Gondal: આશાપુરા અને સેતુબંધ ડેમ નર્મદાના નીરથી છલોછલ ભરાશે, પાણીની તંગી ભૂતકાળ બનશે
Gondal ના આશાપુરા અને સેતુબંધ ડેમને 7-8 દિવસમાં નર્મદાના નીરથી ભરી દેવાશે. ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પ્રયાસોથી શહેરને આ પાણી મળ્યું છે. હાઈટેક પંપિંગ સિસ્ટમ દ્વારા પ્રતિ કલાકે 2.5 લાખ લીટર પાણી ડેમમાં ઠાલવાઈ રહ્યું છે. આ આયોજનથી ભગવતપરા અને SRP કેમ્પ સહિતના વિસ્તારોમાં પાણીની તંગી દૂર થશે અને ઉનાળામાં પણ લોકોને નિયમિત પાણીનો પુરવઠો મળી રહેશે.
Advertisement
Gondal: ગોંડલની જીવાદોરી સમાન આશાપુરા ડેમ અને સેતુબંધ ડેમને આગામી 7 થી 8 દિવસમાં નર્મદાના નીરથી છલોછલ ભરી દેવામાં આવશે. ગોંડલ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે શ્રીફળ વધેરી અને પુષ્પોની વર્ષા કરીને વિધિવત રીતે નર્મદા મૈયાના નીરના વધામણાં કરવામાં આવ્યા હતા.

