Rajkot Jangleshwar Demolition : રાજકોટમાં 50 ટકા ડિમોલિશન કામગીરી પૂર્ણ, આટલા ગેરકાયદે દબાણો તોડી પડાયા
રાજકોટ (Rajkot) ના જંગલેશ્વર (Jangleshwar) અને આજી (Aji) નદીના પટમાં આજે સૌરાષ્ટ્રનું સૌથી મોટું મેગા ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં મનપા દ્વારા 64 જેસીબી (JCB) અને 260 જેટલી મશીનરીની મદદથી 1489 કાચા-પાકા દબાણો પર બુલડોઝર ફેરવી દેવાની કામગારી હાથ ધરવામાં આવી છે આ કામગીરી દરમિયાન પોલીસ કમિશનર (CP) ના સુપર વિઝન હેઠળ 1000 થી વધુ પોલીસ જવાનો અને SRPની 11 ટીમોનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરાયો છે, જ્યારે અવરોધ પેદા કરનારા 40 લોકોની અટકાયત કરવામાં આવી છે. બીજી તરફ, ઘર વિહોણા થયેલા સ્થાનિક પરિવારો અને મહિલાઓની રોકકળને કારણે વાતાવરણ ગમગીન બન્યું છે.
રાજકોટમાં 50 ટકા ડિમોલિશન કામગીરી પૂર્ણ
February 23, 2026 2:42 pm
રાજકોટમાં મેગા ડિમોલિશન હેઠળ બપોરે 1 વાગ્યા સુધીમાં 50 ટકા કામગીરી સંપન્ન થઈ છે. તંત્ર દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 800 જેટલા ગેરકાયદે દબાણો તોડી પાડીને જમીન ખુલ્લી કરવામાં આવી છે.
ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન મોટી દુર્ઘટના ટળી
February 23, 2026 1:13 pm
રાજકોટમાં ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન મોટી દુર્ઘટના ટળી છે. બાંધકામ દૂર કરતા સમયે અચાનક મકાન એક સાથે ધરાશાઈ થયું હતું. મકાન ધરાશાઈ થતા JCB પર કાટમાળ પડ્યો હતો. આ ઘટનાને પગલે RMC ના કર્મચારીઓ જીવ બચાવવા માટે ભાગ્યા હતા. જો કે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી.
જંગલેશ્વર વિસ્તારમાં આવેલ 150 વર્ષ જૂના શિવ મંદિરનું ડિમોલેશન
February 23, 2026 12:01 pm
જંગલેશ્વર વિસ્તારમાં આવેલ 150 વર્ષ જૂના શિવ મંદિરનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે ગંગેશ્વર મહાદેવ મંદિર વિસ્થાપિત કરવામાં આવ્યું છે. ડિમોલેશન પહેલા શહેર પોલીસ દ્વારા હિન્દુ વિધિ પ્રમાણે વિસ્થાપન કરવામાં આવ્યું આ ઉપરાંત કુલ 14 જેટલા ધાર્મિક સ્થળોનું વિસ્થાપન કરવામાં આવ્યું છે.
DCP ઝોન 1 ગુજરાત ફર્સ્ટ સાથે કરી ખાસ વાતચીત
February 23, 2026 10:45 am
DCP હેતલ પટેલે જણાવ્યું હતું કે, જંગલેશ્વર માં શાંતિ પૂર્ણ રીતે ડિમોલિશન કામગીરી ચાલુ છે.કોઈ જ ધટના બની નથી.લોકો સ્વયંભૂ મકાનો ખાલી કરી નાખ્યા છે..આજે JCB દ્વારા દબાણ દૂર કરવાની કામગીર ચાલુ છે.ખોટી અફવામાં આવું નહી શાંતિ પૂર્ણ રીતે કામગીરી ચાલુ છે.
Rajkot Jangleshwar Mega Demolition : "શાંતિપૂર્ણ માહોલમાં ડિમોલિશનની કામગીરી ચાલુ" | Gujarat First
— Gujarat First (@GujaratFirst) February 23, 2026
રાજકોટ ઝોન -1 DCPની ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત
ઝોન-1ના મહિલા DCP હેતલ પટેલ સાથે ખાસ વાતચીત
શાંતિપૂર્ણ માહોલમાં ડિમોલિશનની કામગીરી: DCP ઝોન-1
JCB દ્વારા દબાણ દૂર કરવાની… pic.twitter.com/eQ17VqlRZy
જંગલેશ્વર પરરેપ સોંગ બનાવનાર ચાંદમીયાની પોલીસે કરી અટકાયત
February 23, 2026 9:33 am
જંગલેશ્વર પર રેપ સોંગ બનાવનાર ચાંદમીયાની પોલીસે કરી અટકાયત કરી છે. વીડિયો વાયરલ થયા બાદ ભક્તિનગર પોલીસે કલાકાર ચાંદમીયાની કુંડળી કાઢી હતી અને ચાંદમીયાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બિભસ્ત ગાળો બોલતી રીલ જોવા મળતા પોલીસે કાર્યવાહી કરી છે. જંગલેશ્વર વિસ્તારના ચાંદમીયા એ લોકોની વ્યથાને પોતાના રૈપ સોંગમાં ઠાલવી સરકારને આડેહાથ લીધી હતી.
