Rajkot Jangleshwar Demolition : જંગલેશ્વરમાં બીજા દિવસે પણ કામગીરી તેજ, બપોર સુધીમાં તમામ દબાણો દૂર થવાની શક્યતા
- રાજકોટના જંગલેશ્વર ડિમોલિશન (Rajkot Jangleshwar Demolition) કામગીરી આજે બીજો દિવસ
- એકજ દિવસમાં 1498 માંથી 1119 દબાણો દૂર કરી દેવામાં આવ્યા
- નદી કથા વિસ્તાર નથી 681 અને TP રોડ na 439 દબાણો દૂર કરવામાં આવ્યા
- આજે બપોર સુધીમાં તમામ દબાણો દૂર કરી દેવામાં આવે તેવી સંભાવના
- દબાણ દૂર કરવામાં એકત્ર થયેલ કાટમાળ ખસેડવામાં માટે કામગીર માં લાગશે વાર
- તંત્ર દ્વારા કાટમાળ ખસેડવામાં પણ યુદ્ધના ધોરણે કામગીર શરૂ કરી
Rajkot Jangleshwar Demolition : રાજકોટ (Rajkot) ના જંગલેશ્વર (Jangleshwar) વિસ્તારમાં વર્ષો જૂના દબાણો પર તંત્રનું બુલ્ડોઝર ફરી વળ્યું છે. જંગલેશ્વર (Jangleshwar) માં ચાલી રહેલી આ મહા-ડિમોલિશન ઝુંબેશનો આજે બીજો દિવસ છે. પ્રથમ દિવસે તંત્રએ આક્રમક કામગીરી કરી રેકોર્ડબ્રેક દબાણો દૂર કર્યા હતા, જ્યારે આજે બીજા દિવસે પણ બાકી રહેલા દબાણો અને કાટમાળ ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
Rajkot Jangleshwar Demolition ના પ્રથમ દિવસે કરવામાં આવેલી કામગીરી
તંત્ર દ્વારા આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવેલી આ કામગીરીમાં માત્ર એક જ દિવસમાં આશ્ચર્યજનક સફળતા મળી છે:
કુલ લક્ષ્યાંક:1498 દબાણો
દૂર કરાયેલ દબાણો:1119
નદી વિસ્તાર: 681 દબાણોનો સફાયો
TP રોડ: 439 ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત
પોલીસ કમિશનરનું ફૂટ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા
સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર ખડેપગે છે. આજે પોલીસ કમિશનરબ્રિજેશ કુમાર, JCP, DCP અને QRT (Quick Response Team) તેમજ SAFની ટીમ સાથે જાતે જ મેદાનમાં ઉતર્યા હતા.
Rajkot Jangleshwar Demolition: રાજકોટના જંગલેશ્વરમાં
બુલડોઝરનો સપાટો! | Gujarat Firstરાજકોટમાં જંગલેશ્વરમાં ડિમોલિશન કામગીરીનો બીજો દિવસ
એક જ દિવસમાં 1498 માંથી 1119 દબાણો દૂર કરી દેવાયા
નદી વિસ્તારના 681 અને TP રોડના 439 દબાણો દૂર કરવામાં આવ્યા
બપોર સુધીમાં તમામ દબાણો દૂર કરી… pic.twitter.com/lGGf5WesTQ— Gujarat First (@GujaratFirst) February 24, 2026
અશ્વદળની એન્ટ્રી
ડિમોલિશન બાદ અમુક સાંકડી ગલીઓમાં ગાડીઓ પ્રવેશી શકે તેમ ન હોવાથી, પોલીસ દ્વારા ઘોડેસવાર જવાનોની મદદથી પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
DCP હેતલ પટેલનું નિવેદન
DCP ઝોન-1 હેતલ પટેલે ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સાંજ સુધીમાં મોટાભાગની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવશે. કાટમાળ ખસેડવામાં વધુ સમય લાગી શકે તેમ હોવાથી પોલીસ બંદોબસ્તની વ્યૂહરચનામાં જરૂરી ફેરફાર કરી તેને યથાવત રાખવામાં આવ્યો છે.
કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ
હાલમાં તંત્રનું ધ્યાન તોડી પાડવામાં આવેલા મકાનો અને દુકાનોનો કાટમાળ દૂર કરવા પર છે. મોટા પ્રમાણમાં એકત્ર થયેલા કાટમાળને કારણે રસ્તાઓ બ્લોક ન થાય તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર યુદ્ધના ધોરણે જેસીબી અને ડમ્પરની મદદથી સફાઈ કામગીરી કરી રહ્યું છે.
રાજકોટ મનપાના ડે. કમિશનરની ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત
રાજકોટ મનપા ડેપ્યુટી કમિશ્નર મહેશ જાની સાથે ગુજરાત ફર્સ્ટ દ્વારા વાતચીત કરવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું કે, અત્યાર સુધીમાં 1119 મકાનોના ડિમોલિશનની કામગીરી પૂર કરવામાં આવી છે. આજે બાકી રહેલા 50 જેટલા પાકા મકાનો છે તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.. વધુ JCB અને હિટાચી મશીન કામગીરી માટે બોલવામાં આવ્યા.કાટમાળ ખસેડવા પેરેલલ કામગીરી ચાલુ છે.
આ પણ વાંચો : Gujarat Weather Update: આગામી 3 કલાક માટે હવામાન વિભાગની ભયાનક આગાહી, આ જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે વરસાદની શક્યતા


