Rajkot: નારપાટ ચેકડેમમાં ડૂબી જતા 2ના મોત, વિસ્તારમાં ફેલાયો શોકનો માહોલ
રાજકોટ પંથકમાં પાણીમાં ડૂબી જવાની એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં મિત્રો સાથે મજા માણવા ગયેલા યુવાનો પર આફત ત્રાટકી હતી. ચેકડેમમાં ન્હાવા પડેલા યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. આ અચાનક બનેલી ઘટનાને કારણે સ્થાનિક વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે
Advertisement
Rajkot Jetpur Drowning: રાજકોટ (Rajkot) જિલ્લાના જેતપુર (Jetpur) પંથકમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેતપુર પાસેથી પસાર થતી ભાદર નદી (Bhadar River) પર આવેલા નારપાટ ચેકડેમ (Narpat Check Dam) માં ન્હાવા પડેલા બે યુવકોના પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા છે. આ અકસ્માતના કારણે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અને પરિવારજનોમાં આક્રંદ મચી ગયો છે.

