Gondal માં ભયંકર અકસ્માત, જુપીટર સાથે વૃધ્ધ 10 ફૂટ ઊંડા ખાડામાં ખાબક્યા
- Gondal: કેરીની ખરીદી બની આખરી સફર
- ખાડામાં ખાબકતા વૃદ્ધનું મોત
- ઘરે પહોંચે તે પહેલા જ કાળ ભેટ્યો.
- 10 ફૂટ ઊંડો ખાડો જીવલેણ સાબિત થયો
Gondal Accident: ગોંડલ તાલુકાના ગુંદાળા-પાટીદળ રોડ પર આજે એક અત્યંત હૃદયદ્રાવક અકસ્માત (Accident) સર્જાયો હતો. પાટીદળ (Patidal) ગામે રામજી મંદિર પાસે રહેતા 70 વર્ષીય વૃદ્ધ ગોપાલભાઈ ઉકાભાઈ વેકરિયા (Gopalbhai Ukabhai Vekaria) પોતાનું જુપીટર ટૂ વ્હિલર લઈને ગોંડલથી સિઝનની કેરીની ખરીદી કરીને પરત ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન ગુંદાળા ગામના પેટ્રોલ પંપ પાસે આવેલી જોખમી ગોળાઈમાં (Curve) અચાનક તેમણે વાહન પરથી સંતુલન (Balance) ગુમાવ્યું હતું.
10 ફૂટ ઊંડા ખાડામાં ખાબક્યું જુપીટર
ચાલકે કાબૂ ગુમાવતા જુપીટર સવાર વૃદ્ધ રોડની સાઈડમાં આવેલા અંદાજે 10 ફૂટ ઊંડા ખાડામાં (Ditch) જઈ પડ્યા હતા. આ ખાડો પથ્થરોથી ભરેલો હોવાથી ગોપાલભાઈનું માથું પથ્થર સાથે જોરદાર રીતે અથડાયું હતું. માથાના ભાગે ગંભીર ઈજા (Severe Injury) પહોંચતા લોહીલુહાણ હાલતમાં તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત (Death) નીપજ્યું હતું. રસ્તા પર વિખરાયેલી કેરીઓ અને લોહીના ડાઘા જોઈને પસાર થતા રાહદારીઓના કાળજા કંપી ઉઠ્યા હતા.
પરિવારમાં શોકનું મોજું
ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ (Ambulance) દોડી આવી હતી. મૃતદેહને તાત્કાલિક પોસ્ટમોર્ટમ (Post-mortem) માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મૃતક ખેતીકામ (Farming) કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને તેમના પરિવારમાં પત્ની તથા બે પુત્રો છે. પિતાના આકસ્મિક નિધનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો (Police Complaint) નોંધી વધુ કાયદેસરની તપાસ શરૂ કરી છે.
અહેવાલઃ વિશ્વાસ ભોજાણી
આ પણ વાંચોઃ Rajkot માં DyCM હર્ષભાઈ સંઘવીનો પ્રચંડ પ્રચાર, રોડ શો શરૂ


