Rajkot: રીબડામાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ, 4 આરોપી સાથે લાખોનો મુદ્દામાલ જપ્ત
રાજકોટ ગ્રામ્ય SOG (Special Operation Group) દ્વારા રીબડા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ચાલતા ગેસ રિફિલિંગ કૌભાંડ (Gas Refilling Scam)નો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સાઈ પ્રેમ ગેસ એજન્સીની આડમાં ચાલતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ (Illegal Activity) પર દરોડા પાડી પોલીસે 16 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને 4 આરોપીઓની ધરપકડ (Arrest) કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
- Rajkot: રીબડામાં ગેસ રિફિલિંગના મોટા રેકેટનો પર્દાફાશ
- SOGના દરોડામાં 16 લાખનો મુદ્દામાલ જપ્ત
- સાઈ પ્રેમ ગેસ એજન્સીમાં ચાલતા કૌભાંડને ઝડપી પાડ્યું
- 600 ગેસના બાટલા અને 4 આરોપીઓ પોલીસ સકંજામાં
- રીબડા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં મોટી કાર્યવાહી
- એજન્સીની આડમાં ખતરનાક ખેલ
Rajkot: રાજકોટ ગ્રામ્ય પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) શાખા દ્વારા રીબડા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બાતમીના આધારે કરવામાં આવેલા આ દરોડામાં (Raid) ગેસ એજન્સીની આડમાં ચાલતા રિફિલિંગ કૌભાંડને ખુલ્લું પાડવામાં આવ્યું છે. પોલીસ દ્વારા આ સ્થળેથી અંદાજે 16 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.

