Gondal Firing Case : જેલમાં હોવા છતાં સાક્ષીને ધમકી આપી? ગોંડલના રીબડા ફાયરિંગ કેસમાં નવો વળાંક, હાર્દિક જાડેજા સામે ફરી ફરિયાદ
Gondal Ribda Petrol Pump Firing Case : રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડા ખાતે ગત વર્ષે થયેલા ચકચારી પેટ્રોલ પંપ ફાયરિંગ કેસમાં નવો વળાંક આવ્યો છે. આ કેસના મહત્વના સાક્ષી એવા સિંધાવદરના ખેડૂતને જેલમાં બંધ આરોપી હાર્દિકસિંહ જાડેજાએ કેસ પાછો ખેંચી લેવા અને નહીંતર જાનથી મારી નાખવાની ધમકી આપતા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નવી ફરિયાદ નોંધાઈ છે.
Advertisement
Gondal Ribda Petrol Pump Firing Case : ગોંડલ તાલુકાના રીબડા ખાતે ગત વર્ષે બનેલા ચકચારી પેટ્રોલ પંપ ફાયરિંગ કેસમાં એક અત્યંત ગંભીર અને ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે. આ કેસમાં હાલ જેલહવાલે રહેલા આરોપી હાર્દિકસિંહ જાડેજા સામે કેસના સાક્ષીને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

