ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot : જેતપુરમાં Hit and Run, બેફામ આવતા કારચાલકે બાઇકસવારનો ભોગ લીધો!

આ અકસ્માતમાં બાઇકસવારનું ગંભીર ઇજાઓનાં કારણે ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે.
07:48 AM Feb 07, 2025 IST | Vipul Sen
આ અકસ્માતમાં બાઇકસવારનું ગંભીર ઇજાઓનાં કારણે ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે.
સૌજન્ય : Google
  1. જેતપુર તાલુકાનાં સાંકળી ચોકડી પાસે Hit and Run ની ઘટના બની (Rajkot)
  2. બાઈકચાલકને જોરદાર ટક્કર મારીને કારચાલક ફરાર થયો
  3. બાઈકચાલકનું ઘટના સ્થળે મોત, જેતપુર તાલુકા પોલીસની કાર્યવાહી

રાજકોટ જિલ્લાનાં (Rajkot) જેતપુર તાલુકામાં હિટ એન્ડ રનની ઘટના બની છે. સાંકળી ચોકડી પાસે એક બાઈકચાલકને બેફામ આવતા કારચાલકે જોરદાર ટક્કર મારી ફરાર થયો છે. આ અકસ્માતમાં બાઇકસવારનું ગંભીર ઇજાઓનાં કારણે ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે. ઘટનાને પગલે જેતપુર તાલુકા પોલીસ સ્થળે પહોંચી છે અને મૃતદેહને પીએમ અર્થે મોકલી ફરાર કારચાલકની શોધ આદરી છે.

આ પણ વાંચો - Surendranagar પોલીસ વડાની સૌથી મોટી કાર્યવાહી સામે આવી

સાંકળી ચોકડી પાસે Hit and Run ની ઘટના

માહિતી અનુસાર, રાજકોટ જિલ્લાનાં (Rajkot) જેતપુર તાલુકામાં સાંકળી ચોકડી પાસે વહેલી સવારે હિટ એન્ડ રનની (Hit and Run) ઘટના બની છે. બેફામ આવતા કારચાલકે સાંકળી ચોકડી પાસેથી પસાર થતાં બાઇકસવારને જોરદાર ચક્કર મારી હતી. આથી બાઇકસવાર હવામાં ફંગોળાઈને નીચે પટકાયા હતા. મોઢાનાં ભાગે ગંભીર ઇજાઓ થતાં બાઇકસવારનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે બીજી તરફ અકસ્માત સર્જીને કારચાલક ફરાર થયો હતો.

આ પણ વાંચો - Porbandar : ભાજપ કાર્યાલય સામે ગેરકાયદેસર દબાણો પર ચાલ્યું બુલડોઝર

બાઇકસવારનું મોત, અકસ્માત સર્જી કારચાલક ફરાર

આ ઘટનાની જાણ થતાં જેતપુર તાલુકા પોલીસ (Jetpur Taluka Police) સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ મોકલી ફરાર કારચાલકની શોધખોળ આદરી છે. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, મૃતક બાઇકસવારની ઓળખ રમેશભાઈ ભુવા તરીકે થઈ છે. પોલીસે રમેશભાઈનાં પરિવારનો સંપર્ક સાધવા સહિતની કામગીરી આદરી છે.

આ પણ વાંચો - ChhotaUdepur નગરપાલિકા ચૂંટણીના ઉમેદવારોએ સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચારનો વ્યાપ વધાર્યો

Tags :
Accident in RajkotGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsHit and Run in JetpurJetpur Taluka PoliceNews In Gujaratiroad accident
Next Article