડિયાના નામે લાખો રૂપિયાનો તોડ કરી લીધો
- સમગ્ર મામલે પીઆઇ અને હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ કેસ દાખલ કર્યો
Rajkot News : રાજકોટ તોડકાંડમાં એક પછી એક ચોંકાવનારા સમાચારો સામે આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કમ્ફર્ટ રિસોર્ટમાં ટંકારા પોલીસ 26 ઓક્ટોબરે દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં અનેક પ્રતિષ્ઠિત લોકો જુગાર રમી રહ્યા હતા. જેથી પોલીસ ઇન્સપેક્ટરે તમામ લોકોને ડરાવ્યા હતા. જો કે સ્થળ પર કોઇ પણ પ્રકારની રોકડ નહીં હોવાથી પોલીસે કાર્યવાહી માટે રોકડ રકમ જરૂરી હતી.
મીડિયાથી બચવું હોય તો નાણાની વ્યવસ્થા કરવા જણાવ્યું
જેથી આખરે પીઆઇ દ્વારા કિમિયો અજમાવાયો હતો અને મીડિયામાં ન આવવું હોય તો તાત્કાલીક રોકડની વ્યવસ્થા કરવા માટે જણાવ્યું હતું. જેથી ગભરાયેલા 6 વેપારીઓએ ટોટલ 63 લાખ રૂપિયા મંગાવી લીધા હતા. જો કે આ મામલે પીઆઇ અને અન્ય સ્ટાફની ભૂમિકા શંકાસ્પદ જણાતા અને ઉચ્ચ સ્તરે રજુઆત થતા એસપી દ્વારા કાર્યવાહી કરીને કોન્સ્ટેબલની બદલીઓ કરવામાં આવી હતી. જો કે આ સમગ્ર તોડકાંડમાં પીઆઇ મુખ્ય રોલમાં હતા પરંતુ તેમની વિરુદ્ધ કોઇ કાર્યવાહી નહીં થતા વેપારીઓ દ્વારા ઉચ્ચ સ્તરે રજુઆત કરવામાં આવી હતી.
આ પણ વાંચો : પોલીસ સ્ટેશન ખરીદનારાની 14 દિવસ માટે જેલની થઈ સજા
વિકાસ સહાયે સમગ્ર મામલે SMC ને સોંપી હતી તપાસ
જેના પગલે ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય દ્વારા સમગ્ર મામલે SMC અને નિર્લિપ્ત રાયને તપાસ સોંપવામાં આવી હતી. સમગ્ર મામલે નિર્લિપ્ત રાયે તપાસ કરતા પીઆઇ જ મુખ્ય ભેજુ હોવાનું સામે આવતા પીઆઇ વાય.કે ગોહિલને તત્કાલ અસરથી સસ્પેન્ડ કરાયા હતા. આ ઉપરાંત તેમના અંગત અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
મીડિયાથી બચવા માટે કર્યો પીઆઇએ લાખો રૂપિયાનો તોડ
જો કે સમગ્ર મામલે હવે ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે, પોલીસે મીડિયાના નામે પણ તોડ કરી લીધો હતો. મીડિયામાં ન આવવું હોય તો તમારે પૈસાની વ્યવસ્થા તો કરવી જ પડશે તેમ કહીને નાણાની વ્યવસ્થા કરાવી હતી. જો કે સમગ્ર મામલેSMC દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં મુખ્ય આરોપી PI વાય.કે ગોહિલ અને હેડકોન્સ્ટેબલને બનાવાયા છે. કમ્ફર્ટ હોટલમાં જ્યારે પીઆઇ દ્વારા દરોડા પાડવામાં આવ્યા ત્યારે કોઈ જુગાર જ રમાતો નહોતો તેવો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વેપારીઓ દ્વારા માત્ર કોઇન થી ટાઇમપાસ કરતા હતા અને કોઈ રોકડ રકમ ન હોવાનું એફઆઇઆરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : જાન સાથે જુગાર રમી રહેલા નવાઝ શરીફ ઝડપાયા, પોલીસે આપ્યા જામીન
પીઆઇ ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ કેસ દાખલ
ફરિયાદમાં નામ સામે આવતા તોડબાજ પીઆઇ વાય કે ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સામે પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. ફરિયાદમા ઉલ્લેખ છે કે, વેપારીને ધમકી અપાઇ હતી કે મીડિયામાં ન આવું હોય તો તાત્કાલિક 63 લાખ જેવી રકમ અપાવી દો. ત્યાર બાદ 6 જેટલા વેપારીઓએ રકમ એરેન્જ કરીને હોટલ પર મંગાવી હતી. તે નાણાને પીઆઇ ઓહિયા કરી ગયા હતા. રાજકોટના પ્રતિષ્ઠિત વેપારીઓને પીઆઇ દ્વારા ફસાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ પણ ફરિયાદમાં છે.
આ પણ વાંચો : Kumbh Mela 2025: કુંભ મેળામાં જશે ગુજરાત યુનિવર્સિટીના 40 વિદ્યાર્થીઓ, સંશોધન કરવા માટે મળ્યું ખાસ આમંત્રણ