Rajkot : સમગ્ર સૌરાષ્ટ્રમાં વિવિધ જણસીઓની આવકમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડે પ્રથમ સ્થાન મેળવ્યું
- વિવિધ જણસીઓની આવક મામલે સમગ્ર સૌરાષ્ટ્રમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડે પ્રથમ સ્થાને
- વાર્ષિક ટર્નઓવર મામલે સમગ્ર ગુજરાતમાં સુરત બાદ ગોંડલ માર્કેટિંગ યાર્ડ બીજા સ્થાને
- ગોંડલ યાર્ડ વાર્ષિક ટર્નઓવર 46.91 કરોડ રૂપિયા સાથે સમગ્ર રાજ્યમાં બીજા સ્થાને રહ્યું
- 89 લાખ 5 હજાર 300 કવિન્ટલ આવક સાથે સમગ્ર ભારતભરમાં ગોંડલ યાર્ડ મોખરે
Rajkot : સૌરાષ્ટ્રનું અગ્રીમ અને ખેડૂતો માટે આસ્થાનું કેન્દ્ર ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં (Gondal Marketing Yard) વિવિધ જણસીઓની સિઝન પ્રમાણે વિપુલ પ્રમાણમાં આવક થતી હોય છે. ત્યારે આ વર્ષના જણસીની આવકનાં આંકડામાં ગોંડલ યાર્ડ સૌરાષ્ટ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. જ્યારે, વાર્ષિક ટર્નઓવરમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે સુરત (Surat) બાદ બીજા ક્રમે ગોંડલ માર્કેટિંગ યાર્ડ આવ્યું છે.
ગોંડલ યાર્ડમાં 40 થી વધુ જણસીની થાય છે આવક
ગોંડલ માર્કેટિંગ યાર્ડ (Gondal Marketing Yard) 100 એકરમાં પથરાયેલું છે. ત્યારે યાર્ડમાં લસણ, ડુંગળી, મરચા, મગફળી, ધાણા, જીરું સહિતની જણસીની આવકનું હબ માનવામાં આવે છે. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી (Saurashtra) જેમકે રાજકોટ (Rajkot), મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, જુનાગઢ સહિતનાં જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાની જણસી વેચવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે.
આ પણ વાંચો - Sabarkantha : વિરપુરમાં અગાઉનાં ઝઘડાની અદાવત રાખી મહિલા પર હુમલો, 3 સામે ફરિયાદ
સમગ્ર ગુજરાતમાં આવકની દ્રષ્ટિ ગોંડલ યાર્ડ પ્રથમ
યાર્ડનાં ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ (Alpeshbhai Dholaria) જણાવ્યું હતું કે ગોંડલ માર્કેટિંગ યાર્ડ માટે તેમ જ સમગ્ર સૌરાષ્ટ્રનાં ખેડૂતો માટે ખુશીની વાત છે. કારણ કે ગોંડલ યાર્ડ ખેડૂતોનું યાર્ડ છે. આ વર્ષનાં આવકનાં આંકડામાં ગોંડલ યાર્ડ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં નંબર વન પર આવ્યું છે. સમગ્ર ગુજરાતનાં જણસીની આવકનાં ડેટા ગુજરાત નિયંત્રિત બજાર સંઘ-અમદાવાદ દ્વારા લેવાતા હોય છે. જ્યારે, ટર્નઓવરમાં પ્રથમ સુરત બાદ ગોંડલ યાર્ડ સમગ્ર ગુજરાતમાં વાર્ષિક ટર્નઓવર 46.91 કરોડ રૂપિયા સાથે બીજા સ્થાને રહ્યું હતું. સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો જ્યારે અહીં પોતાની જણસી લઈને અહીં વેચવા આવે છે ત્યારે સમગ્ર ભારતની અંદર 89 લાખ 5 હજાર 300 કવિન્ટલ આવક સાથે સમગ્ર ભારતભરમાં ગોંડલ યાર્ડ મોખરે રહ્યું છે. ગોંડલ યાર્ડમાં જે પણ વ્યવસ્થાઓ થાય છે એ માત્ર ખેડૂતો માટે કરવામાં આવે છે. એટલા માટે જ ગોંડલ યાર્ડમાં વિવિધ જણસીઓ ઉપરાંત સફરજન, કેસર કેરી, દ્રાક્ષ, ખારેક આવકમાં ગુજરાતમાં નંબર વન પર હોય છે.
આ પણ વાંચો - Surat : કીમ નદી બે કાંઠે, 20 ફૂટ ઊંચો હાઈ બેરલ બ્રિજ પાણીમાં ગરકાવ
વરસાદમાં માલ ન પલળે તે માટે યાર્ડમાં 1.85 લાખ સ્કવેર ફિટનો શેડ બનાવ્યો
તેમણે વધુમાં જણાવ્યું કે, યાર્ડમાં શાકભાજીની પણ અઢળક આવક થતી હોય છે. હાલ ગોંડલ યાર્ડ ખેડૂતો માટે ગમે ત્યારે માવઠું કે વરસાદની પરિસ્થિતિ આવે ત્યારે આવતા સિઝનની અંદર કોઈ પણ ખેડૂતોનો માલ ન પલળે તેને લઈને અત્યારે 1 લાખ 85 હજાર સ્કવેર ફિટનો શેડ બનાવ્યો છે. ઉપરાંત, બીજો 35 વિઘાનો શેડ બની રહ્યો છે. ગોંડલ યાર્ડની અંદર હરહમેંશા જે કાંઈ આવક થાય તેનો ઉપયોગ ખેડૂતોની સુવિધા માટે કરવામાં આવે છે. સમગ્ર વિશ્વમાંથી વેપારીઓને બોલાવી ખેડૂતોએ મહામહેનતે પકાવેલ જણસીઓનાં ભાવ સારા મળે તે માટેની વ્યવસ્થા પણ ગોંડલ યાર્ડ કરતું હોય છે.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો - Gujarat Weather : આગામી દિવસોમાં ફરી ધબધબાટી બોલાવશે વરસાદ! જાણો આગાહી