Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Rajkot ના જંગલેશ્વરમાં મહાપાલિકાનું મેગા ડિમોલિશન, પૂર્વ CM શંકરસિંહ વાઘેલાએ શું આપી પ્રતિક્રિયા?

રાજકોટના જંગલેશ્વરમાં (Jungleshwar, Rajkot) 1489 ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા મનપા કમિશનર તુષાર સુમરાની (Tushar Sumra) રાહબરીમાં મેગા ડિમોલિશન શરૂ થયું છે. 1000 થી વધુ પોલીસકર્મીઓ અને ડ્રોન સર્વેલન્સ હેઠળ 700 મકાનો ખાલી કરાવાયા છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ (Shankersinh Vaghela) અધિકારીઓની મિલિભગત સામે સવાલ ઉઠાવ્યા છે, જ્યારે DCP જગદીશ બાંગરવાએ (Jagdish Bangarwa) સોશિયલ મીડિયા પર અફવા ન ફેલાવવા કડક સૂચના આપી છે.
rajkot ના જંગલેશ્વરમાં મહાપાલિકાનું મેગા ડિમોલિશન  પૂર્વ cm શંકરસિંહ વાઘેલાએ શું આપી પ્રતિક્રિયા
Advertisement
  • Rajkot ના જંગલેશ્વર ડિમોલિશન મુદ્દે પોલીસની અપીલ
  • ક્રાઈમ બ્રાંચના DCP જગદીશ બાંગરવાની લોકોને અપીલ
  • રાજકોટ મનપા કમિશનર તુષાર સુમરાનું નિવેદન
  • પૂર્વ CM શંકરસિંહ વાઘેલાએ તંત્રની કામગીરીને વખોડી

Rajkot Jangleshwar Mega Demolition: રાજકોટ શહેરના ઈતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું અને વ્યાપક ડિમોલિશન ઓપરેશન જંગલેશ્વર (Jungleshwar) વિસ્તારમાં હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation - RMC) દ્વારા સરકારી જમીનો અને જાહેર માર્ગો પર દાયકાઓથી ખડકાયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે એક અભૂતપૂર્વ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઓપરેશન માત્ર એક વહીવટી પ્રક્રિયા નથી, પરંતુ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર માટે પણ એક મોટો પડકાર બનીને ઉભરી રહ્યું છે. જંગલેશ્વર વિસ્તારમાં વહેલી સવારથી જ સેંકડો જેસીબી અને હજારો પોલીસ જવાનોના કાફલાએ ધામા નાખ્યા છે, જેને પગલે સમગ્ર પંથકમાં ભારે ઉત્તેજના અને ક્યાંક ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.

Rajkot માં 1489 દબાણોને દૂર કરવાનો લક્ષ્યાંક

રાજકોટ મનપા કમિશનર (Municipal Commissioner) તુષાર સુમરા (Tushar Sumra) એ આ મેગા ઓપરેશન અંગે સવિસ્તર માહિતી આપતા જણાવ્યું હતું કે, જંગલેશ્વરમાં કુલ 1489 મકાનો અને નાના-મોટા દબાણોને દૂર કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ કામગીરીને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવી છે, જેમાં પ્રથમ તબક્કે 15 મીટરના રોડ પર આવતા 497 નડતરરૂપ દબાણોને હટાવવામાં આવશે જેથી ભવિષ્યમાં ટ્રાફિક અને માળખાગત સુવિધાઓનો વિકાસ થઈ શકે. બીજા તબક્કે, સરકારી ખરાબાની કિંમતી જમીન પર ખડકાયેલા 992 જેટલા ગેરકાયદેસર આવાસોને જમીનદોસ્ત કરવાની યોજના છે. કમિશનરના જણાવ્યા મુજબ, તંત્ર દ્વારા છેલ્લા 48 કલાકથી સ્થાનિક રહેવાસીઓ સાથે સતત સંવાદ અને સમજાવટની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેના સકારાત્મક પરિણામ સ્વરૂપે 1400 ના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં 700 થી વધુ પરિવારોએ સ્વેચ્છાએ પોતાના આવાસ ખાલી કરી સહકાર આપ્યો છે.

