Rajkot: ગોંડલ હચમચી ગયું! જૂની અદાવતમાં રિક્ષા સળગાવી, શું છે કારણ?
- Rajkot:ગોંડલમાં જૂની અદાવતમાં રિક્ષા સળગાવી પથ્થરમારો
- આંબેડકર ચોકમાં પાર્ક કરેલી રિક્ષાને અજાણ્યા શખ્સે આગ ચાંપી
- આગ બાદ તોફાની તત્વોએ પથ્થરમારો કરી ગાળાગાળી કરી
Rajkot:ગોંડલ શહેરમાં ફરી એકવાર જૂની અદાવતની આગમાં વાતાવરણ તંગ બન્યું છે. ગત મોડી સાંજે શહેરના વ્યસ્ત ગણાતા આંબેડકર ચોક (Ambedkar Chowk) વિસ્તારમાં પાર્ક કરેલી એક રિક્ષાને અજાણ્યા શખ્સો દ્વારા આગ ચાંપી દેવામાં આવતા અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટના બાદ અસામાજિક તત્વોએ પથ્થરમારો કરી ગાળાગાળી કરતા મામલો વધુ બિચક્યો હતો.
Rajkot:ભરચક વિસ્તારમાં રિક્ષાને ટાર્ગેટ કરવામાં આવી
મળતી માહિતી મુજબ ગોંડલ (Gondal) ના આંબેડકર ચોકમાં રહેતા એક શ્રમિકની રિક્ષા (GJ03AZ 3346) રાત્રિના સમયે પાર્ક કરેલી હતી. આ દરમિયાન અજાણ્યા શખ્સોએ જૂની અદાવતનું વેર વાળવા માટે રિક્ષા પર જ્વલનશીલ પદાર્થ છાંટી તેને સળગાવી દીધી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ (Fire Brigade) ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં રિક્ષાનો મોટો ભાગ બળીને ખાખ થઈ ગયો હતો.
Rajkot:પથ્થરમારો અને તોફાની તત્વોનો આતંક
આરપો છે કે રિક્ષા સળગાવવાની ઘટના બાદ મામલો શાંત પડવાને બદલે વધુ ઉગ્ર બન્યો હતો. ઉશ્કેરાયેલા તોફાની તત્વોએ કડિયા લાઈન (Kadiya Line) વિસ્તારમાં પથ્થરમારો શરૂ કર્યો હતો. આ શખ્સોએ જાહેરમાં ગાળાગાળી કરી ભયનું વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક રહીશોમાં આ ઘટનાને પગલે ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસ (Police) કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
આ પણ વાંચોઃ Rajkot: શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી રાજકોટની મુલાકાતે
અપહરણની ફરિયાદ ન લીધાના આક્ષેપ
આ સમગ્ર હિંસા પાછળ પોલીસની ઢીલી કામગીરી હોવાનો સ્થાનિકોએ ગંભીર આરોપ લગાવ્યો છે. લોકોના આરોપ છે કે સાંજે આ જ વિસ્તારમાંથી એક યુવકનું અપહરણ (Kidnapping) થયું હતું. આ અંગે સ્થાનિકો જ્યારે ફરિયાદ નોંધાવવા ગયા ત્યારે પોલીસે કોઈ પણ કારણસર ફરિયાદ નોંધી ન હતી.
CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ
હાલમાં ગોંડલ પોલીસે સમગ્ર વિસ્તારમાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો છે. સીસીટીવી (CCTV) ફૂટેજ એકત્રિત કરવામાં આવ્યા છે જેથી રિક્ષા સળગાવનાર અને પથ્થરમારો કરનાર શખ્સોની ઓળખ થઈ શકે.
આ પણ વાંચોઃ Rajkot: 'તમારા દિકરાને DSP ની પરિક્ષામાં પાસ કરાવી દઈશ', નકલી IPS નીકળ્યો ફિલ્મ પ્રોડ્યુસર!


