Rajkot : રંગીલા રાજકોટમાં મહિલાનાં કારણે બે કુખ્યાત ગેંગ વચ્ચે ગેંગવોર? ફાયરિંગ કેસમાં 7 ની ધરપકડ
- Rajkot માં મંગળા રોડ પર હોસ્પિટલ પાસે ફાયરિંગનો મામલો
- રાજકોટમાં પેંડા ગેંગ અને મૂર્ઘા ગેંગનો આતંક!
- મંગળા મેઈન રોડ પર બંને ગેંગ વચ્ચે થયું હતું ફાયરિંગ
- કુખ્યાત બન્ને ગેંગનો સામસામે ત્રીજી વાર ગોળીબાર!
- અત્યાર સુધીમાં 7 આરોપીની કરવામાં આવી અટકાયત
- યુવતીને મામલે બંને ગેંગ વચ્ચે ફાયરિંગ થયાનાં અહેવાલ
Rajkot : રાજકોટમાં મંગળા મેઈન રોડ પર હોસ્પિટલ પાસે બે દિવસ પહેલા મોડી રાત્રે બેં ગેંગ વચ્ચે ગેંગવોર (Gang War) થઈ હતી, જેનાં કારણે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી હતી. આ મામલે હવે પોલીસને મોટી સફળતા મળી છે. પેંડા ગેંગ (Penda Gang) અને મૂર્ઘા ગેંગ (Murga Gang) વચ્ચે થયેલ આડેધડ ફાયરિંગ કેસમાં પોલીસે (Rajkot Police) બંને ગેંગનાં 7 આરોપીની અટકાયત કરી છે અને ગુનાનાં કામે વાપરવામાં આવેલી કાર, 2 દેશી પિસ્તોલ, 3 કારતૂસ સહિત કુલ 3.75 લાખથી પણ વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સાથે જ બાકીનાં આરોપીઓની શોધખોળ પણ ઝડપથી ચાલી રહી છે. પોલીસે ઝડપાયેલા આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી વધુ કાર્યવાહી આદરી છે.
Rajkot નાં માલિયાસણનાં રિંગરોડ પાસેથી બન્ને ગેંગનાં 7 સભ્યની ધરપકડ
રાજકોટમાં (Rajkot) મંગળા મેઈન રોડ (Mangla Main Road) પર 29 ઓક્ટોબરની મધરાત્રે કુખ્યાત પેંડા ગેંગ અને મૂર્ઘા ગેંગનાં લોકોએ એકબીજા પર ફાયરિંગ કર્યુ હતું, જેમાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો. માહિતી અનુસાર, આ ઘટના અંગે બન્નેમાંથી એક પણ ગેંગ તરફથી પોલીસ ફરિયાદ નહોતી નોંધાવવામાં આવી. પરંતું, પોલીસે જાતે ફરિયાદી બની બન્ને ગેંગનાં 11 શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. ઘટનાસ્થળેથી પોલીસને (Rajkot Police) 6 ખાલી કારતૂસ અને એક બુલેટ મળી આવી હતી. પોલીસે અલગ-અલગ ટીમ બનાવી સીસીટીવીનાં આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. દરમિયાન, માલિયાસણનાં રિંગરોડ પાસેથી બન્ને ગેંગનાં 7 સભ્યને ઝડપી લીધા હતા.
