Rajkot: 'તમારા દિકરાને DSP ની પરિક્ષામાં પાસ કરાવી દઈશ', નકલી IPS નીકળ્યો ફિલ્મ પ્રોડ્યુસર!
- Rajkot ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા
- નોકરીની લાલચ આપી ઠગનાર નકલી IPSને ઝડપ્યો
- PSI અને DSP બનાવાની લાલચ આપી કરોડો ખંખેર્યા
Rajkot: રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સરકારી નોકરી અપાવવાની લાલચે નોકરી વાંચ્છુકો પાસેથી 2.36 કરોડ રૂપિયા પડાવનારા નકલી IPS અધિકારી વિવેક દવે (Vivek Dave) ની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં વિવેક દવે જાહેર કાર્યક્રમોમાં પોતાની ઓળખ IPS અધિકારી તરીકેની આપતો હોવાનું પણ સામે આવ્યું છે. તેમજ પોતાને ગાંધીનગર તેમજ દિલ્હી ખાતે અધિકારીઓ તેમજ નેતાઓ સાથે સંબંધ હોવાનો પણ દાવો કરતો હતો.
IPS અને DSP ની નોકરી લાલચ!
ગત નવેમ્બર મહિનામાં રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ ખાતે સરકારી નોકરીના નામે કરોડોની છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં IPS અને DSP ની નોકરી અપાવવાની લાલચ આપી માલધારી પરિવાર પાસેથી રુપિયાની ઠગાઈ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે મામલે ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરતા વિવેક દવે નામના આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. તેમજ તેની સાથે રહેલા હરિ ગમારા નામના આરોપીની શોધખોળ હજુ પણ ચાલી રહી છે.
Rajkot: 2.36 કરોડ રૂપિયાની માંગણી
Rajkot શહેરના ડિપાર્ટમેન્ટ ઓફ ક્રાઈમ બ્રાન્ચ ખાતે નોંધાયેલી ફરિયાદ મુજબ ભાવનગર જિલ્લાના પાલીતાણા (Palitana) તાલુકાના ઘેટી ગામના રહેવાસી હરી ગમારા (Hari Gamara) અને વિવેક ઉર્ફે વીકી દવે દ્વારા સરકારી નોકરી અપાવવાના નામે મોટા પાયે છેતરપિંડી કરવામાં આવી હતી. ફરિયાદી 50 વર્ષીય જીલુભાઈ ગમારા (Jilubhai Gamara), જે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમણે પોલીસને જણાવ્યું હતું કે વર્ષ 2021-22 દરમિયાન તેમના દીકરાને પીએસઆઈ બનાવવાના નામે પ્રથમ તબક્કે 15 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા. પરંતુ પીએસઆઈ (IPS ) માં સિલેક્શન ન થતાં આરોપીઓએ પૈસા પરત કરવાની વાત કરી અને ત્યારબાદ ડાયરેક્ટ ડીએસપી (DSP ) બનાવવાની લાલચ આપી હતી. આ વખતે આરોપીઓએ રુ. 2.36 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. જેમાંથી ફરિયાદી દ્વારા બેંક ટ્રાન્સફર તેમજ રોકડ મળી કુલ મોટી રકમ આરોપીઓને આપવામાં આવી હતી. બાદમાં પણ નોકરીનો કોઈ ઓર્ડર ન આવતા અને વધુ પૈસાની માંગ થતાં ફરિયાદીને છેતરપિંડીની શંકા ગઈ હતી. આરોપીઓએ કુલ 88 લાખ રૂપિયા પરત કર્યા, પરંતુ આજ દિવસ સુધી 1.48 કરોડ રૂપિયા પરત ન આપતા આખરે ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચ સુધી પહોંચી હતી.
Rajkot | નકલી IPS બનીને ફરતા ઠગને રાજકોટ પોલીસે દબોચ્યો | Gujarat First
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા
નોકરીની લાલચ આપી ઠગનાર નકલી IPSને ઝડપ્યો
PSI અને DSP બનાવાની લાલચ આપી 2.36 કરોડ ખંખેર્યા
પાલિતાણાના વિવેક દવે નામના આરોપી ધરપકડ
પાલિતાણાનો આરોપી હરિ ગમારા હજુ પણ ફરાર… pic.twitter.com/Q6Mc15L2aG— Gujarat First (@GujaratFirst) December 30, 2025
આરોપી ખોટી ઓળખ આપતો
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં વિવેક ઉર્ફે વીકી દવે જાહેર કાર્યક્રમોમાં બોડીગાર્ડ સાથે ફરતો જોવા મળતો હતો. કેટલાક કાર્યક્રમોમાં તો તેને આઈપીએસ અધિકારી તરીકે સન્માનિત કરાયો હોવાનો પણ ખુલાસો થયો છે. આરોપી પોતે દિલ્હી પોસ્ટિંગ અને રાજકીય વગ હોવાનો દાવો કરતો હતો. ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે કાર્યવાહી હાથ ધરતા 40 વર્ષીય વિવેક દવેની ધરપકડ કરવામાં આવી છે. વિવેક દવેને કોર્ટમાં રજૂઆત બાદ આરોપીના પાંચ દિવસના રિમાન્ડ (Remand) મંજૂર કરવામાં આવ્યા છે. જ્યારે પાલિતાણાનો આરોપી હરિ ગમારા હજુ પણ ફરાર છે.
ફિલ્મ પ્રોડ્યુસર હોવાનું બહાર આવ્યું
પ્રાથમિક તપાસમાં આરોપી વિવેક દવે પોતે ફિલ્મ પ્રોડ્યુસર હોવાનું બહાર આવ્યું છે. હવે રિમાન્ડ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કેટલાક મુદ્દાઓ બાબતે તપાસ કરવામાં આવશે જેમ કે, ગુનાના કામે દિલ્હી કે અન્ય રાજ્યોમાં અન્ય આરોપીઓ સંકળાયેલા છે કે કેમ? કોઈ રાજકીય વ્યક્તિની સંડોવણી છે કે કેમ? 1.48 કરોડ રૂપિયાનો ઉપયોગ ક્યાં કરવામાં આવ્યો?
આ પણ વાંચોઃ Vadodara: ડેસરના ભૈયાપુરા પાસે હચમચાવતો અકસ્માત, કપડાં લેવા ગયેલા બે મિત્રોને મોત મળ્યું!