પોલીસ કમિશ્નર અને મનપા કમિશ્નર પહોંચ્યા કંટ્રોલ રૂમમાં
February 23, 2026 9:31 am
રાજકોટ જંગલેશ્વર ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે પોલીસ કમિશ્નર અને મનપા કમિશ્નર કંટ્રોલ રૂમમાં પહોંચ્યા છે અને જંગલેશ્વર ડિમોલિશન સત્તત નજર રાખી રહ્યા છે. વીડિયો મારફતે સીધી નજર રાખી રહ્યા છે.જંગલેશ્વરમાં સીધા ડ્રોન મારફતે નજર રાખી રહ્યા છે..
કઈ કઈ જગ્યાએ ડિમોલિશન
February 23, 2026 9:27 am
એક્તા કોલોની શેરી નં-4થી જંગલેશ્વર શેરી નં-2 સુધી, ,જંગલેશ્વર શેરી નં.2થી જંગલેશ્વર શેરી નં.22 સુધી ,જંગલેશ્વર શેરી નં.22થી જંગલેશ્વર શેરી નં.29-30 સુઘી ,સરદાર પટેલ સ્મશાનથી જંગલેશ્વર શેરી નં-15 સુધીનો 1500 મીટર પહોળાઈનો રસ્તો ,જંગેલેશ્વર શેરી નં.15થી બુદ્ધનગર શેરી નં.1 ,,બુદ્ધનગર શેરી નં.1, જયભીમરાવ ચોકથી રાઘા કૃષ્ણનગર શેરી નં.18 સુધી ,રાધા કૃષ્ણનગર શેરી નં.18થી (પૂજા પાર્ક) નાડોદા નગર મેઈન રોડ સુધી
સ્થાનિકોનો રોષ અને મહિલાઓનો આક્રંદ
February 23, 2026 8:51 am
પોતાના આશિયાના છીનવાતા સ્થાનિક મહિલાઓ રડી પડી હતી અને ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે વૈકલ્પિક આવાસ (ઘરના બદલે ઘર) ફાળવ્યા વગર જ આ કાર્યવાહી કરવામાં આવી છે."અમે ક્યાંયના ન રહ્યા" તેવા આક્રંદ સાથે મહિલાઓએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી.
Rajkot Jangleshwar Demolition:રાજકોટમાં સૌરાષ્ટ્રનું સૌથી મોટું ડિમોલિશન, 1489 મકાનો પર ફરશે બુલડોઝર
— Gujarat First (@GujaratFirst) February 23, 2026
સૌરાષ્ટ્રના સૌથી મોટા ડિમોલિશન માટે રાજકોટ મનપાની કવાયત
આજી નદી પટ્ટ અને જંગલેશ્વરમાં રાજકોટ મનપાનું મેગા ડિમોલિશન
મહાનગરપાલિકા દ્વારા આજે 1489 મકાનો પર બુલડોઝર ફેરવાશે
જંગલેશ્વર… pic.twitter.com/gxGEoyoyqN
ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને અટકાયત
February 23, 2026 8:51 am
પોલીસ કમિશનર (CP) ના સુપર વિઝન હેઠળ JCP, 5 DCP, 17 ACP, 35 PI, 140 PSI અને 1000 પોલીસ જવાનો તૈનાત છે. સુરક્ષા માટે SRPની 11 ટીમો અને ડ્રોન દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.કામગીરીમાં રૂકાવટ ઉભી કરનારા 40 લોકોની અટકાયત કરવામાં આવી હોવાનું DCP જગદીશ બાંગરવાએ જણાવ્યું છે.
તંત્રની સજ્જતા અને મશીનરી
February 23, 2026 8:51 am
ડિમોલિશન માટે કુલ 260 મશીનરી નો ઉપયોગ થઈ રહ્યો છે, જેમાં 64 જેસીબી (JCB), 26 ટ્રેક્ટર, 38 ગેસ કટર અને 18 ટ્રેક્ટર બ્રેકર સામેલ છે. મનપાના 1130 કર્મચારીઓ અને 150થી વધુ મજૂરો આ કામગીરીમાં જોડાયા છે.સમગ્ર કામગીરીને વ્યવસ્થિત કરવા માટે મનપાએ 7 ઝોનમાં વિભાજન કર્યું છે.
સૌરાષ્ટ્રનું સૌથી મોટું ઓપરેશન
February 23, 2026 8:51 am
રાજકોટ મનપા દ્વારા આજી નદીના પટ અને જંગલેશ્વર (Jangleshwar) વિસ્તારમાં ઐતિહાસિક ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે. આજે કુલ 1489 મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવશે. જેમાં આજી નદીના પટના 992 અને જંગલેશ્વરના 15 મીટર રોડ પરના 497 દબાણોનો સમાવેશ થાય છે.આ કામગીરી અંદાજે 2 દિવસ સુધી સતત ચાલશે. અગાઉ રવિવાર રાત સુધીમાં મકાનો ખાલી કરવા સૂચના અપાઈ હતી.