રાજકોટમાં મંગળા રોડ પર હોસ્પિટલ પાસે ફાયરિંગનો મામલો
અત્યાર સુધીમાં 7 આરોપીઓની કરવામાં આવી અટકાયત
મંગળા મેઈન રોડ પર બે ગેંગ વચ્ચે થયું હતું ફાયરિંગ
અન્ય આરોપીઓની પોલીસે શોધખોળ શરૂ કરી
આરોપી પાસેથી હથિયાર પણ કબજે કરવામાં આવ્યા
પેંડા ગેંગ અને મૂર્ઘા ગેંગ વચ્ચે આડેધડ ફાયરિંગ થયું… pic.twitter.com/XpTx5RS3z7— Gujarat First (@GujaratFirst) October 31, 2025
કાર, 2 દેશી પિસ્તોલ, 3 કારતૂસ સહિત કુલ 3.75 લાખથી વધુનો મુદ્દામાલ કબજે
આ ઝડપાયેલા આરોપીઓમાં હર્ષદીપ ઉર્ફે મેટિયો ઝાલા, જૈવિક ઉર્ફે મોન્ટુ રોજાસરા, જિગ્નેશ ઉર્ફે ભયલું ગઢવી, હિંમત ઉર્ફે કાળુ લાંગા ગઢવી, લકીરાજસિંહ ઝાલા, મનીષદાન ગઢવી અને પરિમલ ઉર્ફે પરિયો સોલંકીનો સમાવેશ થાય છે. પોલીસ તપાસ અનુસાર, ગેંગવોર દરમિયાન મૂર્ઘા ગેંગમાંથી સમીર ઉર્ફે સંજલો જુણેજા, મોટિયો ઝાલા અને ભયલો ગઢવીએ ફાયરિંગ કર્યું હતું. પેંડા ગેંગને (Penda Gang) માહિતી મળતાં તેઓ પણ ધસી આવ્યા અને પલટવારમાં ગોળીબાર કર્યો હતો. માહિતી અનુસાર, પોલીસે ગુનાનાં કામે વાપરવામાં આવેલી કાર, 2 દેશી પિસ્તોલ, 3 કારતૂસ સહિત કુલ 3.75 લાખથી પણ વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ કેસમાં બાકીનાં આરોપીઓની શોધખોળ ઝડપથી ચાલી રહી છે. પોલીસે ઝડપાયેલા આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી વધુ કાર્યવાહી આદરી છે.
આ પણ વાંચો - Surat : ઓલપાડનાં કીમ નજીક મોટી દુર્ઘટના! ટ્રેનની અડફેટે બે આશાસ્પદ યુવાનોનાં મોત
કેમ થઈ ગેંગવોર?
પ્રાથમિક માહિતી અનુસાર, ફાયરિંગ પાછળનું કારણ મહિલા હોવાનું મનાઈ રહ્યું છે. માલવિયાનગર વિસ્તારમાં (Malviyanagar) રહેતી 24 વર્ષીય મહિલાને મૂર્ઘા ગેંગનાં સભ્ય (Murga Gang) સાથે પ્રેમસંબંધ હતો. 15 જાન્યુઆરીનાં દિવસે યુવતીનાં ઘરે પેંડા ગેંગનાં કેટલાક સભ્યો પહોંચ્યા હતા. આથી, બન્ને ગેંગ વચ્ચે માથાકૂટ થઈ હતી. ત્યારે, પેંડા ગેંગનાં સભ્યો વિરુદ્ધ છેડતી, મારામારી સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. 15 ફેબ્રુઆરીનાં રોજ મૂર્ઘા ગેંગનાં સભ્યો દ્વારા પેંડા ગેંગનાં સભ્ય પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. એ બાબતે તાલુકા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ (Arms Act) સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેના 4 મહિના બાદ 16 ઓગસ્ટનાં રોજ ભક્તિનગર પોલીસ સ્ટેશન (Bhaktinagar Police Station) વિસ્તારમાં મૂર્ઘા ગેંગનાં સભ્ય પર પેંડા ગેંગનાં સભ્યો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યુ હતું. આમ, છેલ્લા 10 મહિનાથી બન્ને ગેંગ વચ્ચે અદાવત ચાલી આવે છે, જેના કારણે 29 ઓક્ટોબરની રાતનાં સાડા 3 વાગ્યે પેંડા અને મૂર્ઘા ગેંગનાં લોકો સામ-સામે આવી ગયા હતા. એકબીજા પર 8-9 રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું. જો કે, આ દરમિયાન ત્યાં પાર્ક કરેલા વાહનોને મોટાપાયે નુકસાન થયું હતું.
આ પણ વાંચો - Farmers Movement : કોંગ્રેસની ખેડૂતો માટે યાત્રા, સૌરાષ્ટ્રભરમાં 1થી 13 નવેમ્બર સુધી ધરણા, ઘેરાવ અને આક્રોશ યાત્રા


