Rajkot : ગૃહ રાજ્યમંત્રીએ 185 લોકોને નાગરિકતાનાં સર્ટિફિકેટ આપ્યા, ગાંધીનગર અકસ્માત અંગે આપ્યું નિવેદન
- ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટનાં (Rajkot) પ્રવાસે
- ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિવિધ કાર્યક્રમોમાં આપી હાજરી
- 185 જેટલા લોકોને ભારતીય નાગરિકતાનાં સર્ટિફિકેટ આપ્યા
- હર્ષ સંઘવીએ કહ્યું "મુસ્કુરાયે આજ સે આપ સબ ભારતીય હો"
- ગાંધીનગર અકસ્માતને લઇને ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન
Rajkot : રાજ્યનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) હાલ રાજકોટનાં પ્રવાસે છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી. એક કાર્યક્રમ દરમિયાન તેમણે 185 જેટલા લોકોને ભારતીય નાગરિકતાનાં સર્ટિફિકેટ (Indian Citizenship Certificates) પણ આપ્યા. કાર્યક્રમમાં મંત્રી રાઘવજી પટેલ (Raghavji Patel) સહિત ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, મુસ્કુરાયે આજ સે આપ સબ ભારતીય હો. સાથે જ હર્ષ સંઘવીએ માનવ અધિકાર મુદ્દે પાકિસ્તાનને (Pakistan) આડે હાથ પણ લીધું હતું. હર્ષ સંઘવીએ ગાંધીનગર અકસ્માતને (Gandhinagar Accident) અંગે પણ પ્રતિક્રિયા આપી છે.
આ પણ વાંચો - Nirlipt Rai ની ટીમના પોલીસ કૉન્સ્ટેબલની વડોદરા ગ્રામ્ય પોલીસ કરશે ધરપકડ ?
ગૃહ રાજ્યમંત્રીએ 185 લોકોને ભારતીય નાગરિકતાનાં સર્ટિફિકેટ આપ્યા
રાજ્યનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાર રાજકોટની મુલાકાતે (Harsh Sanghvi in Rajkot) છે. અહીં, તેમણે વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી. એક કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 185 જેટલા લોકોને ભારતીય નાગરિકતાનાં સર્ટિફિકેટ આપવામાં આવ્યા. ત્યારે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, મુસ્કુરાયે આજ સે આપ સબ ભારતીય હો. હર્ષ સંઘવીએ માનવ અધિકાર (Human Rights) મુદ્દે પાકિસ્તાનને આડે હાથ લીધું હતું અને કહ્યું કે, અંગ્રેજીમાં બોલવાથી માનવ અધિકાર નથી મળતો, જોર-જોરથી બોલવાથી માનવ અધિકાર નથી મળતો. માનવ અધિકારનાં વકીલોએ ત્યાં જવું જોઈએ. જે દેશોમાં હિન્દુઓ પર અત્યાચાર થાય છે ત્યાં જવું જોઈએ. ખરા અર્થમાં માનવ અધિકાર શું છે જોવું જોઈએ. આ કાર્યક્રમમાં મંત્રી રાઘવજી પટેલ સહિત ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો - Hit and Run in Gandhinagar: સર્વિસ રોડ પર નરાધમ કાર ચાલકે 5થી વધુ લોકોને ઉડાવ્યા, 2 ના મોત
ગાંધીનગર અકસ્માતને લઇને ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં થયેલ અકસ્માત (Gandhinagar Accident) અંગે પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, સમગ્ર મામલે SP તેમજ રેન્જ IG સાથે વાત થઈ છે. હોસ્પિટલ ખાતે પણ સંપર્કમાં છીએ. આ મામલે યોગ્ય તપાસ થયા તે માટે કમિટીની રચના કરવામાં આવી છે. તંત્ર દ્વારા સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. ગુનેગારને કડકમાં કડક સજા કરવામાં આવશે. જણાવી દઈએ કે, આજે ગાંધીનગરનાં રાંદેસણ પાસે સિટી પલ્સ સિનેમા નજીક હિટ એન્ડ રનની (Hit and Run) ઘટના બની હતી, જેમાં કારચાલકે 5 થી વધુ લોકોને ઉડાવ્યા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં એક મહિલા સહિત 2 વ્યક્તિના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે, અન્ય ત્રણથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આરોપી કારચાલકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Ahmedabad News: સ્કૂલમાં ચોથા માળેથી કૂદીને વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો