Rajkot ગમખ્વાર અકસ્માત અપડેટ્સઃ સિટી બસના કોન્ટ્રાક્ટર છે શહેર ભાજપ અગ્રણી વિક્રમ ડાંગર
- સિટી બસની અડફેટે 4 લોકોના ઘટના સ્થળે મોત
- યમદૂત બનેલી સિટી બસ પર લોકોનો પથ્થરમારો
- રાજકોટમાં સિટી બસના કોન્ટ્રાક્ટર ભાજપ નેતા છે
- વોર્ડ નં.4માં ભાજપના પૂર્વ મહામંત્રી રહી ચૂક્યા છે વિક્રમ ડાંગર
Rajkot: ઈન્દિરા સર્કલ પાસે સિટી બસચાલકે યમદૂત બનીને 4 નિર્દોષોનો ભોગ લીધો છે. આ ગમખ્વાર અકસ્માત મુદ્દે મહત્વની અપડેટ્સ સામે આવી છે. રાજકોટમાં સિટી બસના કોન્ટ્રાક્ટર ભાજપ નેતા છે. વોર્ડ નં.4માં ભાજપના પૂર્વ મહામંત્રી રહી ચૂક્યા છે વિક્રમ ડાંગર જેમની પાસે સિટીબસનો કોન્ટ્રાક્ટ છે. અકસ્માતની ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. લોકોએ સિટીબસ પર પથ્થરમારો પણ કર્યો હતો. પોલીસ દ્વારા લોકોને કાબૂમાં લેવાનો પ્રયાસ કરાયો હતો. પોલીસે લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો.
વોર્ડ નં.4 ભાજપના પૂર્વ મહામંત્રી પાસે છે કોન્ટ્રાક્ટ
રાજકોટ શહેરમાં સિટીબસ દ્વારા કરવામાં આવેલા ગમખ્વાર અક્સ્માતમાં 4 નિર્દોષોનો ભોગ લેવાયો છે. આ ઘટના બાદ એક મોટું અપડેટસ સામે આવ્યું છે કે રાજકોટમાં સિટી બસના કોન્ટ્રાક્ટર ભાજપ નેતા છે. વોર્ડ નં.4માં ભાજપના પૂર્વ મહામંત્રી રહી ચૂક્યા છે વિક્રમ ડાંગર જેમની પાસે સિટીબસનો કોન્ટ્રાક્ટ છે. ભાજપ સાથે સંકળાયેલા હોવાથી વારંવાર વિક્રમ ડાંગરને કોન્ટ્રાક્ટ મળતો હોવાનું લોકો જણાવી રહ્યા છે. બસના ડ્રાઈવર, કંડક્ટરની વારંવાર બેદરકારી છતાં વિક્રમ ડાંગરને સિટી બસનો કોન્ટ્રાક્ટ અપાતો હતો.
-રંગીલા રાજકોટમાં રફ્તારના રાક્ષસે રોડ કર્યો રક્તરંજિત
-સિટી બસનો કાળો કહેર, ત્રણ હતભાગીના અકાળે મોત
-રાજકોટવાસીઓમાં ભારોભાર આક્રોશ, નેતાઓને સવાલ
-યમદૂત બનેલી સિટી બસનો જનતાએ વાળ્યો કચ્ચરઘાણ@RajkotPolice #Gujarat #Rajkot #Rajkotliveaccident #Citybus #GujaratFirst pic.twitter.com/P81MsYlqEX— Gujarat First (@GujaratFirst) April 16, 2025
આ પણ વાંચોઃ Rajkot : રંગીલા શહેરમાં રફ્તારના રાક્ષસે રોડ રક્તરંજિત કર્યો, જુઓ અકસ્માતનો Live Video
કુલ 4 નિર્દોષોનો ભોગ લેવાયો
રાજકોટના ઈન્દિરા સર્કલ પાસે સિટી બસે કુલ 5 લોકોને હડફેટે લીધા હતા. જેમાંથી કુલ 4 નિર્દોષોનું ઘટનાસ્થળે મૃત્યુ થયું છે. મૃતકોના મૃતદેહને હોસ્પિટલ પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. મૃતકના પરિજનોને ન્યાય આપવાની લોકોએ ઉગ્ર માગ કરી છે. મૃતક સંગીતાબેન બેલ બહાદુર (40) નેપાળી છે અને ઈન્દીરા સર્કલ પાસે બ્યુટી પાર્લરમાં નોકરી કરે છે. રાજુભાઈ મનુભાઇ ગીડા (35) સત્યમ પાર્ક, શેરી નંબર - 1, 80 ફૂટ રોડ, રાજકોટ મહાનગરપાલિકાના ઓડિટ વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા. મિરાજ (5) ભાણીને લઈને બાઈક પર જતા અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું છે.
પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીએ સંવેદના વ્યક્ત કરી
રાજકોટમાં થયેલા આ ગમખ્વાર અકસ્માતને લીધે આખા ગુજરાતમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ સમગ્ર ઘટના પર પ્રતિક્રિયા આપી છે. તેમણે મૃતકો પ્રત્યે સંવેદના વ્યકત કરી છે. વિજ્ય રૂપાણીએ જણાવ્યું કે, હું મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરૂં છું. પ્રથમ દ્રષ્ટિએ ડ્રાયવરની ગંભીર બેદરકારી છે. કોર્પોરેશને ગંભીરતાથી વિચારવાની જરૂર છે. ડ્રાઈવર્સનું ક્વોલિફિકેશન કોર્પોરેશન ચકાસે તે જરૂરી છે. કોર્પોરેશને વિચારણા કરીને આ સમગ્ર ઘટના મુદ્દે પગલાં ભરે તે જરૂરી છે.
આ પણ વાંચોઃ Rajkot ગમખ્વાર અકસ્માતમાં 4 નિર્દોષોના મોત, વિજય રૂપાણીએ વ્યકત કરી સંવેદના