Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rajkot : સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમીનો કહેર, હિટસ્ટ્રોકથી છેલ્લા 48 કલાકમાં 2 ના મોત

Rajkot સહિત સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો વધતો જાય છે, ત્યારે રાજકોટમાં ગરમી 44 ડિગ્રી સુધી પહોંચી ગઈ છે. અને હિટસ્ટ્રોકથી છેલ્લા 48 કલાકમાં 2 લોકોના મોત થયા છે, મટોડાના એક કારખાનામાં અને રાજકોટ બેડી નાકા પાસે આ મોત થયા છે. રાજકોટમાં ગરમી વધતાની સાથે લોકોએ કામ વિના બહાર જવાનું તો ટાળયું છે. પણ કામથી પણ જે લોકો બહાર નીકળી રહ્યાં છે તે લોકો હિટસ્ટ્રોકનો ભોગ બની રહ્યાં છે, બહાર નીકળ તો ટોપી,રૂમાલ અથવા છત્રી લઈને નીકળવું જરૂરી છે.
rajkot   સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમીનો કહેર  હિટસ્ટ્રોકથી છેલ્લા 48 કલાકમાં 2 ના મોત
Advertisement
  • Rajkot માં ગરમીએ ઉચકયું માથું
  • મેટોડા GIDCમાં કામદારનું મોત
  • બેડી નાકા વિસ્તારમાં પણ એક મોત
  • ગરમીના કારણે લુ લાગવાના કિસ્સા વધ્યા
  • રાજકોટ સિવિલમાં ગરમીને લઈ સ્પેશિયલ વોર્ડ શરૂ કરાયો

Rajkot : રાજકોટમાં (rajkot) 44 ડિગ્રી સુધી પહોંચેલા તાપમાનના કારણે હિટસ્ટોકથી (heatwave) છેલ્લા 48 કલાકમાં બે લોકોના મોત થયા છે. મેટોડા કારખાનામાં (factory) કામ કરતા શૈલેષ બારીયાનું મોત થયું બીજી તરફ રાજકોટના બેડી નાકા પાસે રહેતા કલ્પેશ વ્યાસનું મોત થયું છે. રાજકોટના મેટોડામાં કારખાનામાં કામ કરતા શ્રમિક બાઈક પરથી પડી જતા બેભાન થયો હતો અને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જેનું સારવાર દરમિયાન મોત (death) થયું હતું.

રાજકોટમાં વધ્યો ગરમીનો કહેર

સૌરાષ્ટ્ર-કચ્છમાં પશ્ચિમના પવનો નીચલા લેવલના થતા ગરમીના પારા સાથે લુએ કાળો કહેર વર્તાવ્યો છે. રાજકોટમાં બપોરે ૨૨ કિલોમીટરની ઝડપે ગરમાગરમ લુ ફુંકાતા લોકો ઘરમાં પુરાયા હતા. લુએ સતત બીજા દિવસે મેટોડામાં શ્રમિકનો ભોગ લેવાયો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં સિઝનનો આજે સૌથી ગરમ દિવસ નોંધાયો હતો. સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારથી જ સુર્યનારાયણનો કોપ વરસ્યો હોય તેમ લઘુતમ તાપમાનમાં બે-ત્રણ ડિગ્રીનો વધારો થતા અસહ્ય ઉકળાટથી નગરજનો ત્રાહિમામ પોકારી ગયા હતા તે સાથે ગરમ લુ અને બપોરે ગરમીનો પારો 42 ડિગ્રીને આંબી જતા શહેરોમાં જાણે કુદરતનો કફર્યું લદાયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

Advertisement

rajkot gujarat first

Advertisement

રાત્રીના સમયે પણ ગરમીનો થાય છે અહેસાસ

રાજકોટ શહેરમાં ગરમીનો પારો 42.07 ડિગ્રીએ સ્થિર થયો હતો. બપોર અને સાંજે 22 કિલોમીટરની ઝડપે ગરમ લુ ફુંકાયા બાદ પણ તાપમાન 42 ડિગ્રીને આંબી ગયું હતું. ગરમ પવન મોડી રાત્રી સુધી ફુંકાતા શહેરીજનોને બહાર નીકળવું મુશ્કેલ થયું હતુ. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગે મે મહિના માટે હવામાન અંગે પુર્વ અનુમાન જારી કર્યા છે. વિભાગે ચેતવણી આપી છે કે દેશના અનેક વિસ્તારોમાં હીટવેવનો અનુભવ કરતા દિવસોની સંખ્યા સામાન્ય કરતાં વધુ રહી શકે છે. ખાસ કરીને હિમાલયના તળેટી પ્રદેશ, પુર્વ સાગરકાંઠે આવેલા રાજ્યો, ગુજરાત અને મહારાષ્ટ્રમાં લોકોને વધુ ગરમીનો સામનો કરવો પડે તેવી આગાહી છે. હવામાન વિભાગના મહાનિદેશક મૃત્યુંજય મોહપાત્રના જણાવ્યા મુજબ મે મહિના દરમિયાન દેશના અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ઉંચુ રહેવાની આગાહી છે.

આ પણ વાંચો : Gujarat Heatwave Guidelines : રાજ્યમાં પ્રચંડ ગરમી અને હીટવેવનો પ્રકોપ

Tags :
Advertisement

.

×