Rajkot : ITI નાં વિદ્યાર્થીએ આપઘાત પહેલા બનાવ્યો હતો વીડિયો, કેસમાં નવો વળાંક!
- Rajkot માં ડુમિયાણી ITI નાં વિદ્યાર્થીનાં આપઘાત કેસમાં નવો વળાંક
- ધાર્મિક ભાસ્કર નામના યુવકે ગળેફાંસો લગાવી આત્મહત્યા કરી હતી
- વિદ્યાર્થીનાં મોબાઈલમાંથી મળી આવ્યો આપઘાત પહેલાનો વીડિયો
- ITI માં ફરજ બજાવતા મેડમ અને સર પર માનસિક ત્રાસ આપતા હોવાનો આરોપ
- મને મારા મેડમ અને સર માનસિક ટોર્ચર કરે છે : ધાર્મિક ભાસ્કર
રાજકોટનાં (Rajkot) ઉપલેટામાં ITI નાં વિદ્યાર્થીનાં આપઘાતનાં કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ITI માં વાયરમેનનો કોર્ષ કરતા ધાર્મિક ભાસ્કર (Dharmik Bhaskar Case) નામનાં યુવકે દોઢેક મહિના પહેલા ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બાબતે ગુનો નોંધાતા ઉપલેટા પોલીસે તપાસ હાથ ધરી હતી. જો કે, હવે મૃતક ધાર્મિકનાં મોબાઇલમાંથી એક વીડિયો મળી આવ્યો છે, જે તેણે આત્મહત્યા કરતા પહેલા બનાવ્યો હતો. આ વીડિયોમાં તેણે ચોંકાવનારો ખુલાસા કર્યા છે.
મૃતક ધાર્મિક ભાસ્કરનાં મોબાઇલમાંથી મળ્યો વીડિયો
રાજકોટ જિલ્લાનાં (Rajkot) ઉપલેટા તાલુકાની ડુમિયાણી ITI માં ધાર્મિક ભાસ્કર નામનો યુવક વાયરમેનનો કોર્ષ કરતો હતો. દોઢેક મહિના પહેલા ધાર્મિક ભાસ્કરે અગમ્ય કારણોસર ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. જે તે સમયે ફરિયાદ થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી અને ધાર્મિકનો મોબાઈલ તપાસ માટે લીધો હતો. જો કે, થોડા દિવસ પહેલા પોલીસે (Upleta Police) ધાર્મિકનો મોબાઈલ પરિવારને પરત આપ્યો હતો. દરમિયાન, ધાર્મિકનાં મોબાઇલને તેનાં ભાઈએ ચેક કરતા તેમાંથી એક વીડિયો મળી આવ્યો છે, જે તેણે મોતને વ્હાલું કરતા પહેલા બનાવ્યો હતો. એ વીડિયો જ્યારે પરિવારે સાંભળ્યો તો સૌ ચોંકી ગયા હતા.
આ પણ વાંચો - Gandhinagar : વ્યાયામ શિક્ષકોની કાયમી કરવાની માંગને લઈ વિરોધ, પોલીસે કરી અટકાયત
ITI નાં સર અને મેડમ પર લગાવ્યા ગંભીર આરોપ
ધાર્મિકનો વીડિયો જોઈ પરિવાર ડઘાઈ ગયો. તેણે કયાં કારણોસર આ પગલું ભર્યું તેનું કારણ હજું સુધી અકબંધ હતું. પરંતુ, આત્મહત્યા પહેલા બનાવેલો વીડિયો મળી આવતા હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે. વીડિયોમાં ધાર્મિકે ITI માં ફરજ બજાવતા જે મેડમ અને સર પર ગંભીર આરોપ લગાવ્યા છે તેમના વિરુદ્ધ પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગે પોલીસે ગુનો નોંધી પુરાવાનાં આધારે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો - Sabarkantha : ઈડર માર્કેટયાર્ડની ભરતીમાં કૌભાંડ! 15 લોકોની હંગામી ભરતી કર્યાનો આરોપ
'હું આ જે કરું છું એ મેડમ અને સરના લીધે જ કરુ છું'
આપઘાત પહેલા બનાવેલા વીડિયોમાં ધાર્મિકે ITI નાં મેડમ મીરાબેન વાઘમશી અને સર જયેશભાઈ સોલંકી પર માનસિક ત્રાસ આપતા હોવાનો ગંભીર આરોપ લગાવ્યા છે. માહિતી અનુસાર, વીડિયોમાં ધાર્મિક ભાસ્કર કહે છે કે, 'મને મારા મેડમ અને સર માનસિક ટોર્ચર કરે છે. હું આ જે કરું છું એ મેડમ અને સરના લીધે જ કરુ છું. તેની સજા એમને મળવી જોઈએ.' જણાવી દઈએ કે, જે તે સમયે પોલીસે (Upleta Police) મીરાબેન અને જયેશભાઈનાં નિવેદન નોંધ્યા હતા. પરંતુ, હવે ધાર્મિકનાં આ વીડિયોથી કેસની તપાસની દિશા બદલાઈ ગઈ છે. પરિવારે ન્યાયની માગ સાથે ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ, ITI નાં પ્રિન્સિપાલને આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે ચોંકાવનારો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, ITI માં પ્રેક્ટિકલ વધું હોય છે, જેથી દબાણનો કોઈ પ્રશ્ન જ નથી.
આ પણ વાંચો - Amreli: બગસરામાં હાથ પર બ્લેડ મારવા મામલો, શિક્ષણ વિભાગે શરૂ કરી તપાસ