Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : જસદણ BJP માં આંતરિક જૂથવાદ! મહિલા મોરચા અગ્રણીની પોસ્ટ વાઇરલ થતાં અનેક તર્ક-વિતર્ક

રાજકોટના જસદણ ભાજપમાં આંતરિક જૂથવાદ શરૂ થયાની ચર્ચાઓ વેગવંતી થઈ છે. જિલ્લા ભાજપનાં મહિલા અગ્રણીની સોશિયલ મીડિયા પોસ્ટ વાઇરલ થતાં અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે. મહિલા મોરચા અગ્રણીની પોસ્ટને લઈ સવાલો થઈ રહ્યા છે. મહિલા અગ્રણીએ પ્રદેશનાં એક નેતા પર નિશાન તાક્યાની પણ ચર્ચા છે. પ્રદેશનાં નેતાનું નામ લખ્યા વગર ચીમકી આપી હોય તેવી ચર્ચા છે.
rajkot   જસદણ bjp માં આંતરિક જૂથવાદ  મહિલા મોરચા અગ્રણીની પોસ્ટ વાઇરલ થતાં અનેક તર્ક વિતર્ક
Advertisement
  1. Rajkot માં જસદણ ભાજપમાં આંતરિક જૂથવાદની ચર્ચા
  2. જિલ્લા ભાજપનાં મહિલા અગ્રણીની સોશિયલ મીડિયા પોસ્ટ વાઇરલ થતાં તર્ક-વિતર્ક
  3. મહિલા મોરચા અગ્રણી સોનલબેન વસાણીની પોસ્ટને લઈ સવાલ
  4. મહિલા અગ્રણીએ પ્રદેશનાં એક નેતા પર નિશાન તાક્યાની ચર્ચા
  5. પ્રદેશનાં નેતાનું નામ લખ્યા વગર આપી ચીમકી!

Rajkot : જસદણ ભાજપમાં (Jasdan BJP) આંતરિક જૂથવાદની ચર્ચાઓ વેગવંતી થઈ છે. જિલ્લા ભાજપનાં મહિલા અગ્રણીની સોશિયલ મીડિયા પર પોસ્ટ વાઇરલ થતાં અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે. મહિલા મોરચા અગ્રણી સોનલબેન વસાણીની (Sonalben Vasani) પોસ્ટને લઈ સવાલ થઈ રહ્યા છે. મહિલા અગ્રણીએ પ્રદેશનાં એક નેતા પર નિશાન તાક્યાની ચર્ચા છે. પ્રદેશનાં નેતાનું નામ લખ્યા વગર ચીમકી આપી હોય તેવી વાતો વહેતી થઈ છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) આ વાઇરલ પોસ્ટની પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો - Harsh Sanghvi : ભારત-પાકિસ્તાન સરહદના ગ્રામ્ય વિસ્તારોની DYCM હર્ષભાઈ સંઘવી કરશે મુલાકાત

Advertisement

Rajkot નાં જસદણ ભાજપ મહિલા અગ્રણીની પોસ્ટ વાઇરલ થતાં ચર્ચાઓ

રાજકોટનાં (Rajkot) જસદણ ભાજપમાં આંતરિક જૂથવાદ શરૂ થયાની ચર્ચાઓ શરૂ થઈ છે. જિલ્લા ભાજપનાં મહિલા મોરચા (BJP Mahila Morcha) અગ્રણી સોનલબેન વસાણીની સોશિયલ મીડિયા પર વાઇરલ એક પોસ્ટ બાદ અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. મહિલા અગ્રણીએ પ્રદેશનાં એક નેતા પર નિશાન તાક્યાની ચર્ચા છે. સાથે જ પ્રદેશનાં નેતાનું નામ લખ્યા વગર ચીમકી ઉચ્ચારી હોય તેવી પણ વાતો વહેતી થઈ છે. જસદણ ભાજપનાં લોકલ ગ્રૂપ અને જિલ્લામાં પોસ્ટ વાઇરલ થઈ હોવાની માહિતી સામે આવી છે.

Advertisement

આ પણ વાંચો - Bharuch : શુકલતીર્થ કાર્તિકી પૂર્ણિમાનો મેળો, 45 જેટલી રાઇડ્સને ફિટનેસ સર્ટિફિકેટ ન મળતા મજા બગડી!

પોસ્ટમાં આટકોટનો મહિલા અગ્રણીએ ઉલ્લેખ કર્યો

આ પોસ્ટ વાઇરલ થતાં જસદણમાં રસ્તાનાં કામમાં તપાસ કરાવી ધારાસભ્યને નીચું દેખાડ્યાની ચર્ચાઓ પણ થઈ રહી છે. પોસ્ટમાં આટકોટનો મહિલા અગ્રણીએ ઉલ્લેખ કર્યો છે. 'આવું કરવું નહીં નહિતર મુકીશ નહીં' તે પ્રકારની ચીમકી મહિલા અગ્રણીએ આપી હોવાની ચર્ચા છે. જો કે, આ બાબતે હવે શું પગલાં લેવાય તેના પર સૌની નજર છે. પરંતુ, આ પોસ્ટ વાઇરલ થતાં રાજકીય માહોલ ગરમાયો છે.

આ પણ વાંચો - Banaskantha : ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મજયંતીની ઉજવણી, અંબાજીમાં ખાસ આયોજન

Tags :
Advertisement

.

×