Rajkot: એક વૃદ્ધ સહિત 2 બાળકો ઈજાગ્રસ્ત
જેતપુર (Jetpur) શહેરની વ્યસ્ત ગણાતી તત્કાલ ચોકડી (Tatkal Chowkdi) પાસે આજે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલી એક કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં બાઇક ચાલક વૃદ્ધને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે બાઇક ચાલક રોડ પર ફંગોળાયા હતા અને કારમાં સવાર બે નાના બાળકો પણ ઈજાગ્રસ્ત થયા હતા. 62 વર્ષીય બાઇક ચાલક પરસોતમભાઈ લક્ષ્મણભાઈ મોવલીયા (Parsotambhai Laxmanbhai Movaliya) પોતાની મોટરસાયકલ પર પસાર થઈ રહ્યા હતા ત્યારે કાર સાથે ધડાકાભેર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં પરસોતમભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બીજી તરફ, કારમાં સવાર બે માસૂમ બાળક 5 વર્ષીય હસ્નેન શાહિદભાઈ સોરઠીયા (Hasnen Shahidbhai Sorathiya) અને 6 વર્ષીય જીયા ફાતિમા જાવીદભાઈ (Jiya Fatima Javidbhai) ને પણ નાની-મોટી ઈજાઓ પહોંચતા વાતાવરણ ગમગીન બની ગયું હતું
![Jetpur Accident, Gondal Road Accident_Gujaratfirst 2]()
Rajkot: વધુ સારવાર માટે જૂનાગઢ રિફર
ઘટનાસ્થળે હાજર લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી કરી ઈજાગ્રસ્તોને જેતપુર (Jetpur) ની સ્થાનિક હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે, પરસોતમભાઈની હાલત વધુ નાજુક જણાતા તેમને પ્રાથમિક સારવાર આપી સઘન સારવાર અર્થે જૂનાગઢ (Junagadh) ખાતે રિફર કરવામાં આવ્યા છે. અકસ્માતના કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો હતો, જે પોલીસે ઘટનાસ્થળે પહોંચી હળવો કરાવ્યો હતો.
બીજો અકસ્માતમાં વેગનર અને એક્ટિવા વચ્ચે ટક્કર, એક મિત્રનું મોત
અન્ય એક હૃદયદ્રાવક ઘટના ગોંડલ-કોટડા સાંગાણી (Gondal-Kotda Sangani) રોડ પર પરફેક્ટ રિસોર્ટ (Perfect Resort) પાસે બની છે. અહીં એક વેગનર કાર ( GJ03BA 1647) અને એક્ટિવા (GJ03ND 0857) વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ ટક્કરમાં એક્ટિવા પર સવાર ત્રણ મિત્રો પૈકી એક યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
![Jetpur Accident, Gondal Road Accident_Gujaratfirst 222]()
ત્રણ મિત્રો પર કાળનો પંજો
કોટડા સાંગાણી (Kotda Sangani) ના રહેવાસી ત્રણ મિત્રો પોતાનું કામ પતાવીને ગોંડલ (Gondal) તરફ જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવતી કારે તેમને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 32 વર્ષીય મુસ્તુફા સતારભાઈ ભખર (Mustufa Satarbhai Bhakhar) નું ગંભીર ઈજાઓને કારણે સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે અન્ય બે મિત્રો સજીદભાઈ રજાકભાઈ બેલી (Sajidbhai Rajakbhai Beli - 38 વર્ષ) અને ગફારશાહ આહમદશાહ શાહમદાર (Gafarshah Ahmadshah Shahamdar - 40 વર્ષ) ને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને રાજકોટ (Rajkot) સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. હાલ ગોંડલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અહેવાલઃ હરેશ ભાલિયા અને વિશ્વાસ ભોજાણી