Rajkot Accident News: ગોંડલ નજીક 62 મુસાફરો ભરેલી બસ ખાડામાં ખાબકી, બગદાણાથી પરત ફરતા યાત્રાળુઓને નડ્યો અકસ્માત
- Rajkot ના ગોંડલ નજીક દર્શનાર્થીઓની બસ પલટી
- અકસ્માતમાં બે મહિલા યાત્રાળુઓના થયા મોત
- બગદાણાથી પરત ફરતી વખતે નડ્યો અકસ્માત
- વોરા કોટડા પાસે સિંગલ રોડ પરની ઘટના
- ટ્રકને સાઇડ આપવા જતાં બસ ખાડામાં ખાબકી
- બસમાં સવાર 62 મુસાફરોમાંથી અનેક ઇજાગ્રસ્ત
Rajkot Gondal Bus Accident Today: રાજકોટ (Rajkot) ના ગોંડલ (Gondal) પાસે વહેલી સવારે યાત્રાળુઓથી ભરેલી એક ખાનગી લક્ઝરી બસ પલટી મારી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પ્રસિદ્ધ યાત્રાધામ બગદાણા (Bagdana) થી દર્શન કરીને પરત ફરી રહેલી આ બસને નડેલા અકસ્માતમાં 2 મહિલા યાત્રાળુઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.
વહેલી સવારે સર્જાયો અકસ્માત
મળતી માહિતી મુજબ, આ ગોઝારી ઘટના આજે વહેલી સવારે આશરે 4:30 વાગ્યે ગોંડલના વોરા કોટડા (Vora Kotda) ગામ નજીક સિંગલ પટ્ટી રોડ પર બની હતી. બગદાણાથી દર્શન કરી પરત ફરી રહેલી ટ્રાવેલ્સની બસ સામેથી આવી રહેલા એક ટ્રકને સાઇડ આપવા માટે રિવર્સ લઈ રહી હતી. આ દરમિયાન ચાલકે કાબૂ ગુમાવતા બસ રોડ નજીક આવેલા ઊંડા ખાડામાં ખાબકી હતી અને પલટી મારી ગઈ હતી. અકસ્માત સમયે બસમાં બાળકો અને મહિલાઓ સહિત કુલ 62 જેટલા મુસાફરો સવાર હતા.
View this post on Instagram
કાચ તોડીને મુસાફરોને બહાર કઢાયા
અકસ્માત થતાં જ મુસાફરોમાં ચીસાચીસ અને બૂમાબૂમ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનો, સામાજિક કાર્યકરો અને પોલીસ કાફલો તુરંત ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઈજાગ્રસ્ત થયેલા મુસાફરોને બસના કાચ તોડીને બહાર કાઢવામાં આવ્યા હતા. રાહત અને બચાવ કાર્ય માટે 108 , ગોંડલ નગરપાલિકા (Gondal Municipality) અને શિવમ સાર્વજનિક ટ્રસ્ટ (Shivam Sarvajanik Trust) ની એમ્બ્યુલન્સો સહિત ખાનગી વાહનો મારફતે તમામ ઈજાગ્રસ્તોને ત્વરિત ગોંડલ સિવિલ હોસ્પિટલ (Gondal Civil Hospital) ખાતે સારવાર માટે ખસેડાયા હતા.
5 મુસાફરોની હાલત ગંભીર
આ અકસ્માતમાં ભોગ બનેલા મુસાફરો પૈકી ૫ યાત્રાળુઓની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે, જેમને વધુ સારવાર અર્થે રાજકોટ (Rajkot) અને ગોંડલની ખાનગી હોસ્પિટલોમાં રિફર કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા મૃતક મહિલાઓના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલીને અકસ્માત અંગેનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Gondal Accident : ગોંડલ નજીક 62 મુસાફરો ભરેલી લક્ઝરી બસ પલટી | Gujarat First
બગદાણાથી પરત ફરતા યાત્રાળુઓને નડ્યો અકસ્માત
રાજકોટના ગોંડલ નજીક દર્શનાર્થીઓની બસ પલટી
અકસ્માતમાં બે મહિલા યાત્રાળુઓના થયા મોત
બગદાણાથી પરત ફરતી વખતે નડ્યો અકસ્માત
વોરા કોટડા પાસે સિંગલ રોડ પરની ઘટના… pic.twitter.com/d4JYejLlcq— Gujarat First (@GujaratFirst) May 25, 2026
આ પણ વાંચો: Gujarat News Today: આજે 25 મે 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?


