Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rajkot : સ્વાદના ચટાકીયાઓ ચેતી જજો, પનીરમાં મિલ્ક ફેટના બદલે પામતેલનો ઉપયોગ થતો હોવાની વાત!

Rajkot : સ્વાદના શોખીનો તમે રેસ્ટોરન્ટમાં જમવા જાવ છો તો ચેતી જજો, રાજકોટ આરોગ્ય વિભાગે રેસ્ટોરન્ટમાંથી લીધેલા પનીરના નમૂના ફેલ થયા છે, રાજકોટ ઇન્દિરા સર્કલ પાસે આવેલ અંજલિ ચાઈનીઝમાં પનીરના નમૂના ફેલ ગયા હોવાની વાત સામે આવી છે. સાથે સાથે રામાપીર ચોકડી પાસે આવેલ પ્રેમવાટિકા રેસ્ટોરન્ટમાંથી લેવામાં આવેલ લુઝ પનીરનો નમૂનો પણ ફેલ ગયો હોવાની વાત સામે આવી છે.
rajkot   સ્વાદના ચટાકીયાઓ ચેતી જજો  પનીરમાં મિલ્ક ફેટના બદલે પામતેલનો ઉપયોગ થતો હોવાની વાત
Advertisement
  • Rajkot આરોગ્ય વિભાગે લીધા નમૂના
  • રેસ્ટોરન્ટમાંથી લીધા પનીર અને ફૂલ ક્રીમ મિલ્કના નમૂના
  • અલગ-અલગ 7 સ્થળેથી લીધા નમૂના
  • રેસ્ટોરન્ટના માલિક સામે થઈ શકે છે કાર્યવાહી
  • નમૂનાને પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યા

Rajkot : રંગીલા રાજકોટમાં ખાવાની અલગ-અલગ વાનગીઓ (food) ઢગલાબંધ મળે છે. ત્યારે આરોગ્ય વિભાગ પણ સતર્ક છે, રાજકોટમાં આવેલી અલગ-અલગ રેસ્ટોરન્ટમાંથી (restaurant) પનીરના (panner) નમૂના લેવામાં આવ્યા છે, અને પનીરના નમૂના ફેલ ગયા હોવાની વાત સામે આવી છે. વાવડી રોડ મધુવન ડેરીમાંથી (dairy) ફૂલ ક્રીમ મિલ્કનો નમૂનો ફેલ થયો છે. સાથે આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ 7 સ્થળેથી પનીર અને ચીઝના નમૂના લેવામાં આવ્યા છે અને તેને પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યા છે.

રાજકોટમાં 11 સ્થળેથી ફૂડના નમૂના લેબમાં મોકલાયા

રાજકોટ શહેરમાં ખાણીપીણીની વસ્તુઓમાં થતી ભેળસેળ રોકવા માટે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે, દૂધ,ઘી, પનીર જેવી વસ્તુઓમાં વેપારીઓ ગ્રાહકો સાથે ચેડા કરતા હોય છે અને તેમાં ભેળસેળ કરતા હોય છે, 150 ફૂટ રિંગ રોડ પર આવેલી જાણીતી હોટલોમાં શુદ્ધ પનીરના નામે પામતેલ અને અન્ય ફેટ યુક્ત પનીર પીરસાતું હોવાનું લેબોરેટરી પરીક્ષણમાં સાબિત થયું છે. પનીર અને દૂધના નમૂના 'સબસ્ટાન્ડર્ડ' જાહેર ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા ગત મહિનાના રિપોર્ટ અનુસાર, ઇન્દિરા સર્કલ પાસેની 'અંજલી ચાઇનીઝ એન્ડ પંજાબી' રેસ્ટોરન્ટ અને રામાપીર ચોક સ્થિત 'પ્રેમવાટિકા રેસ્ટોરન્ટ' માંથી લેવાયેલા પનીરના નમૂના લેબોરેટરીમાં ફેલ થયા છે.

Advertisement

rajkot gujarat first

Advertisement

Rajkot : પનીરના નમૂનામાં મિલ્કફેટ ઓછુ મળી આવ્યું

ભેળસેળિયા કરતા વેપારીઓમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો. ડોમીનોઝ પીઝા, લા’પીનોઝ, અને રાજમંદિર ફાસ્ટ ફૂડ જેવી સંસ્થાઓમાંથી પનીર, ચીઝ અને ચીઝ સ્પ્રેડના નમૂના લેવામાં આવ્યા છે. આ ઉપરાંત જય ખોડિયાર સ્વીટ માર્ટમાંથી પનીરના સેમ્પલ, ગાત્રાળ જનરલ સ્ટોરમાંથી શીતલ બ્રાન્ડના શ્રીખંડના નમૂના અને મહાવીર મસાલા માર્કેટમાંથી હળદર અને જીરુંના લુઝ નમૂનાનો પણ સમાવેશ થાય છે. આગામી સમયમાં પણ વેપારીઓના ત્યાં ચેકિંગ કરવામાં આવશે, જે વેપારીઓ ભેળસેળ કરે છે અને રીપોર્ટ પોઝિટિવ આવશે તેવા વેપારીઓ સામે કાર્યવાહી કરી દંડ કરવામાં આવશે.

આ પણ વાંચો : Rajkot સિવિલ હોસ્પિટલમાં સફાઈ કર્મચારીઓનો વિરોધ

Tags :
Advertisement

.

×