Rajkot Jangleshwar Demolition: "અમને ઘર બાર વગરના કરી નાખ્યા", જંગલેશ્વરમાં આશિયાના છીનવાતા મહિલાઓની રોકકળ
- રાજકોટ (Rajkot) માં સૌરાષ્ટ્રનું સૌથી મોટું ડિમોલિશન (Demolition)
- આજી નદી પટ્ટ અને જંગલેશ્વરમાં રાજકોટ મનપાનું મેગા ડિમોલિશન
- મહાનગરપાલિકા દ્વારા આજે 1489 મકાનો પર બુલડોઝર ફેરવાશે
- જંગલેશ્વર વિસ્તારના 15 મીટર રોડ પર 497 દબાણો દૂર કરાશે
- મનપા દ્વારા આજી નદીના 992 દબાણો દૂર કરવામાં આવશે
Rajkot Jangleshwar Demolition: રાજકોટ (Rajkot) ના જંગલેશ્વર (Jangleshwar) અને આજી (Aji) નદીના પટમાં આજે સૌરાષ્ટ્રનું સૌથી મોટું મેગા ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં મનપા દ્વારા 64 જેસીબી (JCB) અને 260 જેટલી મશીનરીની મદદથી 1489 કાચા-પાકા દબાણો પર બુલડોઝર ફેરવી દેવાની કામગારી હાથ ધરવામાં આવી છે આ કામગીરી દરમિયાન પોલીસ કમિશનર (CP) ના સુપર વિઝન હેઠળ 1000 થી વધુ પોલીસ જવાનો અને SRPની 11 ટીમોનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરાયો છે, જ્યારે અવરોધ પેદા કરનારા 40 લોકોની અટકાયત કરવામાં આવી છે. બીજી તરફ, ઘર વિહોણા થયેલા સ્થાનિક પરિવારો અને મહિલાઓની રોકકળ સાથે વૈકલ્પિક આવાસની માંગને કારણે વાતાવરણ ગમગીન બન્યું છે.
સૌરાષ્ટ્રનું સૌથી મોટું ઓપરેશન
રાજકોટ મનપા દ્વારા આજી નદીના પટ અને જંગલેશ્વર (Jangleshwar) વિસ્તારમાં ઐતિહાસિક ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે.
આજે કુલ 1489 મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવશે. જેમાં આજી નદીના પટના 992 અને જંગલેશ્વરના 15 મીટર રોડ પરના 497 દબાણોનો સમાવેશ થાય છે.
સમયગાળો: આ કામગીરી અંદાજે 2 દિવસ સુધી સતત ચાલશે. અગાઉ રવિવાર રાત સુધીમાં મકાનો ખાલી કરવા સૂચના અપાઈ હતી.
Rajkot Jangleshwar Demolition:રાજકોટમાં સૌરાષ્ટ્રનું સૌથી મોટું ડિમોલિશન, 1489 મકાનો પર ફરશે બુલડોઝર
સૌરાષ્ટ્રના સૌથી મોટા ડિમોલિશન માટે રાજકોટ મનપાની કવાયત
આજી નદી પટ્ટ અને જંગલેશ્વરમાં રાજકોટ મનપાનું મેગા ડિમોલિશન
મહાનગરપાલિકા દ્વારા આજે 1489 મકાનો પર બુલડોઝર ફેરવાશે
જંગલેશ્વર… pic.twitter.com/gxGEoyoyqN— Gujarat First (@GujaratFirst) February 23, 2026
તંત્રની સજ્જતા અને મશીનરી
સાધનો: ડિમોલિશન માટે કુલ 260 મશીનરી નો ઉપયોગ થઈ રહ્યો છે, જેમાં 64 જેસીબી (JCB), 26 ટ્રેક્ટર, 38 ગેસ કટર અને 18 ટ્રેક્ટર બ્રેકર સામેલ છે.
સ્ટાફ:મનપાના 1130 કર્મચારીઓ અને 150થી વધુ મજૂરો આ કામગીરીમાં જોડાયા છે.
ઝોન: સમગ્ર કામગીરીને વ્યવસ્થિત કરવા માટે મનપાએ 7 ઝોનમાં વિભાજન કર્યું છે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને અટકાયત
પોલીસ કમિશનર (CP) ના સુપર વિઝન હેઠળ JCP, 5 DCP, 17 ACP, 35 PI, 140 PSI અને 1000 પોલીસ જવાનો તૈનાત છે.
SRP તૈનાતી:સુરક્ષા માટે SRPની 11 ટીમો અને ડ્રોન દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
અટકાયત: કામગીરીમાં રૂકાવટ ઉભી કરનારા 40 લોકોની અટકાયત કરવામાં આવી હોવાનું DCP જગદીશ બાંગરવાએ જણાવ્યું છે.
સ્થાનિકોનો રોષ અને મહિલાઓનો આક્રંદ
રોકકળ:પોતાના આશિયાના છીનવાતા સ્થાનિક મહિલાઓ રડી પડી હતી અને ભારે રોષ જોવા મળ્યો હતો.સ્થાનિકોનો આક્ષેપ છે કે વૈકલ્પિક આવાસ (ઘરના બદલે ઘર) ફાળવ્યા વગર જ આ કાર્યવાહી કરવામાં આવી છે. "અમે ક્યાંયના ન રહ્યા" તેવા આક્રંદ સાથે મહિલાઓએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો : Gujarat News: આજે 23 ફેબ્રુઆરી 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?


