Rajkot : મનપા સંચાલિત શાળામાં આરોગ્ય વિભાગની સમીક્ષાએ ચિંતા વધારી!
- Rajkot માં બાળકોનાં આરોગ્યની ચોંકાવનારી વિગતો આવી સામે
- RMC સંચાલિત શાળામાં આરોગ્ય વિભાગે કરી સમીક્ષા
- 63 જેટલા બાળકો હાર્ટનાં દર્દી હોવાનું સામે આવ્યું
- 19 જેટલા બાળકો કેન્સરની ગંભીર બીમારીથી પીડિત
રાજકોટમાં (Rajkot) મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં બાળકોનાં આરોગ્યને લઈને ચોંકાવનારી અને ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. મનપા (RMC) સંચાલિત શાળામાં આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલી સમીક્ષા અનુસાર, 63 જેટલા બાળકો હાર્ટનાં દર્દી હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે. જ્યારે,19 જેટલા માસૂમ બાળકો કેન્સર (Cancer) જેવી ગંભીર બીમારીથી પીડિત છે. આ વિગતો સામે આવતા હવે આગામી સમયમાં બાળકોની સરકારી યોજના હેઠળ સારવાર કરાશે એવી માહિતી છે.
આ પણ વાંચો - Gujarat: રાજ્યમાં ઠંડીનો મોટો રાઉન્ડ શરૂ, જાણો કયા કેટલુ રહ્યું તાપમાન
આરોગ્ય વિભાગે મનપા સંચાલિત શાળામાં સમીક્ષા કરી
રાજકોટ (Rajkot) આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) દ્વારા સંચાલિત શાળાઓમાં બાળકોનાં સ્વાસ્થ્યને લઈ સમીક્ષા કરવામાં આવી હતી. દરમિયાન, વિભાગને ચોંકાવનારી વિગતો મળી હતી. માહિતી અનુસાર, મનપા સંચાલિત શાળાઓમાં 63 જેટલા બાળકો હાર્ટનાં દર્દી હોવાનું સામે આવ્યું છે. જ્યારે, 19 જેટલા માસૂમ બાળકો કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડિત છે. 13 જેટલા બાળકોને કિડનીની બીમારી હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો - Sabarkantha: HMPVના કેસ સંદર્ભે આરોગ્ય દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ, સતર્ક રહેવા સુચના
બાળકોને કેન્સર, હાર્ટ અને કિડની સંબંધિત ગંભીર બીમારી
આ ચિંતા વધારે એવી વિગતો સામે આવતા રાજકોટ આરોગ્ય વિભાગ (Rajkot Health Department) દ્વારા તમામ બાળકોની મેડિકલ હિસ્ટ્રી તૈયાર કરવામાં આવી છે. ગંભીર બીમારીઓથી પીડિતા આ બાળકોની સારવાર માટે રાજકોટ મનપાનાં આરોગ્ય વિભાગ દ્વારા સરકાર સાથે પણ ચર્ચા કરવામાં આવી છે. માહિતી અનુસાર, આગામી સમયમાં સરકારની યોજના હેઠળ આ બાળકોની સારવાર કરવામાં આવશે.
આ પણ વાંચો - Ankleshwar: ‘બાપ તો બાપ જ રહેગા’ ગીત સાથે તલવારથી કેક કાપી! હવે પોલીસે કાયદાનું ભાન કરાવ્યું