"આ દીકરી મારી છે..." યુવકના વિચિત્ર દાવા અને ધમકીથી કંટાળી રાજકોટમાં પિતા-પુત્રીનો આપઘાત
Jasdan Suicide Case: રાજકોટના જસદણમાં ગેબનશા સોસાયટીમાં ફિયાઝભાઈએ પોતાની અઢી વર્ષની દીકરી સાથે પાણીની ટાંકીમાં કૂદી આપઘાત કર્યો છે. પત્ની અન્ય યુવક લાલો ખીમાણી સાથે ભાગી ગઈ હોય, તે યુવક દીકરી પોતાની હોવાનો દાવો કરી છૂટાછેડા માટે ધમકી આપતો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી છે.
Advertisement
Jasdan Suicide Case: રાજકોટ (Rajkot) જિલ્લાના જસદણ (Jasdan) માં એક અત્યંત કરુણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. જસદણની ગેબનશા સોસાયટી (Gebansha Society) માં રહેતા ફિયાઝભાઈ (Fiyazbhai) નામના યુવકે પોતાની માત્ર અઢી વર્ષની માસૂમ પુત્રી સાથે પાણીની ટાંકીમાં પડીને આપઘાત (Suicide) કરી લીધો છે. એકસાથે પિતા અને પુત્રીના મોતના પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.

