Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot News: રાજકોટમાં જંગલેશ્વર ડિમોલિશન વિવાદ, 24 લાખના શંકાસ્પદ બિલવાળી કંપનીને જ ફરી મળ્યો કોન્ટ્રાક્ટ!

Rajkot News: રાજકોટના જાણીતા જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન વીડિયોગ્રાફીના રૂ. 24 લાખના બિલ વિવાદમાં નવો વળાંક આવ્યો છે. વિવાદીત કંપની 'બાલાજી એન્ટરપ્રાઇઝ'ને બ્લેકલિસ્ટ કરવાના બદલે નવું કામ સોંપાયું છે. જેથી આ કંપની પર તંત્ર મહેરબાન હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. મેયરની મોટી મોટી વાતો વચ્ચે હકીકત કંઈક અલગ જ નિકળતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.
rajkot news  રાજકોટમાં જંગલેશ્વર ડિમોલિશન વિવાદ  24 લાખના શંકાસ્પદ બિલવાળી કંપનીને જ ફરી મળ્યો કોન્ટ્રાક્ટ
Advertisement

Rajkot Jangleshwar Demolition Controversy:  રાજકોટ મહાનગરપાલિકા (RMC) અંતર્ગત ચાલતા વહીવટી કાર્યોમાં વધુ એક મોટો વિવાદ સામે આવ્યો છે. રાજકોટના જાણીતા જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન વીડિયોગ્રાફીના રૂ. 24 લાખના બિલને લઈને ભારે હોબાળો મચી ગયો હતો અને આ મામલે મોટો વિવાદ થયો હતો. નિયમ મુજબ જે કંપની સામે શંકાની સોય તાકવામાં આવી હતી અને જેને બ્લેક લિસ્ટ કરવાની માંગ ઉઠી હતી, તે જ 'બાલાજી એન્ટરપ્રાઇઝ' નામની કંપનીને તંત્ર દ્વારા ફરીથી વીડિયોગ્રાફીનો કોન્ટ્રાક્ટ સોંપવામાં આવતા ભારે ચકચાર જાગી છે.

Tags :
Advertisement

.

×