Rajkot: ભયાનક અકસ્માત! બસની ટક્કરે મચ્છી ભરેલું ટ્રેલર બાઈક પર પડ્યું, બે લોકો કચડાયા
- રાજકોટ-પોરબંદર (Rajkot-Porbandar) હાઈવે નવાગઢ નજીક અકસ્માત
- જેતપુર (Jetpur) ના નવાગઢ નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત
- બસ અને ટ્રેલર વચ્ચે ટક્કર થતાં ટ્રેલર રોડ નીચે પડ્યું
- ટ્રેલરની નીચે કચડાતા બે લોકોના દર્દનાક મોત થયા
- અકસ્માતમાં બે બહેનોએ એકમાત્ર ભાઈ ગુમાવ્યો
Rajkot : રાજકોટ-પોરબંદર (Rajkot-Porbandar) નેશનલ હાઈવે (National Highway) પર નવાગઢ નજીક એક હૃદયદ્રાવક અકસ્માત (Accident) સર્જાયો છે. એક ખાનગી બસ અને મચ્છી ભરેલા ટ્રેલર (Trailer) વચ્ચે થયેલી જોરદાર ટક્કરને કારણે ટ્રેલર રોડ નીચે ખાબક્યું હતું. આ ઘટનામાં ટ્રેલર નીચે કચડાવાથી એક નિર્દોષ બાઇક સવાર અને ત્યાં ઉભેલા અન્ય એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત (Death) નિપજ્યું છે.
રાજકોટ-પોરબંદર (Rajkot-Porbandar) હાઈવે નવાગઢ નજીક અકસ્માત
અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતકોના શરીરના અંગો પણ અલગ થઈ ગયા હતા. ટ્રેલર પલટી મારી જતાં તેની નીચે દબાઈ ગયેલા લોકોના જીવ બચાવવાની તક પણ મળી ન હતી. મૃતકોની ઓળખ 45 વર્ષીય ભાભલુભાઈ વાસુરભાઈ લાલુ (રહે. સરધારપુર) અને 22 વર્ષીય કરણ નિલેશભાઈ દાણીધારીયા (રહે. ગોંડલ) તરીકે થઈ છે.
બે બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો
ગોંડલનો 22 વર્ષીય યુવાન કરણ પોતાની ભાણેજની 'હોળીની વાડ'નો પ્રસંગ (Occasion) પૂરો કરીને ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે કાળનો કોળિયો બન્યો હતો. કરણે અગાઉ જ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી, અને હવે બે બહેનોએ પોતાનો એકમાત્ર ભાઈ ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
DYCM Harshbhai Sanghavi : જ્યાં ગૌહત્યા રોકવાનો સંકલ્પ લીધો હતો, ત્યાંથી જ DYCM એ કરી મોટી જાહેરાત । Gujarat First
સુરેન્દ્રનગરના વડવાળા મંદિરમાં હર્ષભાઈ સંઘવીનું નિવેદન
''ગૌ હત્યારા સામે રાજ્ય સરકારે કડકમાં કડક કાર્યવાહી કરી''
''18 ગૌ હત્યારાને 7 વર્ષથી આજીવન કેદ સુધીની સજા… pic.twitter.com/jP2yYs1EGV— Gujarat First (@GujaratFirst) March 3, 2026
પોલીસ કાર્યવાહી
અકસ્માતની જાણ થતાં જ જેતપુર ઉદ્યોગનગર પોલીસ (Police) કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હાઈવે પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા, જેને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ (Post-mortem) અર્થે ખસેડી અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : Surendranagar : દૂધરેજ વડવાળા મંદિર ખાતે ડાયરામાં DYCM હર્ષભાઈ સંઘવીનું સંબોધન, ગૌ હત્યારાઓને કડક ચેતવણી