Advertisement

Rajkot: ચુસ્ત પોલીસ બંદોબસ્ત

આ ડિમોલિશન કોઈ સામાન્ય પ્રક્રિયા નથી, તેથી મહાનગરપાલિકાએ યુદ્ધના ધોરણે સાધન-સામગ્રી મેદાનમાં ઉતારી છે. ઘટનાસ્થળે 64 જેસીબી (JCB), 26 ટ્રેક્ટર (Tractors), 18 ટ્રેક્ટર બ્રેકર (Tractor Breakers) અને અનેક ટ્રોલીઓ સાથે મનપાની ટેકનિકલ ટીમ તૈનાત છે. સુરક્ષાની દ્રષ્ટિએ રાજકોટ પોલીસ (Rajkot Police) દ્વારા અભેદ્ય કિલ્લેબંધી કરવામાં આવી છે. આ ઓપરેશનમાં 5 ડીસીપી (DCP), 17 એસીપી (ACP), 35 પીઆઈ (PI) અને 140 પીએસઆઈ (PSI) ના સીધા સુપરવિઝન હેઠળ 1,000 થી વધુ પોલીસ જવાનો અને એસઆરપી (State Reserve Police - SRP) ની 11 ટીમો તૈનાત કરવામાં આવી છે. આખા વિસ્તારનું 3 ડ્રોન ટીમ (Drone Teams) દ્વારા આકાશમાંથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને પ્રિઝમ 22 ક્યુઆરટી (Quick Response Team - QRT) ની 3 ટીમોને કોઈપણ કટોકટી માટે સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

Advertisement

ક્રાઈમ બ્રાંચની ચેતવણી અને સાયબર મોનિટરિંગ

આ સંવેદનશીલ કામગીરી દરમિયાન શાંતિ જળવાઈ રહે તે માટે રાજકોટ ક્રાઈમ બ્રાંચ (Crime Branch) ના ડીસીપી (DCP) જગદીશ બાંગરવા (Jagdish Bangarwa) એ જનતાને સોશિયલ મીડિયા (Social Media) પર ફેલાતી ખોટી અફવાઓથી સાવધ રહેવા નમ્ર અપીલ કરી છે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે સાયબર ક્રાઈમ (Cyber Crime) ની ટીમ તમામ ડિજિટલ પ્લેટફોર્મ્સ પર સતત વોચ રાખી રહી છે. જો કોઈ વ્યક્તિ ઉશ્કેરણીજનક સંદેશા, ફેક ન્યૂઝ કે ભય ફેલાવવાનો પ્રયાસ કરશે, તો તેની સામે કાયદાકીય સકંજો કસવામાં આવશે. તંત્રનો હેતુ માત્ર દબાણ હટાવવાનો છે અને નાગરિકોને કાયદો હાથમાં ન લેવા તેમજ શાંતિ જાળવવા વિનંતી કરવામાં આવી છે.

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના આકરા પ્રહાર

જંગલેશ્વરના આ મેગા ડિમોલિશન મુદ્દે રાજ્યનું રાજકારણ પણ ગરમાયું છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા (Former CM Shankersinh Vaghela) એ આ મુદ્દે તંત્ર અને સરકાર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "જ્યારે વર્ષોથી આટલું મોટું દબાણ થઈ રહ્યું હતું, ત્યારે તમે ક્યાં હતા?" તેમણે ઉમેર્યું કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોએ પોતાની જિંદગીની આખી મૂડી આ મકાનો બનાવવામાં ખર્ચી નાખી છે, ત્યારે હવે તેમને બેઘર કરવા તે કેટલું યોગ્ય છે?

આ પણ વાંચોઃ  Surat: મોબાઈલ માટે યુવતીનું ગળું ચીરી નાખવાનો પ્રયાસ! રૂંવાડા ઉભા કરી દે તેવી ઘટના

Tags :
Advertisement

.

×