Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી, બોગસ ડોક્ટર્સ અંગે કહી આ વાત!

સિવિલ અધિક્ષકથી લઇને રાજકોટ મનપા (RMC) અને જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે રિવ્યૂ બેઠક યોજી હતી.
rajkot   આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી  બોગસ ડોક્ટર્સ અંગે કહી આ વાત
Advertisement
  1. આરોગ્ય મંત્રીએ Rajkot સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી
  2. દર્દીને સુવિધા મળે તેવા જરૂરી પગલાં લેવાશે : ઋષિકેશ પટેલ
  3. બોગસ ડોક્ટર વિરૂદ્ધ પગલાં લેવાશે: ઋષિકેશ પટેલ

રાજ્યનાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે (Rushikesh Patel) ભાવનગર બાદ આજે રાજકોટની મુલાકાતે પહોંચ્યા છે. અહીં, તેમણે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને સિવિલ અધિક્ષકથી લઇને રાજકોટ મનપા (RMC) અને જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે રિવ્યૂ બેઠક યોજી હતી. દરમિયાન, તેમણે કહ્યું હતું કે, બોગસ ડોક્ટર વિરૂદ્ધ પગલાં લેવાશે. આવા તત્વો વિરૂદ્ધ કાયદા મુજબ પગલાં લેવાશે.

આ પણ વાંચો - BZ Group Scam : આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર

Advertisement

રાજકોટ સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ (Rushikesh Patel) 3 દિવસથી સૌરાષ્ટ્રનાં અલગ-અલગ જિલ્લાઓની મુલાકાતે છે, જેમાં ગઈકાલે ભાવનગર (Bhavnagar) બાદ આજે રાજકોટ શહેરની (Rajkot) મુલાકાતે છે. દરમિયાન, આરોગ્યમંત્રીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ હોસ્પિટલની અંદર ઇમર્જન્સી વિભાગ, નવી હોસ્પિટલ બિલ્ડિંગની મુલાકાત લીધી હતી. આ સાથે તેમણે સિવિલ અધિક્ષકથી લઇને રાજકોટ મનપા અને જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે રિવ્યૂ બેઠક યોજી હતી. ત્યાર બાદ આરોગ્યમંત્રીએ મીડિયા સાથે વાતચીત કરી હતી.

Advertisement

આ પણ વાંચો - Bhavnagar : આ વાઇરલ Video જોઈને તમે પણ માથું ખંજવાળશો!

બોગસ ડોક્ટર વિરૂદ્ધ પગલાં લેવાશે: ઋષિકેશ પટેલ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં (Rajkot Civil Hospital) છેલ્લા ઘણા વર્ષોથી સિવિલ અધિક્ષક અને ન્યુરોસર્જન જગ્યા માટે કાયમી ભરતી થતી નથી, જેથી દર્દીઓ પરેશાન છે. આ અંગે આરોગ્યમંત્રીએ મીડિયાને જણાવ્યું કે, દર્દીઓને સારી સુવિધા મળે એ માટે અમારા દ્વારા ખાસ જરૂરી જે પગલાં લેવાનાં આવે તે લેવાશે. ઉપરાંત, રાજ્યમાં છેલ્લા અમુક દિવસોમાં ઘણા બોગસ ડોક્ટર (Bogus Doctors) ઝડપાયા છે. તે અંગે આરોગ્યમંત્રીએ કહ્યું કે, બોગસ ડોકટરની વાત છે ત્યાં સુધી એવા તત્વો જે ડોકટર નથી અથવા તો ડોક્ટરી ડિગ્રી વગર જ પ્રેક્ટિસ કરે છે તેવા સામે પગલા લેવાશે. આવા તત્વો સામે હાલ જે કાયદો છે તે મુજબ પગલાં લેવાશે. કોઈ બચી નહિ શકે. જે ડોકટર નથી તે પ્રેક્ટિસ કરશે તો તેની સામે પગલાં અને કાયદાકીય કાર્યવાહી થશે જ. આ સાથે તેમણે કહ્યું કે, સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની ઘટ મામલે જરૂરી પગલાં લેવાશે.

અહેવાલ : રહીમ લાખાણી, રાજકોટ

આ પણ વાંચો - Mahisagar : વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો! અચાનક ફાટ્યો પેન્સિલ સેલ અને પછી..!

Tags :
Advertisement

.

×