Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rajkot News: વડોદ ગામે બાબાસાહેબ આંબેડકરના બોર્ડને લઈને વિવાદ, દલિત આગેવાને કર્યો આત્મવિલોપનનો પ્રયાસ કર્યો

જસદણના વડોદ ગામે બાબાસાહેબના બોર્ડ હટાવવા મામલે વિવાદ સર્જાતા દલિત સમાજના આગેવાન રમેશભાઈ ચાવડાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે. વહીવટીતંત્ર દ્વારા બોર્ડ હટાવવાની ઝુંબેશ સામે સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. હાલમાં સ્થિતિને કાબૂમાં લેવા માટે જસદણ, આટકોટ અને આસપાસના વિસ્તારની પોલીસનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. સમાજ બોર્ડ ત્યાં જ રાખવા માટે મક્કમ છે.
rajkot news  વડોદ ગામે બાબાસાહેબ આંબેડકરના બોર્ડને લઈને વિવાદ  દલિત આગેવાને કર્યો આત્મવિલોપનનો પ્રયાસ કર્યો
Advertisement

Rajkot News: જસદણના વડોદ (Vadod) ગામ ખાતે બાબાસાહેબ આંબેડકરના બોર્ડને હટાવવાની કાર્યવાહી મામલે મોટો વિવાદ સર્જાયો છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે તણાવની સ્થિતિ જોવા મળી છે. વિવાદ એટલો વકર્યો છે કે દલિત સમાજના આગેવાન રમેશભાઈ હમીરભાઈ ચાવડાએ ફીનાઈલ પીને આત્મવિલોપન (Self-immolation) કરવાનો પ્રયાસ કર્યો છે. તેમને તાત્કાલિક અસરથી 108 એમ્બ્યુલન્સ (Ambulance) દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

'જે જગ્યાએ બોર્ડ છે, ત્યાં જ રાખવામાં આવે'

 મળતી જાણકારી અનુસાર છેલ્લા ઘણા સમયથી વડોદ ગામે બાબાસાહેબના બોર્ડને લઈને વિવાદ ચાલી રહ્યો છે. વડોદ ગ્રામ પંચાયત દ્વારા બાબાસાહેબનું બોર્ડ લગાવવા માટે અન્ય એક જગ્યા ફાળવવામાં આવી હતી, પરંતુ દલિત સમાજની માગ છે કે જે જગ્યાએ હાલમાં બોર્ડ છે, ત્યાં જ તેને યથાવત રાખવામાં આવે. આ બાબતે મામલતદાર અને ટીડીઓ ( TDO) દ્વારા આજે બોર્ડ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે આ કામગીરીનો દલિત સમાજે ઉગ્ર વિરોધ કર્યો છે.

Advertisement

દલિત સમાજના લોકો આકરા પાણીએ

દલિત સમાજના લોકોએ આકરા પાણીએ વિરોધ કરતા સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે, "બે ફૂટનું આ બોર્ડ નહીં હટે, ભલે અમારો જીવ જાય." આ ઘટનાને પગલે સ્થિતિ વણસતા જસદણ, આટકોટ, ભાડલા અને વીંછિયા સહિતના વિસ્તારોની પોલીસને ઘટનાસ્થળે બોલાવી લેવામાં આવી છે અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. વહીવટીતંત્ર અને દલિત સમાજ વચ્ચેની આ ખેંચતાણ હાલ ચર્ચાનો વિષય બની છે.

Advertisement

Tags :
Advertisement

.

×