Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rajkot : ગેસ સિલિન્ડરમાં આગ લાગ્યા બાદ થયો મોટો ધડાકો, ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડાયા

Rajkot શહેરમાં એક મોટી ઘટના બની છે જેમાં ગેસ લિકેજના કારણે પહેલા આગ લાગી અને ત્યારબાદ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો, તો ઘટનાની જાણ થતાની સાથે ફાયર વિભાગ પણ સ્થળ પર પહોંચ્યું હતુ અને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી, તો ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડાયા છે, પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી છે.
rajkot   ગેસ સિલિન્ડરમાં આગ લાગ્યા બાદ થયો મોટો ધડાકો  ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડાયા
Advertisement
  • Rajkot ના હંસરાજ નગરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ
  • આગ લાગ્યા બાદ બ્લાસ્ટ થયો હોવાની માહિતી
  • ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા
  • આગના કારણે અન્ય મકાનને પણ નુકસાન
  • ઈજાગ્રસ્તોની હાલત સુધારા પર છે

Rajkot : રાજકોટના હંસરાજ નગર (hanshraj nagar) માં ગેસ સિલિન્ડર (gas cylinder) માં આગ લાગ્યા બાદ બ્લાસ્ટની ઘટના બની છે અને આગ એટલી ઝડપી વિકરાળ બની હતી કે આસપાસના મકાનો (house) ને પણ નુકસાન પહોંચ્યું હતુ, અને ઘરમાં રહેલ પરિવાર ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ (rajkot civil hospital) માં ખસેડાયા છે અને રસોઈ બનાવતી વખતે આ ઘટના બની હોવાની માહિતી સામે આવી છે, ત્યારે આ કેસમાં ઘરમાં રહેલી ઘરવખરી પણ બળીને ખાખ થઈ છે.

Rajkot ગેસ સિલિન્ડરમાં આગ લાગ્યા બાદ ધડાકો

હંસરાજ નગરમાં ગેસ સિલિન્ડર આગથી 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને મોડી રાત્રે આ બનાવ બનતા લોકોમાં દોડધામ મચી હતી, અને આસપાસના લોકો પણ મદદે દોડી આવ્યા હતા, રસોઈ બનાવતા હતા તે વખતે ગેસ લિકેજ થયો અને આગ લાગી ત્યારબાદ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો, આગ લાગતાની સાથે આસપાસના ઘરમાં પણ નુકસાન થયું હતુ અને યુપી થી પરિવાર પરિવારનું ગુજરાન ચલાવવા માટે રાજકોટ આવ્યો હતો. ઈજાગ્રસ્તોની તબિયત હાલ સુધારા પર છે.

Advertisement

rajkot gas cylinder

Advertisement

ગેસ લીકેજ થાય તો આ વાતનું રાખો ધ્યાન

ગેસ સિલિન્ડર લીક થાય ત્યારે ગભરાયા વગર તરત જ રેગ્યુલેટર બંધ કરો, બારી-બારણાં ખોલી નાખો, અને લાઈટ કે ઇલેક્ટ્રિક સ્વીચ ચાલુ-બંધ ન કરો. સિલિન્ડરને ખુલ્લી જગ્યામાં મૂકો, સલામતી કેપ લગાવો અને ગેસ એજન્સીને જાણ કરો. આગ કે માચીસ સળગાવવાથી સખત બચો, કારણ કે આ મોટી દુર્ઘટના નોતરી શકે છે.

ઘટનામાં ઇજાગ્રસ્તના નામ

1. રીમા કેવડ.
2. વિશાલ ચોહાણ
3. પરવેજ ચોહાણ
4. સત્યેન્દ્ર ચોહાણ
5.શિવમ ચોહાણ

આ પણ વાંચો : Surat ના લિંબાયત વિસ્તારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના

Tags :
Advertisement

.

×