Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gondal તાલુકામાં આવતીકાલે 26 બેઠકો માટે ચૂંટણી જંગ, મતદારો માટે શું છે વ્યવસ્થા?

ગોંડલ તાલુકા અને જિલ્લા પંચાયતની 26 બેઠકો માટે આવતીકાલે મતદાન યોજાશે. વહીવટી તંત્રએ 327 મતદાન મથકો પર 1 હજારથી વધુ કર્મચારીઓ અને સુરક્ષા દળો તૈનાત કર્યા છે. ગરમીને જોતા મતદારો માટે ખાસ સુવિધાઓ ઊભી કરાઈ છે. સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી યોજાનારા આ મતદાનમાં વધુમાં વધુ લોકો જોડાય તેવી અપીલ કરવામાં આવી છે.
gondal તાલુકામાં આવતીકાલે 26 બેઠકો માટે ચૂંટણી જંગ  મતદારો માટે શું છે વ્યવસ્થા
Advertisement
  • Gondal માં આવતીકાલે 26 બેઠકો માટે મતદાન થશે
  • તંત્રએ કુલ 327 મતદાન મથકો તૈયાર કર્યા
  • 1 હજારથી વધુ કર્મચારીઓ ચૂંટણી ફરજ પર તૈનાત

Gondal: ગોંડલ શહેર અને તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Local Body Elections) નો ગણગણાટ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. આવતીકાલે રવિવાર 26 એપ્રિલના રોજ તાલુકા અને જિલ્લા પંચાયતની કુલ 26 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

Advertisement

Gondal માં 33 અતિ-સંવેદનશીલ બૂથ

ગોંડલ તાલુકા પંચાયત ની 21 અને જિલ્લા પંચાયત 5 બેઠકો પર 327 મતદાન મથકો છે જેમાં તાલુકા પંચાયતના 159 બૂથ અને જિલ્લા પંચાયત 168 બૂથ જેમાં 57 સંવેદનશીલ બૂથ અને 33 અતિ-સંવેદનશીલ બૂથ જાહેર કર્યા છે.

Advertisement

પોલિંગ સ્ટાફ મતદાન મથકો પર રવાના

ગોંડલના ગુંદાળા રોડ પર આવેલી સેન્ટમેરી સ્કૂલ ખાતેથી EVM મશીનોની ફાળવણી કરવામાં આવી હતી. 1000થી વધુ પોલિંગ સ્ટાફ (પ્રિસાઈડિંગ ઓફિસર અને મહિલા પોલિંગ ઓફિસરો સહિત) પોતપોતાના નિયત મથકો પર રવાના થઈ ચૂક્યા છે. અને મતદાન આવતીકાલે સવારે 7:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધી ચાલશે.

Gondal_electioN_GujaratFirst (2) 3

ચુસ્ત પોલીસ બંદોબસ્ત

ચૂંટણી નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે અધિકારીઓની મોટી ફોજ તૈનાત કરવામાં આવી છે. જેમાં મુખ્ય જવાબદારી તરીકે બી.આર. સોજીત્રા (નાયબ જિલ્લા વિકાસ અધિકારી), આર.બી. ડોડીયા (મામલતદાર), એસ.પી. ડાંગર (TDO) હેઠળ 22 ઝોનલ ઓફિસર્સ અને 22 મદદનીશ ઝોનલ ઓફિસર નો સમાવેશ છે. સંવેદનશીલ બૂથ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સતત પેટ્રોલિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

ગરમીને ધ્યાને રાખી મતદારો માટે ખાસ વ્યવસ્થા

એપ્રિલની કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મતદારો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે દરેક બૂથ પર ઠંડા પીવાના પાણીની વ્યવસ્થા, વીજળી, પંખા અને છાંયડાની સુવિધા, દિવ્યાંગો અને વૃદ્ધો માટે વ્હીલચેર અને રેમ્પની સુવિધા થી સજ્જ છે. વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને નિર્ભય થઈને અને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરવામાં આવી છે.

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી

આ પણ વાંચોઃ Nadiad માં મતદાન જાગૃતિનો નવતર પ્રયોગ! 131 ફૂટની રંગોળી દ્વારા શિક્ષકે જીત્યા સૌના દિલ

Tags :
Advertisement

.

×