Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : જેતપુરમાં દીપાવલી Funfair માં દુર્ઘટના, ચાલુ બ્રેક ડાન્સ રાઇડ તૂટી પડી અને..!

Rajkot : રાજકોટ જિલ્લાના જેતપુરમાં રોટરી ક્લબ દ્વારા આયોજિત દીપાવલી ફનફેર મેળામાં એક ગંભીર દુર્ઘટના સર્જાતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ચાલુ ફનફેર દરમિયાન 'બ્રેક ડાન્સ' રાઇડ અચાનક તૂટી પડવાથી તેમાં સવાર ધવલ મંડલી અને ગાયત્રી મંડલી નામનું દંપતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું છે.
rajkot   જેતપુરમાં દીપાવલી funfair માં દુર્ઘટના  ચાલુ બ્રેક ડાન્સ રાઇડ તૂટી પડી અને
Advertisement
  • Rajkot ના જેતપુરમાં દીપાવલી Funfair માં દુર્ઘટના સર્જાઈ
  • રોટરી ક્લબ દ્વારા આયોજિત ફનફેર મેળામાં બની ઘટના
  • ચાલુ બ્રેક ડાન્સ રાઇડ તૂટી પડતાં ઘટના બની
  • બ્રેક ડાન્સ નામની રાઇડમાં સવાર દંપતી ઇજાગ્રસ્ત
  • ધવલ મંડલી અને ગાયત્રી મંડલી નામનું દંપતી ઇજાગ્રસ્ત
  • ફનફેર મેળામાં રાઇડ્સની મંજૂરી હતી કે નહીં તે સવાલ
  • ફનફેર મેળાના આયોજકો હોસ્પિટલ પહોંચ્યા
  • રાઇડ સંચાલકની ગંભીર બેદરકારી સામે આવી
  • જેતપુર સિટી પોલીસે ફનફેર મેળો બંધ કરાવી તપાસ હાથ ધરી

Rajkot : રાજકોટ જિલ્લાના જેતપુરમાં રોટરી ક્લબ દ્વારા આયોજિત દીપાવલી Funfair માં એક ગંભીર દુર્ઘટના સર્જાતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ચાલુ Funfair દરમિયાન 'બ્રેક ડાન્સ' રાઇડ અચાનક તૂટી પડવાથી તેમાં સવાર ધવલ મંડલી અને ગાયત્રી મંડલી નામનું દંપતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું છે. આ ઘટનાએ તહેવારના માહોલમાં દંપતિને હોસ્પિટલ જેવાની ફરજ પાડી હતી. સમગ્ર ઘટના બાદ મેળામાં મુલાકાતીઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.

ચાલુ રાઇડમાં જ બની દુર્ઘટના

પ્રાપ્ત માહિતી અનુસાર, જેતપુરમાં દીપાવલી નિમિત્તે રોટરી ક્લબ દ્વારા ફનફેર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાઇડ પર સવાર લોકો આનંદ માણી રહ્યા હતા, ત્યારે બ્રેક ડાન્સ રાઇડનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા દંપતીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

Advertisement

સુરક્ષા સામે ગંભીર સવાલો (Funfair)

આ દુર્ઘટનાનું મુખ્ય કારણ રાઇડ સંચાલકની ગંભીર બેદરકારી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. સવાલ એ ઊભો થાય છે કે શું આ જોખમી રાઇડને જાહેર મેળામાં ચલાવવા માટે જરૂરી સલામતી અને મંજૂરી (ફિટનેસ સર્ટિફિકેટ) મળી હતી કે કેમ? મેળાના આયોજકોએ આવી રાઇડ્સને મંજૂરી આપતા પહેલા તેની સુરક્ષાનું યોગ્ય નિરીક્ષણ કર્યું હતું કે નહીં, તે અંગે પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.

આયોજકો સામે કાર્યવાહીના સંકેત

ઘટનાની જાણ થતાં જ જેતપુર સિટી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. સુરક્ષાના પગલાં રૂપે પોલીસે સમગ્ર ફનફેર મેળાને તાત્કાલિક ધોરણે બંધ કરાવી દીધો છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પોલીસે મેળાના આયોજકો અને રાઇડ સંચાલકો સામે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :   Diwali ના ફટાકડાઓએ છત પર બનાવ્યું યુદ્ધ જેવું દ્રશ્ય! જુઓ Video

Tags :
Advertisement

.

×