Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot: કાર અથડાવા બાબતે જૂથ અથડામણ, ત્રણ વ્યક્તિના મોત

Rajkot: માં કાર અથડાવા બાબતે દિવાળી પૂર્વે જૂથ અથડામણ થઇ છે. જેમાં જૂથ અથડામણમાં ત્રણ વ્યક્તિના મોત થયા છે. રાજકોટના 150 ફૂટ રીંગરોડ પર આવેલ આંબેડકરનગર વિસ્તારમાં ઘટના બની છે. મોડી રાત્રે બનેલી ઘટનામાં પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા
rajkot  કાર અથડાવા બાબતે જૂથ અથડામણ  ત્રણ વ્યક્તિના મોત
Advertisement
  • Rajkot: 150 ફૂટ રીંગરોડ પર આવેલ આંબેડકરનગર વિસ્તારમાં ઘટના બની
  • જૂથ અથડાણમાં બન્ને જૂથે ધોકા, છરી, પાઈપ સાથે સરાજાહેર મારામારી કરી
  • પોલીસે જૂથ અથડામણમાં બંને પક્ષ સામે કાયદેસરની કાર્યવાહી કરી

Rajkot: માં કાર અથડાવા બાબતે દિવાળી પૂર્વે જૂથ અથડામણ થઇ છે. જેમાં જૂથ અથડામણમાં ત્રણ વ્યક્તિના મોત થયા છે. રાજકોટના 150 ફૂટ રીંગરોડ પર આવેલ આંબેડકરનગર વિસ્તારમાં ઘટના બની છે. મોડી રાત્રે બનેલી ઘટનામાં પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે. જૂથ અથડાણમાં બન્ને જૂથે ધોકા, છરી, પાઈપ સાથે સરાજાહેર મારામારી કરી છે.

પોલીસે જૂથ અથડામણમાં બંને પક્ષ સામે કાયદેસરની કાર્યવાહી કરી

રાજકોટ શહેરમાં નજીવી વાતમાં ત્રિપલ મર્ડરની ઘટના સામે આવતા સ્થાનિકોમાં ચકચાર મચી ગયો છે. શહેરના આંબેડકરનગરમાં એક સાથે ત્રણ હત્યા થઈ જતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો મોડી રાત્રે ઘટનાસ્થળે પહોંચ્યો હતો. કાળી ચૌદશની મધ્યરાત્રિના વાહન અથડાવવા જેવી નજીવી બાબતમાં બે સગા ભાઈ સુરેશ વશરામ પરમાર અને વિજય વશરામ પરમારની છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવાઈ હતી. તેમજ સામા પક્ષે હુમલો કરનાર અરુણ બારોટની પણ હત્યા કરી નાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આંબેડકરનગર વિસ્તારમાં મોડી રાત્રે ત્રણ-ત્રણ હત્યાને પગલે ખળભળાટ મચી ગયો છે. પોલીસે જૂથ અથડામણમાં બંને પક્ષ સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.

Advertisement

Murder of teacher couple solved in Bharuch's Valiya at Gujarat

Advertisement

Rajkot:  આંબેડકરનગર વિસ્તારમાં જૂથ અથડામણની ઘટના સામે આવી

ગોંડલ રોડ પર આવેલા આંબેડકરનગર વિસ્તારમાં જૂથ અથડામણની ઘટના સામે આવી હતી, જેમાં વાહન અથડાવા જેવી નજીવી બાબતમાં બન્ને જૂથના લોકો આમને સામને આવી ગયા હતા. આ જૂથ અથડામણમાં બે સગાભાઈના મોત થયા છે. સામેના જૂથના લોકોએ છરી વડે હુમલો કરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બે સગા ભાઈના મોત નિપજ્યા હતા. જયારે અન્ય લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Palitana, Property, Police, @ Gujarat First

10:30થી 11:00 વાગ્યા આસપાસ તેમનું વાહન અથડાયું હશે

મૃતક બન્ને ભાઈના પિતા વશરામભાઇએ જણાવ્યું હતું કે, મારા બન્ને દીકરા મજૂરી કામ કરતા હતા. જેઓ મજૂરી કામ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. જે દરમિયાન 10:30થી 11:00 વાગ્યા આસપાસ તેમનું વાહન અથડાયું હશે. જેથી તેમને સામે જોઈને ચલાવવા બાબતે કહ્યું હતું. જે બાબતે બોલાચાલી થતા સામેવાળા લોકોએ મારા બન્ને દીકરા એના દીકરા તેમજ મારી પુત્રવધૂ ઉપર છરીઓ ઉગામી છે. જેમાં મારા બન્ને દીકરાના મોત થઇ ગયા છે.

આ પણ વાંચો: Diwali 2025 Shubh Muhurat: આજે છે દિવાળી, જાણો લક્ષ્મી-ગણેશ પૂજાનો શુભ મુહૂર્ત અને પૂજનની ખાસ વિધિ

Tags :
Advertisement

.

×