Rajkot News: જેતપુરમાં યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતાં ચકચાર
રાજકોટના જેતપુર નજીક મંડલીકપુર ગામ પાસે પોરબંદરના 30 વર્ષીય સ્વીટ વેપારી પ્રતીક દાસાણીએ ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. યુવાન રાણાવાવનો રહેવાસી હતો અને ત્યાં વ્યવસાય કરતો હતો. હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જેતપુર તાલુકા પોલીસ હાલ આ આત્મહત્યાના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ કરી રહી છે, જેને કારણે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.
Advertisement
Rajkot News: રાજકોટ (Rajkot) જિલ્લાના જેતપુર (Jetpur) પંથકમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં મંડલીકપુર ગામ નજીક આવેલા એક્વાટીક વોટરપાર્ક (Aquatic Water Park) પાસે એક યુવાને ગંભીર પગલું ભરીને પોતાની જીવનલીલા સંકેલી લેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી (Panic) ફેલાઈ ગઈ છે.

