રાજકોટના હડમતાળા GIDC માં મધ્યરાત્રિએ પ્રચંડ આગ: કારખાનું બળીને ખાખ, કરોડનું નુકસાન
Rajkot Fire News: રાજકોટ (Rajkot) જીલ્લાના ગોંડલ હડમતાળા GIDC (Hadamtala GIDC) ખાતે આવેલ એચ.ડી. પોલી પ્લાસ્ટ (HD Poly Plast) કારખાનામાં મોડી રાત્રે શોર્ટ સર્કિટના કારણે વિકરાળ આગ ફાટી નીકળી હતી. ગોંડલ, રાજકોટ અને શાપર (Shapar) ની ફાયર ટીમોએ 10 કલાકથી વધુ સમય સુધી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ દુર્ઘટનામાં 3 થી 4 કરોડનું નુકસાન થયું છે, પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી.
Advertisement
Rajkot Fire News: રાજકોટ (Rajkot) જિલ્લાના ગોંડલ (Gondal) પંથકમાં આવેલી હડમતાળા GIDC (Hadamtala GIDC) માં મોડી રાત્રિના સમયે એક કારખાનામાં અચાનક વિકરાળ આગ ફાટી નીકળવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. અહીં આવેલ 'એચ.ડી. પોલી પ્લાસ્ટ' નામના કારખાનાને આગે પોતાની ઝપેટમાં લઈ લીધું હતું. પ્લાસ્ટિક અને અન્ય જ્વલનશીલ સામગ્રીના કારણે આગે જોતજોતામાં એટલું રોદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે આકાશમાં દૂર-દૂર સુધી ધુમાડાના કાળા ડિબાંગ ગોટેગોટા જોવા મળ્યા હતા.

