Rajkot: પુત્ર યુવતીને ભગાડી જતાં માતાનું અપહરણ, પોલીસે 3 મહિલા સહિત 6 આરોપીને પકડ્યા
જેતપુરમાં પુત્ર યુવતીને ભગાડી જતાં, યુવતીના પરિવારે અદાવતમાં યુવકની માતા મુમતાઝબેનનું વાડીએથી અપહરણ કર્યું હતું. રાજકોટ અને જૂનાગઢ એલસીબી (LCB) એ સંયુક્ત ઓપરેશન હાથ ધરી મહિલાને મુક્ત કરાવી 3 મહિલા સહિત 6 આરોપીઓને ઝડપી લીધા છે. પોલીસે ગુનામાં વપરાયેલા બાઈક અને મોબાઈલ પણ જપ્ત કર્યા છે.
Advertisement
- Rajkot: જેતપુરમાં પ્રેમ પ્રકરણમાં મહિલાનું અપહરણ થયું.
- પુત્ર યુવતીને ભગાડી જતાં માતાનું અપહરણ
- પોલીસે જૂનાગઢ (Junagadh) થી મહિલાને મુક્ત કરાવી
- પોલીસે 3 મહિલા સહિત 6 આરોપીઓને પકડ્યા
Rajkot: જેતપુર (Jetpur) શહેરમાં હચમચાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક પ્રેમ પ્રકરણની અદાવતમાં યુવતીના પરિવારજનોએ યુવકની માતાનું અપહરણ કર્યું હતું. જોકે, પોલીસની સતર્કતાને કારણે ગણતરીના કલાકોમાં જ મહિલાને મુક્ત કરાવી 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

